Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

સીએ ઇન્સ્ટીટયુટ દ્વારા સેમીનાર

સીએ ઇન્સ્ટીટયુટ નવી દિલ્હી દ્વારા  એક દિવસીય સેમીનાર આઇ.સી.એ.આઇ. ભવન ખાતે યોજવામાં આવ્યો હતો. સેમીનારનું ઉદ્દઘાટન આઇ.સી.એ.આઇ.ના સેન્ટ્રલ કાઉન્સી મેમ્બર સી.એ. અનિકેત તલાટી તથા રાજકોટ બ્રાંચના ચેરમેન સી.એ. હાર્દીક વ્યાસના હસ્તે કરાયુ હતુ. કાર્યક્રમમાં ઓડીટ માટે હિસાબી ધોરણોમાં સુધારણા, ફાઇનાન્સીયલ કલોસીંગ અને તેને લગતી સામાન્ય ભુલો, બીન કોર્પોરેટ સંસ્થાના ઓડીટમાં હિસાબી ધોરણો જેવા મુદ્દે તજજ્ઞો દ્વારા છણાવટ કરાઇ હતી. કાર્યક્રમમાં વકતા તરીકે આઇ.સી.એ.આઇ. રીજીયોનલ કાઉન્સીલ મેમ્બર સી.એ. ચિંતન પટેલ અમદાવાદથી સી.એ. રીન્કેશ શાહ અને જીજ્ઞેશ શાહએ પોતાના જ્ઞાનનો લાભ આપ્યો હતો. આ સેમીનારનો રાજકોટ ઉપરાંત બહારગામના સી.એ. સભ્યોએ બહોળી સંંખ્યામાં લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સી.એ. ઇન્સ્ટીટયુટની રાજકોટ બ્રાન્ચના હાર્દીક વ્યાસ, વાઇસ ચેરમેન જીજ્ઞેશ રાઠોડ, સેક્રેટરી ભાવિન દોશી, ટ્રેઝરર સંજય લાખાણી, ભૂતપૂર્વ ચેરમેન વિનય સાકરીયા, કમીટી મેમ્બર્સ ભાવિન મહેતા, દિપ્તી સવજાણી વગેરેએ જહેમત ઉઠાવી હતી. (૧૬.૨)

 

 

(2:43 pm IST)