Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

બાલભવનના ભુલકાઓ દ્વારા નૃત્ય

રાજકોટઃ જન્માષ્ટમી નિમીતે બાલસભ્યો દ્વારા સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સના ચૂસ્ત પાલન સાથે કથક, ફોક- વેસ્ટર્ન ડાન્સ વિભાગનાં બાળકોએ સંગીત સભર નૃત્યનો કાર્યક્રમ રજૂ કરી અને બાળ કન્હૈયા હસ્તે મટકી ફોડ કરીને નંદલાલાનાં જન્મોત્સવ એવા જન્માષ્ટમીનાં તહેવારને ઉલ્હાસપૂર્વક વધાવ્યો હતો.

 આ પ્રસંગે મેયર ડો.પ્રદિપભાઈ ડવ, ક્રિષ્ના સ્કૂલનાં સંચાલક તૃપ્તિબેન ગજેરા અને બાલભવનનાં ટ્રસ્ટી ડો.અલ્પનાબેન ત્રિવેદી (હેલીબેન) દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી હતી. રાખડી સ્પર્ધાનાં વિજેતાઓને ઈનામ તથા પ્રમાણપત્રથી સન્માનીત કર્યા હતા. ૧૩૦ જેટલાં બાળકોએ પોતાની કૃતિઓ મહેમાનો તેમજ વાલી- દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન પલ્લવીબેન વ્યાસ તથા ધર્મેન્દ્ર પંડયા દ્વારા કરવામાં આવેલ.

(2:42 pm IST)