Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ એમ. એમ. ઝાલા ક્રાઇમ બ્રાંચમાં મુકાયા

રાજકોટ તા. ૩: શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનમાં ડી. સ્ટાફમાં ફરજ બજાવતાં પીએસઆઇ એમ. એમ. ઝાલાની ક્રાઇમ બ્રાંચમાં નિમણુંક કરવામાં આવતાં સાથી અધિકારીઓ, કર્મચારીઓ તરફથી શુભેચ્છાઓ મળી રહી છે. અગાઉ પીએસઆઇ એમ. એમ. ઝાલાએ બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પણ ફરજ બજાવી છે. ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એસ. વી. સાખરાની અગાઉ બદલી થઇ ચુકી હોઇ તેની જગ્યા ખાલી હતી. પીએસઆઇ ઝાલાએ આજીડેમમાં ફરજ દરમિયાન અનેક નોંધપાત્ર કામગીરી કરી છે.

(12:57 pm IST)