Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

ડો. મગદાણી દંપતિ દ્વારા સૌરાષ્ટ્રના અદ્યતન ફીઝીયો હેલ્થ થેરાપી સેન્ટરનો રવિવારથી પ્રારંભ

રાજકોટના જાણીતા એડવોકેટ જીતેન્દ્રભાઇ મગદાણીના પુત્ર અને પુત્રવધૂ

રાજકોટ તા. ૩ : રાજકોટમાં શીવેચ્છા રીહેબીલીટેશન સેન્ટરની શરૂઆત. સૈારાષ્ટ્રનો સૈાથી અદ્યતન ફીઝીયો હેલ્થ – રીહેબીલીટેશન સેન્ટરની શરૂઆત. સૈારાષ્ટ્ર કચ્છમા કચ્છમાં સૈાપ્રથમ રોબોટીક લેસર થેરાપી રાપીની અદ્યતન સારવારની શરૂઆત થઇ રહી છે.

રાજકોટના જાણીતા એડવોકેટ અને પી.જી.વી.સી.એલ. ના એડવોકેટ શ્રી જીતેન્દ્ર એમ. મગદાણીના પુત્ર ડો. ચીરાગ જીતેન્દ્રભાઈ મગદાણી ત્થા પુત્રવધુ ડો. કૃતી ચીરાગ મગદાણી ત્થા તેની ટીમ દ્વારા અદ્યતન ફીઝીયોથેરાપી સેન્ટર એટલે કે શીવેચ્છા રીહેબીલીટેશન સેન્ટરનું તા. પ/૦૯/ર૦ર૧ ના રોજ રાજકોટના જાણીતા અને વીશાળ ૧પ૦ ફુટ રીંગ રોડ ઉપર આવેલ વેસ્ટ ગેઈટ બિલ્ડીંગમાં રવિવારથી રૈયા ચોકડી નજીક શરૂ થઇ રહી છે.

રાજકોટ ખાતે તેમજ સૈારાષ્ટ્ર કચ્છમાં સૈા પ્રથમ રોબોટીક લેસર થેરાપીની શરૂઆત તે ઉપરાંત મણકા ત્થા ગાદીની તકલીફો માટે અધતન ડી.ઓ.સી. મશીન દ્વારા સારવાર કરવામાં આવશે. અલ્ટ્રા મોર્ડન ઈલેકટ્રો થેરાપી ત્થા ખુબ જ વીશ્વશનીય અને હાઈ એનર્જી ઈલેકટ્રો મેગ્નેટીક શોકવેવ થેરાપી અને પગમાં લોહીની નસોની બીમારીઓ (વેરી કોઝ વેઈન) માટે અઘ્યતન ન્યુમેટ્રીક કમ્પ્રેશન થેરાપી તેમજ સ્પોર્ટસ ઈન્જરી, લીગામેન્ટ ઈન્જરી માટે અદ્યતન કાર્યો એર મશીન દ્વારા સારવાર અને મોર્ડન એકયુપંચર સારવાર તમામ જટીલ રોગો માટેની સારવાર થશે.

એડવાન્સ એકસરસાઈઝ પઘ્ધતી જેવી કે ન્યુરોપીલાઈટસ, પ્લાયોમેટ્રીકસ, એરોબીકસ વિગેરે ઉપરાંત એડવાન્સ મેન્યુલ મોબીલાઈઝેશન ત્થા કાયરોપ્રેકટીસ થેરાપી અને ઓપરેશન પછીની સ્ટીફનેશ દુર કરવા માટેની સારવાર પણ કરવામાં આવશે.

આ ઉપરાંત શીવેચ્છા રીહેબીલીટેશન સેન્ટરમાં સ્ટે્રચર લીફટની સુવીધા, વેલ કવોલીફાઈડ ફીઝીયોથેરાપી ટીમ ત્થા પેશન્ટને પીક અને ડ્રોપની સુવીધા સાથે આધુનીકમાં આધુનીક સારવાર શરૂ કરી વ્યકિતના જીવનમાં રોજ બરોજની લાઈફ સ્ટાઈલ ત્થા ખાણી પીણી અને સમયના મારા મારી વચ્ચે વધુમાં વધુ થતી બીમારીઓ જેવી કે કમરની ગાદી ખસી જવી, ફાટી જવી, નસ દબાવી, કમરનો દુખાવો, મણકાનો, ગાદીનો ધસારો, ગોંઠણની ગાદીનો ધસારો ગાદી ફાટી જવી, સાઈટીક (રાંઝણ), વા, ફરતો વા, સાંધાનો દુખાવો, પક્ષધાત લકવો (પેરાલીસીસ), મોંઢાનો લકવો, ફોલ્ડર સોઝન (ખંભાનો દુખાવો), રોર્ટટર કફ ઈન્જરી, કોણીનો દુખાવો (ટેનીસ એલ્બો, ગોલ્ફર્સ એલ્બો), પગની પેનીનો દુખાવો, કાંડાનો દુખાવો, પાર્કીન્સન ડીસીઝ, સાઈનસ, મ્રાઈગેન (માથાનો દુખાવો), ઓપરેશન પછીની ફીઝીયોથેરાપીની સારવાર, અલ્સર (ચાંદુ), ન રૂઝાતુ ધારૂ (ભાઠું) વિગેરે વિવિધ સારવારો એક જ જગ્યાએ આધુનીકમાં આધુનીક મશીનરી ત્થા ડીઝીટલ યુગ પ્રમાણે રાજકોટ ખાતે શરૂ થઈ રહેલ છે.

શીવેચ્છા રીહેબીલીટેશન સેન્ટરની નાના પાયેથી શરૂઆત કરી આજે વેસ્ટ ગેઈટ બિલ્ડીંગમાં વીશાળ જગ્યામાં સંપુર્ણ સજજ સેન્ટર શરૂ થઈ રહેલ છે.

મીત્ર વર્તુળ, ડોકટરો, પેશન્ટો, શુભેચ્છકો ત્થા સામાજીક લોકોની શુભેચ્છાથી અને શુભ આશીષથી શીવેચ્છા રીહેબીલીટેશન સેન્ટરની શરૂઆત રાજકોટ ખાતે તા. ૫ સપ્ટેમ્બર રવિવારથી શરૂ થઇ રહી છે.

ડો. ચીરાગ મગદાણીએ પોતાના અભ્યાસની કારર્કીદીની શરૂઆત રાજકોટથી શરૂ કરી કર્ણાટકમાં મેગ્લોર મુકામે એમ.ડી. એકયુપંચર ત્થા એમ.પી.ટી. ની ડીગ્રી હાંસલ કરેલ અને રાજકોટ ખાતે તેઓએ પોતાની કુનેહ ત્થા અભ્યાસમાં સમન્વય કરી વધુમાં વધુ લોકોને, સાધુ – સંતોને ત્થા જટીલમાં જટીલ રોગોમાં ફસાયેલા લોકોને સારા અને સાજા કરી આશીર્વચન મેળવેલ છે. જેના પરીણામ સ્વરૂપે આજરોજ શીવેચ્છા રીહેબીલીટેશન સેન્ટરનું મોટા ફલક ઉપર વિસ્તૃતીકરણ થયેલ છે ડો. ચીરાગ જીતેન્દ્ર મગદાણી તે ધારાશાસ્ત્રી જય જીતેન્દ્ર મગદાણીના મોટા ભાઈ થાય છે. શુભેચ્છકો અને હિત ચીંતકોનો ચારે તરફથી આશીર્વચન શુભેચ્છાનો ધોધ વરસાવેલ છે. ડો. ચિરાગ મગદાણીના મો. ૯૪૨૮૮ ૯૪૭૮૮ છે.

(2:38 pm IST)