Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

લાભાર્થીઓને સ્વમાનભેર વસ્તુઓ મળે, સંતોષ મેળવે એ જ અમારો હેતુ

કીટ વિતરણનો પ્રારંભ પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ પરિવારોને અર્પણ કરી કરાયોઃ સરકારી ગાઈડલાઈન અનુસાર કાર્યક્રમ યોજાયો : નરેન્દ્રભાઈ સોલંકી દ્વારા જનસેવા યજ્ઞમાં માનવ મહેરામણ ઉમટયું, ૧૫ હજાર પરિવારોએ મીઠાઈ- ફરસાણનો લાભ લીધોઃ વિજયભાઈ રૂપાણીએ પણ આ સેવાકાર્યને બિરદાવી અભિનંદન પાઠવ્યા : સમાજમાં અરસપરસ મદદ, પ્રેમ- ભાવના, ઉદારતા, સેવા અને સંગઠન અતિ આવશ્યક છે ત્યારે સાતમ- આઠમનું આ પર્વ શહેરીજનો રંગેચંગે માણી શકે તે માટે નજીવા દરમાં મીઠાઈ અને ફરસાણની આ કીટ વિતરણનું કાર્ય કરવા બદલ નરેન્દ્રભાઈ સોલંકીને અભિનંદનઃ કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી : સમાજમાં વ્યકિતની મોટી જવાબદારી સમાજ કલ્યાણ અને પરમાર્થ છે ત્યારે શ્રી આપાગીગા ઓટલા દ્વારા વર્ષોથી અવિરત જનસેવા યજ્ઞ ચાલુ છેઃ સાંસદ મોહનભાઈ કુંડારીયા : સમાજ સેવા એ ખરા અર્થમાં વિકાસનો સૂર્યોદય છે ત્યારે નરેન્દ્રબાપુ દ્વારા તહેવારોના અવસરે ૧૫ હજાર પરિવારોને મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરીને ખરા અર્થમાં સેવાની સુહાસ ફેલાવી છેઃ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ

રાજકોટઃ સુપ્રસિધ્ધ આપા્ગીગાના ઓટલા (ચોટીલા) તેમજ શ્રી જીવરાજ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરીત તથા ગુજરાત પ્રેદેશ ભાજપ અગ્રણી શ્રી નરેન્દ્રભાઇ સોલંકી (નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ) તેમજ શ્રી અશોકભાઈ નરેન્દ્રભાઇ સોલંકો સંચાલીત શ્રી જીવરાજગ્રુપ દ્વારા જનમાષ્ટમી પર્વ અંતર્ગત સમાજના લોકો માટે અત્યંત નજીવા દરે ડ્રાયફ્રુટવાળો મોહનથાળ તેમજ ગોપાલ નમકોનના ફરસાણનું માસ્ક, સોશ્યલ ડીસ્ટન્સ તેમજ સરકારશ્રીની ગાઇડલાઈનનું પાલન કરીને વિતરાણ કરાયેલ હતુ અને સીનીયર સીટીજન તેમજ શારીરીક તકલીફ ધરાવતા લોકો માટે અલાયદા કાઉન્ટરની વ્યવસ્થા રાખવામાં આવી હતી,  બે દિવસમાં આશરે ૧૫ હજાર પરીવારોએ લાભ લીધો હોવાનું એક અખબારી યાદીમાં જણાવાયું છે.

આ તકે સાંસદ મોહનભાઇ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, મેયર ડો.પ્રદિપ ડવ, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટે. ચેરમેન પુષ્કર પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા, શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડીત, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, કોર્પોરેટર રવજીભાઈ મકવાણા,  ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઈ ઠાકર, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી, શિક્ષણ સમીતી સદસ્ય કિશોરભાઈ પરમાર તથા રવીભાઇ ગોહેલ સહીતના  ઉપસ્થિત રહયા હતા.

 ઉલ્લેખનિય છે કે આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રભાઈ સોલંકો (નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ) દ્વારા શીવરાત્રી દરમ્યાન જુનાગઢના સુપ્રસિધ્ધ મેળામાં તેમજ સોમનાથ ખાતે શ્રાવણ માસ દરમ્યાન અન્નક્ષેત્ર ધમધમતા કરવામાં આવે છે, જેમાં ભાવિકોને સવારથી રાત સુધી ગરમા ગરમ ભોજનમાં ખીચડી-કઢી, બે શાક, રોટલા, રોટલી, મીઠાઈ તેમજ ફરસાણ આપી હજારો લોકોની જઠરાગ્નિ ઠારી 'જયાં અન્નનો ટુકડો ત્યાં હરી ઢુકડો'ઁના મંત્રને સમર્થ કરવામાં આવે છે તેમજ સાથો સાથ શ્રી નરેન્દ્રભાઈ સોલંકો (નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ) દ્વારા અન્ય સેવાકીય કાર્યો જેમ કે વિદ્યાર્થીઓને ચોપડા તેમજ નોટબુકનું વિનામુલ્યે વિતરણ તેમજ વડીલોને શ્રવણ યાત્રાના કાર્યક્રમોનું પાણ આયોજન કરવામાં આવે છે. ત્યારે કોરોનાની પરિસ્થિતીને ધ્યાનમાં લઇ સમગ્ર વર્ગના લોકોને તહેવારોની ઉજવણીમાં મુશ્કેલી ન થાય અને પરીવાર સહીત લોકો સાતમ-આઠમના પર્વને માણે તેને ધ્યાનમાં રાખીને શ્રી નરેન્દ્રભાઇ સોલંકી (નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ)દ્વારા ફરસાણ અને મીઠાઈ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ૧ કિલો ચોખ્ખા ઘીનો ડ્રાયફ્રુટવાળો મોહનથાળ, ૫૦૦ ભાવનગરી ગાંઠીયા, ૫૦૦ તીખા ગાંઠીયા, ૫૦૦ ચવાણુ જેવી ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતુ. તેમજ એન. ૯૫ નું એક માસ્ક અને સેનેટાઇઝરની એક બોટલનું અલગ-અલગ પેકીંગથી અઢી કિલો વસ્તુઓની કીટ બનાવી સાવ નજીવા દરે વિતરાણ કરવામાં આવેલ. લાભાર્થીઓને તેઓએ જણાવેલ કે ગુરૂદેવશ્રી જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુનો જીવન  ઉપદેશ છે.

આ  તકે નરેન્દ્રભાઈ સોલંકી (નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ) દ્વારા ચાલતા આ સેવાયજ્ઞને રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ શહેર ભાજપના અગેવાનોએ આ કામગીરીને બીરદા્વી શુભેચ્છા પાઠવી હતી. આ સેવાયજ્ઞના પ્રારંભે ઉપસ્થિત મહેમાનો સાંસદ મોહનભાઈ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ગુજરાત મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારા સભ્ય ગોવિંદભાઈ પટેલ, ધારા સભ્યશ્રી લાખાભાઇ સાગઠીયા, શહેરના મેયર ડો. પ્રદીપ ડવ, ડે મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા, શિક્ષણ સમીતીના ચેરમેન અતુલ પંડીત, કોર્પોરેટર રવજીભાઇ મકવાણા, રાજકોટ મહાનગર પાલીકા ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઈ ઠાકર, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ તેમજ નરેન્દ્રસિંહ ઠાકુર, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી, શિક્ષણ સમિતિ સદસ્ય કિશોરભાઇ પરમાર તથા રવીભાઇ ગોહેલ સહીતના હસ્તે દિપ પ્રાગટય કરાય ુહતુ અને ''આપાગીગાના જય ઘોષ''ના નારા સાથે આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

સૌ પ્રથમ પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ પરીવારોને આ કોટ વિતરણ કરવામાં આવ્યુ હતું આ કાર્યક્રમની વ્યવસ્થા અશોકભાઇ એન. સોલંકી તેમજ કડીયા સમાજના આશરે ૨૦૦ કાર્યકતાઓ તેમજ સમગ્ર સમાજના ભાઈઓ-બહેનો વગેરે કાર્યકર્તાઓ તેમજ સમગ્ર સમાજના આશરે ૨૦૦ કાર્યકર્તાઓ તેમજ સમગ્ર સમાજના ભાઇઓ-બહેનો દ્વારા કરવામાં આવેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

આ તકે કમલેશભાઈ મીરાણી અને ધનસુખભાઈ ભંડેરીએ જણાવેલ કે સમાજમાં અરસ પરસ મદદ, પ્રેમ- ભાવના, ઉદારતા, સેવા અને સંગઠન અતિ આવશ્યક છે ત્યારે સાતમ- આઠમનું આ પર્વ શહેરીજનો રંગે ચંગે માણી શકે છે માટે નજીવા દરમાં મીઠાઈ અને ફરસાણની આ કીટ વિતરણનું કાર્ય કરવા બદલે નરેન્દ્રબાપુને ખુબ ખુબ અભિનંદન પાઠવેલ હતા.

આ તકે સાંસદ મોહનભાઈ કુંડારીયાએ  જણાવેલ કે સમાજમાં વ્યકિતની મોટી જવાબદારી સમાજ કલ્યાણ અને પરમાર્થ છે. ત્યારે સુપ્રસિધ્ધ શ્રી આપાગીગાના ઓટલા દ્વારા વર્ષોથી અવિરત જનસેવા યજ્ઞ ચાલુ છે. ત્યારે જન્માષ્ટમી પર્વ નિમિતે સર્વે સમાજના લોકો માટે નરેન્દ્રબાપુ દ્વારા ડ્રાયફ્રૂટવાળો મોહનથાળ અને ફરસાણ વિતરણના કાર્યને બિરદાવી અભિનંદન પાઠવેલ હતા.

આ તકે ગોવિંદભાઈ પટેલ ધારાસભ્યએ જણાવેલ કે સમાજ સેવા એ ખરા અર્થમાં વિકાસનો સૂર્યોદય છે. ત્યારે નરેન્દ્રભાઈ સોલંકી (નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ) દ્વારા તહેવારોના અવસરે બે દિવસમાં આશરે ૧૫ હજાર પરિવારોને મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરીને ખરા અર્થમાં સેવાની સુવાસ ફેલાવાઈ છે તે બદલ શુભેચ્છા આપી હતા.

આ તકે મેયર ડો.પ્રદિપ ડવ અને ડે.મેયર ડો.દર્શીતાબેન શાહે જણાવેલ કે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને કૃષ્ણ જન્મોત્સવ પર્વનું અનેરૂ મહત્વ છે. ત્યારે લોકો કૃષ્ણ પરમાત્મા તેમજ દેવાધીદેવ મહાદેવ અને માં બહુચરાજીની ભકિત સાથે ઉત્સાહથી તહેવારો ઉજવી શકે તે માટે જન્માષ્ટમીએ શ્રી આપાગીગાના ઓટલો અને શ્રી નરેન્દ્રબાપુ શ્રી જીવરાજ ગ્રુપ દ્વારા જન આર્શીવાદથી યોજાયેલ આ સેવાકાર્ય બદલ નરેન્દ્રબાપુને ખુબ ખુબ અભિનંદન પાઠવેલ હતા.

આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન શ્રી ગુર્જર ક્ષત્રિય  કડીયા સમાજના કાર્યકતાઓ આગેવાનો, હોદેદારો તેમજ સમગ્ર સમાજમાંથી આવેલા બહેનો, ભાઈઓ વગેરે કાર્યકર્તાઓનો શ્રી અશોકભાઈ નરેન્દ્રભાઈ સોલંકી દ્વારા આભાર માનવામાં આવેલ હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(2:37 pm IST)