Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

શનિથી સોમવાર ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે ત્રિ-દિવસીય- ધ્યાનોત્સવનો ત્રિવેણી સંગમ

પર્યુષણપર્વ, શિક્ષક દિવસ, શ્રાવણ માસના સોમવારે

રાજકોટઃ આગામી શનિવારે જૈનોના પર્યુષણપર્વ નિમિતે - નમોઅરિહંતોળમ કિર્તન ધ્યાન તથા મહાવીરસ્વામી ઉપરનું પ્રવચન રવિવારે શિક્ષક દિવસ નિમિતે ઓશો સન્યાસી પ્રેમી શિક્ષકોનું બહુમાન તથા ઓશો સન્યાસી સ્વામી દેવરાહલ (મિસ્ત્રી નિતિનભાઇ) નું જીવંત શિક્ષકોની ખોજ પર વિશેષ પ્રવચન શ્રાવણ માસના પાંચમાં સોમવારે ભોલે શંકર તેરે દિદારકે દિવાને હમઃ શિવતાંડવ ધ્યાન ઁ કાર ધ્યાન થશે.

પર્યુષણપર્વ નિમિતે ઓશોના મહાવીરસ્વામી પરના પુસ્તકો મહાવીરવાણી ભાગ-૧ તથા ૨ મહાવીર મેરી દ્રષ્ટીમે જીન મહાવીર મા મહાવીરનારા તથા શિક્ષક દિવસ નિમિતે જીવન શિક્ષકોની ખોજ શિક્ષણ ઓશોની દ્રષ્ટીએ પર વિશેષ વળતર આપવામાં આવશે. આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે વેકસીન લીધેલ હોવી જરૂરી છે.

ઓશોના સુત્ર ઉત્સવ આમાર જાતિ આનંદ આમારગૌત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો  ધ્યાન શિબિરો ઓશો સાહિત્ય પ્રદર્શનો ઓશો સન્યાસ ઉત્સવો, ભજન કિર્તન, ગીત સંગીત વિવિધ સંપ્રદાયના ઉત્સવો મૃત્યુ ઉત્સવ વિશ્વદિવસ વગેરે રાજકોટમાં ૨૪ કલાક ધમધમતુ વિશ્વનું એકમાત્ર ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર પર નિયમીત છેલ્લા ૩૬ વર્ષથી અવારનવાર ઉત્સવ ઉજવવામાં આવે છે. જેનુ સંચાલન સ્વામી સત્યપ્રકાશ કરી રહયા છે. તા.૪ થી ૬ દરમિયાનના કાર્યક્રમનો સમય સાંજના  ૬:૩૦ થી ૮નો રહેશે. કાર્યક્રમમાં સહભાગી થનારે વેકસીન લીધેલ હોવી જરૂરી છે.

સ્થળઃ ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજની બાજુમાં ૪ વૈદ્યવાડી ડી'માર્ટની પાછળની શેરી રાજકોટ

વિશેષ માહિતી માટે સ્વામી સત્યપ્રકાશ મો.૯૪૨૭૨ ૫૪૨૭૬, નિતિનભાઇ મિસ્ત્રી મો.૯૯૨૪૨ ૩૪૦૯૬, સંજીવ રાઠોડ મો. ૯૮૨૪૮ ૮૬૦૭૦

(2:41 pm IST)