Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

ડીપ્લોમાંથી ડીગ્રી ઇજનેરી કોર્ષમાં બીજા રાઉન્ડના અંતે ૩૬૫૮૭ બેઠકો ખાલીઃ સીટુડીમાં ૩ર હજાર બેઠકો ખાલી

સરકારી અને ખાનગી એન્જીનીયરીંગ કોલેજોમાં પ્રવેશ માટે છાત્રોની ઉદાસીનતા

રાજકોટ, તા., ૩: દર વર્ષની જેમ આ વર્ષે પણ ડ્રીગી ઇજનેરી કોર્ષમાં પ્રવેશ લેવામાં છાત્રોએ 'મો' ફેરવ્યું છે. ડીપ્લોમાંથી ડીગ્રી ઇજનેરી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે બીજો રાઉન્ડની ઓનલાઇન  પ્રવેશ કાર્યવાહી પુર્ણ થતા ૪૪૩૯૮ બેઠકોમાંથી ૩૬૫૮૭ બેઠકો ખાલી રહી છે.

ગુજરાત રાજયની સરકારી અને સ્વનિર્ભર કોલેજોની કુલ ૩૬પ૮૭ બેઠકો ખાલી છે. જેમાં સરકારી એન્જીનીયરીંગની ૧૦૧૯ બેઠકો અને સ્વનિર્ભર કોલેજોની ૩પપ૬૮ બેઠકો બાકી રહેતા હજુ એક અલગ પ્રવેશ કાર્યક્રમ જાહેર થયો છે.

ધો.૧૦ પાસ થયા બાદ  ડીપ્લોમાં એન્જીનીયરીંગ  પાસ કરનારા વિદ્યાર્થીઓને સીધા ડીગ્રી એન્જીનીયરીંગ કોર્ષના બીજા વર્ષમાં પ્રવેશ આપવામાં આવે છે. આ માટે ૧૦ ટકા બેઠક અનામત રાખવામાં આવે છે. ચાલુ વર્ષે ડીપ્લોમાંથી ડીગ્રી પ્રવેશ માટે ૪૪૩૯૮ બેઠકો ઉપર પ્રવેશ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

જયારે ધો.૧૦ બાદ આઇટીઆઇ અથવા અન્ય સર્ટીફીકેટ કોર્ષ કરનાર વિદ્યાર્થીઓને સીટુડીમાં ડીપ્લોમાં ઇજનેરીના બીજા વર્ષમાં પ્રવેશ આપવામાં આવે છે. જેમાં ૩૪૦૬૬ બેઠકો સામે મેરીટમાં ર૮૭૯ છાત્રોનો સમાવેશ થતા ૩ર હજારથી વધુ બેઠકો ખાલી પડી છે.

(12:59 pm IST)