Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

ડુપ્લીકેટ માર્કશીટ - સર્ટીફીકેટના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ તા. ૩ : રાજકોટ શહેર એસ.ઓ.જી. પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એમ.એસ. અન્સારી નાઓએ જાતે ફરીયાદી બની ડુબ્લીકેટ માર્કસીટ તથા સર્ટીફીકેટો ઉતરપ્રદેશમાથી ડુબ્લીકેટ બનાવનાર, વેચનાર, મેળવનાર અને તેના આધારે આગળ અભ્યાસ શરૂ કરી દેનાર સહીતનાઓ વીરૂધ્ધ આપેલ ફરીયાદના આધારે ધરપકડ પામેલ આરોપીઓ પૈકી વાસુ પટોળીયાએ રાજકોટના સેસન્સ જજની કોર્ટમા કરેલ જામીન અરજી મંજુર કરતો હુકમ ફરમાવામાં આવેલ છે.

કેસની હકીકત જોઈએ તો એસ.ઓ.જી. ના પી.એસ.આઈ. એમ.એસ. અન્સારીએ તા. ૧૭/૦૫/૨૦૨૧ ના ક્રાઈમ બ્રાંચમા એ મતલબની ફરીયાદ નોંધાવેલ કે તેઓ તથા તેની ટીમને ખાનગી રાહે મળેલ બાતમી મુજબ ભાવીક ખત્રી નામનો માણસ ઉતરપ્રદેશ યુનીવર્સીટી તથા મહાત્મા ગાંધી કાસી વીધાપીઠ વારાણસીના ડુબ્લીકેટ માર્કસીટ બનાવી વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈ માર્કસીટ તથા સર્ટીફીકેટો આપી રહયો છે અને તેના આધારે સર્ટીફીકેટ મેળવનાર આગળ અભ્યાસ કરી રહેલ છે તેવી મળેલ બાતમી અનુસંધાને તપાસ કરી ભાવીક ખત્રીની ધરપકડ કરી તેની સાથે સંકળાયેલ આરોપીઓ રામસીંગ, હરેકૃષ્ણ ચાવડા, દીલીપ રામાણી, પ્રીતેશ ભેસદડીયા, વાસુ પટોડીયા, સુરેશ પાનસુરીયા, પ્રફલ ચોવટીયા, સુરેશ વસોયા નાઓ વીરૂધ્ધ રાજકોટ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમા ફરીયાદ આપી આરોપીઓની ધરપકડ કરવામા આવેલ.

જેથી ઉપરોકત આરોપીઓ પૈકી આરોપી વાસુ વીજયભાઈ પટોળીયાએ રાજકોટની સેસન્સ અદાલતમા એડવોકેટ સુરેશ ફળદુ મારફત જામીન અરજી કરી હતી.

કોર્ટે બંને પક્ષોની રજુઆતો ત.ક.અધીકારીના અભીપ્રાય તથા પોલીસ પેપર્સ વંચાણે લેતા અરજદારનો ઈન્વોલમેન્ટ છે કે નહી તે માટે ટ્રાયલ ચાલવાની બાકી હોય અરજદારને લાંબો સમય જયુડીસીયલ કસ્ટડીમાં તપાસના કામે રાખવો જરૂરી જણાતો ન હોય તેમ માની અદાલતે વાસુ પટોળીયાને જામીનપર મુકત કરતો હુકમ ફરમાવેલ છે.

ઉપરોકત કામમાં અરજદાર વાસુ પટોળીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા રોકાયેલ હતા.

(2:39 pm IST)