Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

નિરજ ચોપરા, મીરાબાઇ ચાનુના નામે રાજકોટમાં વૃક્ષારોપણ

ટોકયો ઓલિમ્પિકમાં મેડલ જીતનાર તમામ એથ્લેટસના નામના ગ્રીનસીટી દ્વારા વૃક્ષારોપણ

રાજકોટઃ હાલમાં ટોકયો ખાતે યોજાયેલ ઓલ્મિપીક ૨૦૨૦ સ્પર્ધામાં ભારત તરફથી રમતા ૬ રમતવિરો કે જેમણે મેડલ હાંસલ કર્યા છે. તેમના તથા ભારતીય હોકી ટીમ (પુરૂષોની)ના નામે ભારતના ૭૫માં સ્વાતંત્ર દિનના દિવસે ગ્રીન સીટી દ્વારા ભૂતપુર્વ સાંસદ શ્રી રાજુભાઇ રાણાના હસ્તે એરપોર્ટ રોડ પાસે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.

એથ્લેટીકસમાં નીરજ ચોપડા ગોલ્ડ મેડલ, વેઇટલીફટીંગમાં મીરાબાઇ ચાનુ સીલ્વર, રેસલીંગમાં રવિકુમાર સીલ્વર મેડલ, રેસલીંગમાં બજરંગ પુનીતા બ્રોન્ઝ મેડલ, બોક્ષીંગમાં લવલીના બોરગોહેઇન બ્રોન્ઝ મેડલ, બેડમીન્ટનમાં પી.વી. સિંધુ બ્રોન્ઝ મેડલ તથા ઇન્ડિયન મેન્સ હોકી ટીમ બ્રોન્ઝ મેડલ મેળવેલ.

આ તમામ ૭ના નામે ૭ વૃૃક્ષોનું વૃક્ષારોપણ ટ્રી-ગાર્ડ સાથે કરી તેઓએ સન્માનીત કરવામાં આવ્યા હતા. આ વૃક્ષારોપણ પ્રસંગે ગ્રીનસીટીના દેવેનભાઇ શેઠ તથા સમગ્ર ગ્રીનસીટીના સભ્યો હાજર રહયા હતા.

(2:39 pm IST)