Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

અમી- માનસી વણઝારા દ્વારા

ઈકો ફ્રેન્ડલી ગણપતિદાદાની મૂર્તિઓનું એકઝીબીશન શરૃઃ ૧૦મી સુધી ચાલુ રહેશે

રાજકોટઃ દર વર્ષની જેમ સતત આઠમા વર્ષે અમી- માનસી વણઝારા દ્વારા નાગર બોર્ડીંગ (ટાગોર રોડ) ખાતે પ્રથમ પૂજનિય ગણપતિદાદાની વિવિધતાથી ભરપૂર મૂર્તિઓનું અને એકવાર જોવા જેવું પર્યાવરણની રક્ષા કરે તેવી ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓના ભવ્ય એકઝીબીશનું ઉદ્ઘાટન રાજકોટ શહેર મહિલા મોરચાનાં  પ્રભારી શ્રીમતી અંજલીબેન રૂપાણીના હસ્તે ખુલ્લુ મુકવામાં આવેલ. તા.૩ સપ્ટેમ્બરથી ૧૦ સપ્ટેમ્બર સુધી ચાલનારા આ એકઝીબીશનનો સમય સવારે ૧૦ થી ૨ બપોરે ૪ થી રાત્રીના ૯ વાગ્યા સુધી રહેશે.

આ પ્રસંગે લોહાણા જ્ઞાતીના અગ્રણી શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી, વોટર વર્કસ કમીટીના ચેરમેન દેવાંગભાઈ માંકડ, જાણીતા એડવોકેટ આશીતભાઈ વણઝારા, સાંસ્કૃતિક સેલના સંયોજક વિજયભાઈ કારીયા, આનંદ સ્નેકસના શ્રીમતી રેખાબેન કોટક, સૌરાષ્ટ્ર ઈમેઈલના તંત્રી શ્રી અનિલભાઈ વણઝારા વિ. ઉપસ્થિત રહયા હતા. વધારે માહીતી માટે મો.૯૪૨૬૨ ૩૦૩૨૦ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(2:42 pm IST)