Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

સેન્ટ્રલ જેલમાંથી પેરોલ જંપ કરનાર કેદી દેવજી રાઠોડ ઝડપાયો

પેરોલ ફર્લો સ્કવોડે કેદીને કાલાવડ રોડ પરથી દબોચ્યો

રાજકોટ તા. ૩ : સેન્ટ્રલ જેલમાંથી વચગાળાના જામીન રજા પર છૂટયા બાદ ફરાર કેદીને પેરોલ ફર્લો સ્કવોડે કાલાવડ રોડ પરથી ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ વચગાળાના જામીન પરથી પેરોલ રજા તેમજ પોલીસ જાપ્તામાંથી ફરાર કેદી તથા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે સૂચના આપતા પેરોલ ફર્લો સ્કવોડના પી.એસ.આઇ. એમ.એસ.અંસારી તથા ઝાહીરભાઇ ખફીફ, ધમભા જાડેજા, હરપાલસિંહ, બાદલભાઇ, બકુલભાઇ, હેડ કોન્સ. ધિરેનભાઇ, કિશોરદાનભાઇ, મહંમદ અઝરૂદ્દીનભાઇ, યોગેન્દ્રસિંહ, યુવરાજસિંહ, સીરાજભાઇ, જયદેવભાઇ, તથા સોનાબેન, શાંતુબેન, ભુમિકાબેન તથા ચંદ્રકાંતભાઇ તથા આર.સી.ભટ્ટ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. જયદેવભાઇને મળેલી બાતમીના આધારે સેન્ટ્રલ જેલમાંથી વચગાળાના જામીન રજા પરથી ફરાર થયેલા દેવજી પીતાંબરભાઇ રાઠોડ (ઉ.વ.૬૦) (રહે. રૈયાધાર મફતીયાપરા શેરી નં. ૨૯)ને કાલાવડ રોડ, આત્મીય કોલેજ પાસેથી પકડી લીધો હતો.

(2:40 pm IST)