Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

મૈત્રી કલા કાર્યશાળા

રાજકોટઃ ગુજરાત આર્ટ સોસાયટી અને ગીર વેલી આર્ટિસ્ટ વિલેજ - આંકોલવાડી(ગીર) ના સંયુકત ઉપક્રમે  નવતર સંસ્થા ગુજરાત આર્ટ સોસાયટીના સભ્યોના સામાન્ય મિલન રૂપે સર્જનાત્મક વિકાસના કામના પ્રારંભ સ્વરુપે આ મૈત્રી કલા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.  ગગજી મોણપરા, ઉમેશ ક્યાડા (મો.૮૮૬૬૦ ૦૫૫૦૨), ચંદ્રકાંત પ્રજાપતિ, કૃષ્ણ પડિયા, મિલન દેસાઈ, નિલેશ સિદ્ધપુરા, અજીત ભંડેરી, હરદેવ જેઠવા, સૂર્યા ગોસ્વામી, નટુ ટંડેલ ઉપરાંત મુંબઈથી સુશ્રી ગાયત્રી મહેતા ,ગીર વેલી આર્ટિસ્ટ વિલેજના મંત્રી સુશ્રી કૈલાશ દેસાઈ  તેમજ આ કાર્યશાળાનુ સમાપન સીપીઆઈ શ્રી એમ યુ માસીના હસ્તે કરવામાં આવ્યું હતું આ સાથે  આંકોલવાડી ગામના સરપંચ શ્રી રમેશભાઈ હીરપરા,  ઉપ સરપંચ શ્રી જમનભાઈ ગધેસરીયા, ગૌસેવક તેમજ સમાજ સેવક શ્રી અરવિંદ હીરપરા તેમજ ગામ જનો હાજર રહેલ. ગુજરાત આર્ટ સોસાયટીના અધ્યક્ષ શ્રી વૃંદાવન સોલંકીએ કલાકારોને શુભેચ્છાઓ પાઠવી હતી.

(2:43 pm IST)