Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

રાજકોટ યાર્ડમાં નવી મગફળીની આવકો શરૂ

હળવદ પંથકમાંથી આજે પ૦૦ ગુણીની આવકો થઇઃ મગફળી લીલી હોવાના કારણે ભાવ ઓછા મળ્યા : ૧પ દિ' પછી આવકો વધશે

રાજકોટ, તા., ૩: રાજકોટ  માર્કેટ યાર્ડમાં આજે નવી મગફળીની આવકો શરૂ થઇ છે. હળવદ પંથકમાંથી નવી મગફળીની આવકોની શરૂઆત થઇ છે.

રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે નવી મગફળી ર૪ની પ૦૦ ગુણીની આવકો નોંધાઇ હતી અને એક મણના ભાવ ૧૦૦૦થી ૧૧૦૦ રૂ. રહયા હતા. મગફળીનું આગોતરૂ વાવેતર થયા બાદ ૧પ સપ્ટેમ્બર આસપાસ નવી મગફળીની આવકો શરૂ થાય છે. જો કે ચાલુ વર્ષે મગફળીના ભાવ ઉંચા હોય ખેડુતો લીલી મગફળી કાઢી વેચી રહયા છે.

હળવદ પંથકમાંથી આવેલ મગફળી લીલી હોય ભાવો ઓછા મળ્યાનું વેપારી સુત્રોએ જણાવ્યું હતું. ૧પ સપ્ટેમ્બર પછી નવી મગફળીની રેગ્યુલર આવકો શરૂ થશે. ચાલુ વર્ષે મગફળીના ભાવો વિક્રમજનક સપાટીએ પહોંચ્યા હોય આગોતરી મગફળી વાવનાર ખેડુતોને ફાયદો થાય તેવી વકી છે.

વરસાદ ખેંચાતા મગફળી સહીતના પાકો ઉપર જોખમ ઉભુ થયું હતું જો કે છેલ્લા બે-ત્રણ દિવસથી સૌરાષ્ટ્રમાં સારા વરસાદના કારણે મગફળી સહીતના પાકોનું ચિત્ર સુધર્યુ છે.

(1:00 pm IST)