Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

સતાધાર યુવા ગ્રુપ દ્વારા સ્લમ વિસ્તારોમાં ફરસાણ - બીસ્કીટનું વિતરણ

સતાધાર યુવા ગ્રુપ અને કર્મદીપ ફાઉન્ડેશન દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિતે કોઠારીયા ગામ સ્થિત સ્લમ વિસ્તારમાં વસતા પરપ્રાંતિય મજુરોના બાળકોને ફરસાણ અને બીસ્કીટનું વિતરણ કરાયુ હતુ. જેમાં વાત્સલ્ય ટ્રસ્ટ અને નામી અનામી દાતાઓનો સહયોગ મળ્યો હતો. આ કાર્યક્રમમાં કર્મદીપ ફાઉન્ડેશનના પ્રમુખ વિશાલભાઇ ચોટલીયા, ઉપપ્રમુખ અજયભાઇ રાઠોડ, અલ્પેશભાઇ સાપરીયા, ભાવિનભાઇ ચોટલીયા, રવિભાઇ વાઘેલા, શુભમભાઇ લાડવા, રોનકભાઇ ભટ્ટી, સંકલપભાઇ ચાવડા, ભાવદિપભાઇ રપારકા, જયભાઇ મારૂ, ભાવિનભાઇ પંડયા, વિનયભાઇ રામપરીયા, મિલનભાઇ ચોટલીયા, જયદીપભાઇ જાદવ, કિશનભાઇ ટાંક, અભિભાઇ પટેલ, અંકિતભાઇ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(2:43 pm IST)