Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

જીવરાજ પાર્ક પાસે પટમાંથી ૧૭૫ લીટર દેશી દારૂ સાથે બાબુ અને અશ્વિન પકડાયા

ક્રાઇમ બ્રાંચનો દરોડો : રૂ. ૩૫૦૦ની કિંમતનો દેશી દારૂ સહિત ૧૧,૫૦૦ની મત્તા કબ્જે

રાજકોટ તા. ૩ : જીવરાજ પાર્ક મેઇન રોડ પર આવેલ શ્યામ બિલ્ડીંગ પાસે પટમાંથી દેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ક્રાઇમ બ્રાંચે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ જીવરાજ પાર્ક મેઇન રોડ પર ખુલ્લાપટમાં દેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચના પી.આઇ. વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.જે.જાડેજા, એ.એસ.આઇ. જયેશભાઇ નીમાવત, ચેતનસિંહ, હિતેન્દ્રસિંહ, હેડ કોન્સ. ભરતસિંહ, મહેશભાઇ, શકિતસિંહ, સ્નેહભાઇ તથા કુલદીપસિંહ સહિત જીવરાજ પાર્કમાં શ્યામ બિલ્ડીંગ પાસે ખુલ્લા પટમાં દરોડો પાડી રૂ. ૩૫૦૦ની કિંમતના ૧૭૫ લીટર દેશી દારૂ સાથે બાબુ ઉર્ફે લાભુ જેસંગભાઇ મકવાણા (ઉ.વ.૫૯) અને પુત્ર અશ્વિન બાબુ ઉર્ફે લાભુ મકવાણા (ઉ.વ.૩૧)ને પકડી લઇ દેશી દારૂ, બે મોબાઇલ તથા રૂ. ૭૦૦૦ રોકડા મળી રૂ. ૧૧,૫૦૦ની મત્તા કબ્જે કરી હતી.

જ્યારે રૈયાધાર મફતીયાપરાની દિવાળી ઉર્ફે દેવુ બાબુ મકવાણાની શોધખોળ હાથ ધરી છે. બાબુ અગાઉ દારૂના ચાર ગુના અને તેનો પુત્ર અશ્વિન જુગાર, મારામારી સહિતના ચાર ગુનામાં પકડાઇ ચૂકયા છે.

(2:41 pm IST)