Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

તપ, ત્યાગ, આરાધનાના મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણનો શુભારંભ

આત્મ નિરિક્ષણ કરાવનારા મહાપર્વને વધાવવાનો જૈન સમાજમાં અનેરો ઉલ્લાસ : દેરાવાસી જૈન સમાજમાં આજથી અને સ્થાનકવાસી જૈનોમાં આવતીકાલથી પર્યુષણ પર્વનો પ્રારંભઃ જિનાલયોમાં રોશનીનો શણગાર, સુશોભનઃ પરમાત્માને ભવ્ય આંગીઃ પૂ. ગુરૂભગવંતોના પ્રેરક પ્રવચનઃ સમગ્ર જૈન સમાજમાં ધર્મોલ્લાસ

આજથી જૈનોના પર્વાધીરાજ પર્યુષણનો મંગલ પ્રારંભ થયો છે. આત્મનિરીક્ષણ કરાવનાર મહાપર્વને વધાવવાનો જૈન સમાજમાં અનેરો ધર્મોલ્લાસ છે. શ્રાવકો તપ, ત્યાગ અને આરાધનામાં લીન થયા છે. દેરાસરો અને જિનાલયોમાં રોશની અને સુશોભન કરવામાં આવ્યા છે. પ્રભુજીને મનમોહક આંગી રચવામાં આવી છે. રાજકોટના ૧૯પ વર્ષ પ્રાચીન તીર્થ માંડવી ચોક દેરાસર ખાતે પ્રભુજીને સાચા હિરા તથા સોનાના ખોભરાની ભવ્ય અંગરચના કરવામાં આવી છે. સાથે જ પ્રભુજીની સેવા-પૂજાનો લાભ પણ ભાવિકોએ લીધો હતો. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૩ :.. તપ વડે મનશુધ્ધી તથા કાર્ય શુધ્ધીનું મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણનો દેરાવાસી જૈનોમાં આજથી પ્રારંભ થયો છે. સ્થાનકવાસી જૈન સમાજકાલથી જયારે દિગંબર જૈનો તા. ૧૦ થી મહાવિરમય બનશે. પર્વાધિરાજ પર્યુષણ પર્વ આત્મશુધ્ધીનું મહાપર્વ છે.

આઠ-આઠ દિવસ સુધી ઉપાશ્રયોમાં પૂ. ગુરૂ ભગવંતોના કલ્યાણકારી પ્રવચનો તથા ધાર્મિક અનુષ્ઠાનો કોરોના ગાઇડ લાઇન મુજબ યોજાશે. મહાપર્વના આઠ દિવસ જૈન સમાજમાં તપ અને ત્યાગનો મહિમા ગવાશે.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વની આરાધના જૈન સમાજ અનેરા ધર્મોલ્લાસ સાથે કરી આત્માને નિર્મળ બનાવવા પ્રયાસ કરશે. દેરાવાસી જૈનોમાં તા. ૭ ના રોજ કલ્પસૂત્ર વાંચન દરમિયાન ભગવાન મહાવિરના જન્મનું વાંચન થશે તથા પૂ. ગુરૂ ભગવંતોની નિક્ષામાં માતા ત્રિશલાદેવીને આવેલ ૧૪ સ્વપ્નાઓ અનેરા ધર્મોલ્લાસ સાથે ઉતારવામાં આવશે.

દરેક સ્વપ્નાની ઉછામણી-બોલી બોલવામાં આવે છે. વીર પ્રભુના પારણાની ઉછામણી બાદ લાભાર્થી પરિવારને આંગણે વાજતે-ગાજતે વીર પ્રભુનું પારણું લઇ જવાશે. તા. ૧૦ ના રોજ દેરાવાસી જૈનો તથા તા. ૧૧ ના રોજ સ્થાનકવાસી સમાજ સંવત્સરીની ક્ષમાપના યાચશે.

જિનાલયોને રોશની અને કમાન, તોરણથી સુશોભીત કરાયા છે. આજે પ્રથમ દિવસથી ધર્મભકિતનો માહોલ સર્જાયો છે. ધર્મ સ્થાનકોમાં રાઇસી પ્રતિક્રમણ, સ્નાત્ર પૂજન, પૂ. ગુરૂભગવંતોના પ્રવચન-વ્યાખ્યાન, દેરાસરોમાં પ્રભુજીને નયન રમ્ય અંગરચના કરવામાં આવશે. શ્રાવક-શ્રાવીકાઓ આઠેય દિવસ શીન વસ્ત્રો પહેરી ધર્માનુષ્ઠાનમાં ભાગ લેશે.

આજથી શરૂ થતા મહાપર્વ પર્યુષણમાં જૈન સમાજમાં નાની-મોટી તપર્શ્ચયા પણ ભાવિકો દ્વારા કરવામાં આવી રહી છે. પર્વાધિરાજના આગમનથી તપ, ત્યાગ, અને આરાધનાનો માહોલ સર્જાયો છે. જૈનો મહાવીરમય બન્યા છે.

મનહરપ્લોટ સંઘ

શ્રમણ સંધીય મંત્રી ગૌરક્ષાના પ્રખર હિમાયતી રાષ્ટ્રીયસંત પૂ.કમલમુનિજી મ.સા. 'કમલેશ', તપોમૂર્તિ પૂ.ઘનશ્યામમૂનિજી, આગમજ્ઞાતા પૂ.ગૌતમમુનિજી, તપસ્વી પૂ. અરિહંતમુનિજી, સેવાભાવી પૂ.કૌશલમુનિજી અને કવિરત્ન પૂ.અક્ષતમુનિજી ઠા.૦૬ના સુમંગલ સાંનિધ્યમાં વિશ્વમાં સર્વશ્રેષ્ઠ એવા જૈનધર્મના મહાન અને તપની તેજસ્વીતાથી ભરેલ એવા પર્વાધિરાજ પર્યૂષણ પર્વ શ્રાવણ વદ-૧૩ શનિવાર તા.૪ થી ભાદરવા સુદ-પ શનિવાર તા.૧૧ થી રી મનહરપ્લોટ સ્થા.જૈન સંઘ સંચાલિત સ્વ.સરયુબેન ચંદ્રકાંતભાઇ શેઠ- શેઠ પૌષધશાળાના પાવન અને પૂનિત પ્રાંગણે જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને તપની સાધના આરાધનાથી ઉજવવા માટે અનેરૂ અને અનોખું આયોજન કરવામાં આવેલ છે. રાષ્ટ્રીય ક્રાંતિકારી સંત પૂ. કમલમુનિ મ.સા.ની પ્રભાવશાળી નિશ્રામાં નિત્ય આઠ દિવસ સવારે ૯:૧૫ થી ૧૦:૩૦ વિવિધ વિષય ઉપર પ્રવચન ધારા અને બપોરના ૩:૩૦ થી ૪:૩૦ આગમજ્ઞાતા પૂ.ગૌતમમુનિજી મ.સા.ની પ્રેરણાથી નિતનવી ધાર્મિક સ્પર્ધાઓ જેમાં તા.૪ શનિવારના સવારે પ્રવચન 'જીવનના સચ્ચા સાથી' જયારે બપોરના 'હા' અથવા 'ના' સ્પર્ધા, તા.૫ રવિવારના પ્રશિક્ષણ વિના પ્રતિભા સંપન્ન નહીં અને ખાલી સ્થાન ભરો, તા.૬ સોમવારના જૈન સંસ્કૃતિ અને વિજ્ઞાન અને જોડી બનાવો સ્પર્ધા, તા.૭ મંગળવારના સંગઠન હી ધર્મ કા પ્રાણ અને ખૂલ જા સિમસિમ, તા.૮ બુધવાર મહાવીર જયંતિના મહાવીરની ક્રાંતિકારી અહિંસા અને બાલ્ટીમાં દડો નાંખવો, તા.૯ ગુરૂવારના કરૂણા વિના ધાર્મિકતા નહીં અને પાસીંગ પાસીંગ, તા.૧૦ શુક્રવારના સર્વપરિય ધર્મ સેવા- વૈયાવચ્ચ અને મેમરી ગેઇમ, તા.૧૧ શનિવાર સંવત્સરી મહાપર્વના દિવ્યદિને સવારે ક્ષમાનો અર્થ કાયરતા નહી અને બપોરના નવકાર મહામંત્રની સ્પર્ધા. સંવત્સરીના વ્યાખ્યાન બાદ ૧૦:૪૫ થી ૧૧:૪૫ સમૂહ આલોચના થશે.

પર્વાધિરાજ પર્યૂષણના આઠેય દિવસ સવારે ૭ થી અખંડ જાપ અને ૯:૧૫ થી ૧૧:૩૦ ત્રિરંગી સામાયિક સાથે કાયમી નવકાર મહામંત્રના જાપ.

ચાતુર્માસના ચાર માસ બહારગામથી પૂ. ગુરૂવર્યોના દર્શનાર્થે પધારતા શ્રધ્ધાવંત ગુરૂભકતો માટેની સાધાર્મિકનો અનેરો લાભ શ્રી રાજસ્થાન જૈન સંઘ રાજકોટ એ જયારે તપસ્વીઓના તપના પારણાનો લાભ ધર્મવત્સલા માતૃશ્રી શોભનાબેન મહેન્દ્રભાઇ દોશી બગસરાવળા હઃ યુવાદાતા શ્રી ભાવેશભાઇ - અવનીબેન તથા લબ્ધી દોશીએ લીધેલ છે. પર્યૂષણ પર્વના સાત દિવસ ચૌવિહાર હાઉસનો લાભ માંગરોળ નિવાસી હાલ મુંબઇ અંધેરી સ્થિત સુશ્રાવક શ્રી પ્રભુદાસ લીલાધર શેઠ હઃશ્રી અરૂણભાઇ શેઠ એ લીધેલ છે. ચાતુર્માસ દરમ્યાન થયેલ નવલખા જાપ આયંબિલ તપના પ્રખર હિમાયતી સ્વ.નટવરલાલ હરજીવનદાસ શેઠ વિસાવદરવાળાએ લાભ લીધેલ હતો.

પર્વાધિરાજ પર્યૂષણના પર્વના વધામણા કરવા સંઘરત્ન પ્રમુખ ડોલરભાઇ કોઠારીના સુચારૂ માર્ગદશન હેઠળ ચંદ્રકાન્તભાઇ શેઠ, પ્રવિણભાઇ અદાણી, બકુલભાઇ મહેતા, મનુભાઇ મહેતા, રાજસ્થાન જૈન સંઘ રાજકોટના ઉતમચંદ સંચેતી, સંપતલાલ મારવાડી, અને શ્રી સંઘના પ્રદિપભાઇ મહેતા, કિરણભાઇ રૂપાણી, ભુપતભાઇ શાહ, રજનીભાઇ મહેતા, જીતેન્દ્રભાઇ અજમેરા બંને મહિલા મંડળના શ્રીમતિ પ્રિતીબેન દફતરી, કલ્પનાબેન મહેતા, માલતીબેન શાહ, વર્ષાબેન મહેતા, અરૂણાબેન મહેતા, યુવા ગ્રૃપના રાજેન્દ્ર વોરા, તુષાર અદાણી, સમીર શાહ, સચીન સંઘવી, જયદત્ત સંઘાણી, જયેશ માટલીયા અને હિમાંશુ અજમેરા કાર્યરત થઇ ગયા છે.(પ-ર૧)

પર્યુષણ પર્વે ધીરજમુનિ મ.સ.પ્રેરિત

૧.૮ કરોડ નમો જિણાણં, જિય ભયાણં પદના જાપ

રાજકોટ, તા.૩: પર્વાધિરાજ પર્યુષણ પ્રસંગે કોરોના ભયથી મુકત બનવા પૂ.ધીરગુરૂદેવ પ્રેરિત 'નમો જિણાણં જિય ભયાણં' પદના ૧ કરોડ, ૮ લાખ સમૂહ જાપનું આયોજન કરાયું છે. ઘરઘરમાં ૧,૨,૫,૧૧ માળા કરી શકાશે. સમસ્ત જૈન સમાજના ભાવિકોને વિશ્વશાંતિ કાજે જોડાવા અનુરોધ છે.

જયારે બપોરે ૩:૩૦ થી ૪:૩૦ કલાકે ઇન્દ્રપ્રસ્થનગર ઉપાશ્રયે જ્ઞાનવર્ધક સ્પર્ધામાં તા.૪ના સાધુવંદનાની સંગાથે, તા.૫ના કુછ કમ કરો, કુછ બઢાવો, તા.૬ના ગરબડ ગેઇમ, તા.૭ના સૂર સંગીત, તા.૮ના લક બાય ચાન્સ, તા.૧૦ના સામાયિક પ્રશ્નમંચ યોજાશે.

સાંજે ૬:૪૫ કલાકે ભાઇ-બહેનો માટે પ્રતિક્રમણનું ઉપરના હોલમાં આયોજન કરાયું છે.

પૂ.ધીરગુરૂદેવ પ્રેરિત શ્રાવક જીવન ઉપયોગી ૧૧ જૈનાગમ તેમજ જૈન રામાયણ, મહાભારત, તત્વજ્ઞાન વગેરે સંબંધી પુસ્તકો તેમજ નવકાર, માંગલિક ફ્રેમ મળી શકશે.

શાસનપ્રગતિ માસિકનું લવાજમ ભરી શકાશે. વધુ વિગત માટે મો.૮૦૦૦૦૧ ૯૦૭૫નો સંપર્ક કરવો.

પૂ. રાજેશમુનિ મ.સા.ની નિશ્રામાં પર્યુષણ પર્વે

પાર્શ્વનાથ સ્થા. જૈન સંઘમાં ધાર્મિક અનુષ્ઠાનો

રાજકોટ તા. ૩ :.. ગોંડલ સંપ્રદાયના બહુશ્રુત આચાર્ય સ્વ. શ્રી જસાજી સ્વામીના પાટાનુપાટ સ્થવીર ગુરૂદેવ સ્વ. પૂજયશ્રી પ્રેમચંદજી મહારાજ સાહેબના શિધ્યરત્ન આગમ મર્ક દર્શક, અરિહંત ભગવાનની આજ્ઞા મુજબ વિચરતા ચારિત્ર મિષ્ઠ, અનંત ઉપકારી પરમ પૂજય ગુરૂભગવંત બા. બ્ર. શ્રી રાજેશમુનિજી મહારાજ પારેખ ત્થા પૂજયશ્રીના શિષ્યરત્નો બા. બ્ર. પરમપૂજયશ્રી રત્નેશમુનિજી મહારાજ સાહેબ, ત્થા બા. બ્ર. પરમપૂજયશ્રી તષ્વજ્ઞમુનિજી મહારાજ પારેખ આદિ  સંત મહાત્માઓ તેમજ પૂજય રાજગુરૂભવંતના આજ્ઞાનુવર્તી 'હિરલ ગુરણી' ભગવંતના પરિવારના સુદીર્ધ સંયમ સ્થવીરા સાધ્વી પ્રમુખ અનંત ઉપકારી પૂજય ગુરૂણી ભગવંત બા. બ્ર. પરમપૂજય પુષ્પાબાઇ મહાસતીજીના સુશિષ્યા પરમપૂજય શ્રી બા. બ્ર. ધર્મજ્ઞાજી મહાસતીજી, બા. બ્ર. પરમપૂજય શ્રી મિતાસાજી મહાસતીજી, બા. બ્ર. પરમપૂજય શ્રી સૌસ્યના મહાસતીજી ત્થા બા. બ્ર. પરમપૂજયશ્રી દેશનાજી મહાસતીજી આદિ ચાર મહાસતીજી ભગવંતો શહેરની મધ્યમાં 'તપોભૂમિ' પાર્શ્વનાથ સ્થા. જૈન સંઘમાં ચાતુર્માસનો લાભ આપી રહેલ છે.

પર્યુષણ પર્વ દરમ્યાન 'શ્રી સંઘે' નીચે મુજબના આયોજનો કરેલ છે.

સવારે પ-૩૦ રાઇમ પ્રતિક્રમણ

સવારે ૭-૦૦ થી ૮-૦૦ યુવા શિબિર

સવારે ૯-૦૦ થી ૧૧-૦૦ વ્યાખ્યાનવાણી

બપોરે ૩-૩૦ થી ૪-૩૦ વિવિધ સ્પર્ધાઓ

સાંજે ૭-૦૦ વાગ્યે દેવશીય પ્રતિક્રમણ

રાત્રે ૮-૩૦ વાગ્યેથી પુચ્છિંસ્સુણં, પ્રશ્નોતરી, ધર્મલાભ

પર્યુર્ષણના આઠેય દિવસ અને સવંત્સરી ના દિવસે વિશેષરૂપે સમુહ પૌષધનું આયોજન

ભાઇઓ માટે પ્રતિક્રમણ, સંવર, પૌષધની વ્યવસ્થા પાર્શ્વનાથમાં બહેનો માટે પ્રતિક્રમણ, સંવર, પૌષધની વ્યવસ્થા સોનલ બંગલામાં (પાર્શ્વનાથ બાજુમાં).

પર્યુષણ પર્વ દરમ્યાન પૂજય ગુરૂભવંતોની નિશ્રામાં વધારેમાં વધારે સાધના આરાધના અનુકુળતાપૂર્વક થઇ શકે તે માટે શ્રી સંઘની ઉત્કર્ષ સમિતિ ઘણી જહેમત ઉઠાવી રહેલ છે. ત્થા શ્રી સંઘના સહપ્રમુખશ્રી પરેશભાઇ પટેલ, મંત્રીશ્રી પરાગભાઇ કોઠારી, ખજાનચી શ્રી રાજેશભાઇ મહેતા, કાર્યકરોને માર્ગદર્શન, સહકાર આપી રહેલ છે. 

સ્થા. જૈન પ્રતિક્રમણ મંડળ દ્વારા પયુર્ષણમાં પ્રતિક્રમનું આયોજન

રાજકોટ તા. ૩ :..  આગામી પર્વાધીરાજ પયુર્ષણ મહાપર્વની તૈયારીનાં ભાગરૂપે શ્રી સ્થાનકવાસી જૈન પ્રતિક્રમણ મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાઇ-બહેનોને પ્રતિક્રમણ કરાવવા માટેની વ્યવસ્થા નીચે જણાવેલ સ્થળોએ રાખવામાં આવેલ છે, જેમાં ભાઇઓ માટે શ્રી વિરાણી પૌષધશાળા, જેન ભુવન, રોયલ પાર્ક, ઉપાશ્રય, ભકિતનગર ઉપાશ્રય, શેઠ ઉપાશ્રય, વિતરાગ-નેમીનાથ ઉપાશ્રય, ગીત ગુર્જરી ઉપાશ્રય, ગોંડલ રોડ વેસ્ટ ઉપાશ્રય, જૈન ચાલ-ગોંડલ રોડ, શ્રમજીવી ઉપાશ્રય, ઇન્દ્રપ્રસ્થ ઉપાશ્રય, નાલંદા ઉપાશ્રય, સદર ઉપાશ્રય, અજરામર ઉપાશ્રય, આનંદનગર ઉપાશ્રય, રામકૃષ્ણનગર ઉપાશ્રય, વૈશાલીનગર ઉપાશ્રય, જંકશન પ્લોટ, ઉપાશ્રય, ઉવશહગર ભવન, રૂષભદેવ ઉપાશ્રય રૈયા રોડ, પાર્શ્વનાથ (જનતા સોસાયટી) સંઘાણી સંઘ વેંચાવચ્ચ કેન્દ્ર, માલવીયાનગર, રેસકોર્સ પાર્ક-કોઠારી ઉપાશ્રય બ્લોક નં. ૭૩, ૭૪, ૭પ, પ્રવિણભાઇ મણીઆર, વિમલનાથ ઉપાશ્રય-સાધુ વાસવાણી રોડ ખાતે રાખેલ છે.

ઉપરાંત ભાઇ-બહેનો માટે ગોંડલ રોડ, વેસ્ટ અંબાજી કડવા પ્લોટ, નાલંદા ઉપાશ્રય, શેઠ ઉપાશ્રય ૧પ૦ ફુટ રીંગ રોડ, ઉવંશ્શગરહ સાધના ભવન માલવીયાનગર, મનહર પ્લોટ દોશી ઉપાશ્રય, આનંદનગર મોદી ઉપાશ્રય, જૈનચાલ ઉપાશ્રય-ગોંડલ રોડ, રેસકોર્સ પાર્ક જૈન ઉપાશ્રય, શ્રમજીવી ઉપાશ્રય-ર, ૮ શ્રમજીવી સોસાયટી, મનહર પ્લોટ શેઠ પૌષધશાળા ૧ર-૧પ મનહર પ્લોટ, સૌરભ-૧, ટાગોરનગર, દીનાબેન દોશી-ર તીરૂપતીનગર, ભાનુબેન ગોડા, આકાશવાણી પાસે, અરૂણાબેન ડેઢી, વિદ્યાનગર મેઇન રોડ, હરીશભાઇ દોશી, ન્યુ ગુલાબનગર, નવીનભાઇ અદાણી, સંજય એપાર્ટમેન્ટ સરકીટ હાઉસ પાસે, ભાવેશભાઇ લાખાણી ૪ વાણીયાવાડી, વિનોદભાઇ શાહ, જીતુભાઇ બેનાણી, પંચવટી મેઇન રોડ, મનહરભાઇ મહેતા, સોમનાથ સોસાયટી, નવીનભાઇ બાવીસી, ગુજરાત હાઉસીંગ બોર્ડ, વિશાલભાઇ ઉપેનભાઇ હપાણી, જનતા સોસાયટી, વસંતબેન શાહ, મીનાક્ષી એપાર્ટમેન્ટ, વોકહાર્ટ હોસ્પિટલ સામે, અનીલભાઇ બદાણી ૧૦૪-વ્રજ વિહાર, ક્રિસ્ટલ મોલ પાસે, સુકન્યા તીર્થધામ - ક્રિસ્ટલ મોલ પાસે, સરીતા વિહાર ઉપાશ્રય કાલાવડ રોડ, ઝારા નિકેતન, જયોતિબેન પારેખ અજય એપાર્ટમેન્ટ, મહાકાળી મંદિર રોડ, યાજ્ઞિક રોડ, નીશાબેન શાહ, ૧૦૦૪ રાજવૈભવ, પ્રદ્યુમન ગ્રીન સીટી, કાલાવડ રોડ, ઓમકાર ટાવર ૧-બી તીરૂપતીનગર, તારાબેન દોમડીયા અરિહંત, ૧૧ ગોકુલધામ, કૃષ્ણનગર મેઇન રોડ, ડો. સુનીલ કામદાર ૧ હરીપાર્ક, ગીતગુર્જર સોસાયટી, સીલ્વર હાઇટસ, નાના મવા ચોક, પ્રમીલાબેન ગાંધી, આરાધના ભવન, જનકલ્યાણ હોલ સામે, એસ્ટ્રોન ચોક, અશોકભાઇ અંબાવી ર૦૪ આરતી એપાર્ટમેન્ટ, કાશી વિશ્વનાથ પ્લોટ, રતીલાલ દોશી, જયદીપ-૯ પંચનાથ, પ્લોટ, ચાર્મીબેન બદાણી એ-ર૧ સુરજ એપાર્ટમેન્ટ, શ્રોફ રોડ, ગીરીશભાઇ અંબાવી ૧૩-એ અનુપમા સોસાયટી, અમીન માર્ગ, મૃદુલાબેન વીરાણી એ-૩૧ ચાણકય એપાર્ટમેન્ટ, શારદાબાગ સામે, હીતેનભાઇ કામદાર સી-૩૦૪, આદિત્ય હાઇટસ ગોપાલ ચોક, સાધુ વાસવાણી રોડ, મુકેશભાઇ દોમડીયા, ૭-કોટક શેરી, ભુપેન્દ્ર રોડ, સુધીરભાઇ બાટવીયા ડી-૧ર૦ર, સીલ્વર હાઇટસ નાના મવા ચોક ખાતે રાખવામાં આવેલ છે તો દરેક શ્રાવક - શ્રાવિકાઓએ તા. ૪-૯-ર૦ર૧ થી તા. ર૧-૯-ર૦ર૧ દરરોજ સાંજે ૭ કલાકેથી પ્રતિક્રમણનો અવશ્ય લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ છે.

ઉપરોકત વ્યવસ્થા અંગે અને વધુ માહીતી માટે (૧) રમેશભાઇ દોમડીયા ૯૯ર૪ર ૭૦૬ર૯ (ર) વિજયભાઇ વોરા ૯૯૦૪૦ ૮૬૦૪૦ (૩) મયુરભાઇ મહેતા ૯૪ર૬૯ ૦પપ૭૭ (૪) ભરતભાઇ કોઠારી  ૯૮ર૪૬ ૧૮પ૪૪ (પ) જયેશભાઇ મહેતા (૬) સેજલભાઇ કોઠારી ૯૮ર૪પ ૮૧પ૧૮ (૭) પ્રદીપભાઇ પારેખ (૮) સંજયભાઇ છડીયા (૯) ધર્માગ શાહનો સંપર્ક કરવા શ્રી સ્થાનકવાસી જૈન પ્રતિક્રમણ મંડળની યાદીમાં જણાવાયું છે. (પ-ર૦)

પૂ.ભવ્યમુનિજી તથા પૂ.હર્ષમુનિ મ.સા.ની નિશ્રા

ઋષભાનન સ્થા. જૈન સંઘમાં અનેક ધર્માનુષ્ઠાન

રાજકોટ,તા. ૩ : ગોંડલ સંપ્રદાયના બહુશ્રુત આચાર્ય સ્વ.શ્રી જસાજી સ્વામિના પાટાનુપાટ સ્થવિર ગુરૂદેવ સ્વ. પૂજ્યશ્રી પ્રેમચંદજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન આગમઅર્ક દર્શક, અનંત ઉપકારી, પરમશૂન્ય ગુરૂદેવ બા.બુ.શ્રી રાજેશમુનિજી મહારાજ સાહેબના સુશિષ્યો પરમપુજ્યશ્રી ભવ્યમુનિજી મહારાજ સાહેબ તથા પરમ શૂન્ય શ્રી હર્ષમુનિજી મહારાજ સાહેબના ચાતુર્માસનો લાભશ્રી ઋષભાનન સ્થા.જૈન સંઘ રાજકોટ (શ્રી ડુંગરગુરૂ શાસન સેવા ટ્રસ્ટ સંચાલીત)ને પ્રાપ્ત થયેલ છે.

ચારિત્રનિષ્ઠ, જ્ઞાની, શુધ્ધ સંયમ પાળનારા આ સંત મહાત્માઓની નિશ્રામાં શ્રી સંઘમાં ઉલ્લાસપૂર્વક ધર્મ આરાધના ત્યાંના શ્રાવક-શ્રાવિકાઓ કરી રહ્યા છે. ઋષભાનન સ્થા. જૈન સંઘ રાજકોટની ભાગોળે જામનગર રોડ પર આવેલ છે. આ એરીયામાં આવા શુધ્ધ સંયમી સંત-મહાત્માનો લાભ જૈન ભાઇઓ બહનોને મળવો ખૂબ મુશ્કેલ હોય છે. ગયા વર્ષે કોરોનાને કારણે આ લાભ પ્રત્યક્ષ જોઇે તેટલો લઇ શકાએલ નહીં.

શ્રી સંઘે પર્યુષણ પર્વ દરમ્યાન નીચે મુજબના આયોજન કરેલ છે.

* સવારે ૯:૧૫ થી ૧૦:૪૫ વ્યાખ્યાનવાણી

*સવારે ૧૧:૦૦ થી ૧૧:૩૦ વાંચણી

*બપોરે ૩:૩૦ થી ૪:૩૦ જ્ઞાનશિબિર

*સાંજે ૭:૦૦ વાગ્યે પ્રતિક્રમણ

*પ્રતિક્રમણ બાદ જ્ઞાન પ્રશ્નોતરી ધર્મલાભ

* પર્યુષણ પર્વના આઠેય દિવસ અને સંવત્સરીના દિવસે વિશેષરૂપે સમુહ પૌષધનું આયોજન

ભાઇઓ માટે પ્રતિક્રમણ, સંવર,પૌષધની વ્યવસ્થા પુજ્ય સંત મહાત્માઓની નિશ્રામાં

બહેનો માટે પ્રતિક્રમણ : સંવર, પૌષધની વ્યવસ્થા બાજુમાં પૌષધ શાળામાં

પર્યુષણ પર્વ દરમ્યાન પુજ્ય સંત-મહાત્માઓની નિશ્રામાં વધારેમાં વધારે સાધના આરાધના અનુકુળતાપૂર્વક થઇ શકે તે માટે શ્રી સંધવી ઉત્કર્ષ સાંમતના સભ્યશ્રીઓશ્રી નરોતભાઇ સંધવી, ધીરૂભાઇ દોશી, મહેશભાઇ મહેતા વિ. જહેમત ઉઠાવી રહ્યા છે. શ્રી વિકાસભાઇ (મારવાડી ગ્રુપ) તથા ડો.ભરતભાઇ સાથ આપી રહ્યા છે તથા સહપ્રમુખશ્રી પરેશભાઇ પટેલ તથા અન્ય હોદેદારો માર્ગદર્શન આપી રહ્યા છે.

ગુરૂણી ભગવંત પૂ. પુષ્પાબાઇ મ.સ.આ.ઠા.ના સાનિધ્યે

ઋષભદેવ સ્થા. જૈન સંઘમાં પર્યુષણમાં તપભીના આયોજન

રાજકોટ તા. ૩: ગોંડલ સંપ્રદાયના બહુશ્રુત આચાર્ય સ્વ. શ્રી જસાજી સ્વામિનારા પાટાનુપાટ સ્થવિર ગુરુદેવ સ્વ. પૂજયશ્રી પ્રેમચંદજી મહારાજ સાહેબના શિષ્યરત્ન આગમ અર્ક દર્શક, અનંત ઉપકારી પરમ પૂજય ગુરુભગવંત બ્રા.બ. શ્રી રાજેશમુનિજી મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તી 'હિરલ ગુગણી' પરિવારના સુદીર્ધ સંયમ સ્થવીરા સાધ્વીપ્રમુખા અનંત ઉપકારી ગુરુણી ભગવંત બા. બ્ર. શ્રી પુષ્પાબાઇ મહાસતીજી ત્થા પુજયશ્રીના સુશિષ્યા પરમપૂજય બા. બ્ર. કુસુમભાઇ મહાસતીજી, પરમપૂજય શ્રી મૈત્રીજી મહાસતીજી, પરમપૂજય બા. બ્ર. શ્રી કૃપાલીબાઇ મહાસતીજી ત્થા પરમ પૂજયશ્રી રશ્મીતાબાઇ મહાસતીજી આદિ પાંચ મહાસતીજી ભગવંતોની શુભ નિશ્રામાં શ્રી ઋષભદેવ સ્થા. જૈન સંઘને પ્રાપ્ત થયેલ છે.

આ માટે શ્રી સંઘે સવારે ૯-૧પ થી ૧૦-૩૦ વ્યાખ્યાન સવારે ૧૦-૩૦ થી ૧૧-૧પ વાંચણી. સાંજે ૭ વાગ્યાથી દેવસીય પ્રતિક્રમણ તેમજ બીજા ધાર્મિક અનુષ્ઠાનોનું આયોજન કરેલ છે.

આ ઉપરાંત પર્યુષણના આઠેય દિવસ અને સંવત્સરીના દિવસે વિશેષરૂપે સમુહ પૌષધનું આયોજન કરેલ છે.

બહેનો માટે પ્રતિક્રમણ સંવર પૌષધની વ્યવસ્થા પૂ. મહાસતીજી ભગવંતની નિશ્રામાં ભાઇઓ માટે પ્રતિક્રમણ, સંવર, પૌષધની વ્યવસ્થા આયંબીલ ભવન ઉપર રાખેલ છે.

પર્યુષણ પર્વ દરમ્યાન વધારેમાં વધારે સાધના આરાધના થાય તે માટે શ્રી સંઘના કાર્યકરો, બીપીનભાઇ પટેલ, કેતનભાઇ વોરા વિગેરે કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. પ્રમુખ શ્રી પરેશભાઇ પટેલ સેક્રેટરી શ્રી પરાગભાઇ કોઠારી તેઓને સાથ આપી રહ્યા છે. (૭.૩ર)

સાધના ભવન ખાતે ધર્મોલ્લાસ સાથે પર્યુષણ પર્વ ઉજવાશે

રાજકોટ, તા. ૩ : રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. પ્રેરિત શ્રી ઉવસગ્ગહરં સાધના ભવન (પારસધામ)ના  આંગણે પર્યુષણ મહાપર્વ નિમિત્તે તા. ૦૪ થી ૧૧ સુધી વિવિધ ધાર્મિક  આયોજનો કરવામાં આવેલ છે. આ અવસરે પ્રભુની વાણીની પ્રભાવના કરવાનાં ભાવ સાથે શાસન  પ્રભાવકો પરાગભાઈ શાહ, જીનીતભાઈ અજમેરા,  અલ્પનાદીદી મોદી, પીનલદીદી અજમેરા પધારી રહ્યા છે ત્યારે ધર્મપ્રેમી ગુરુભકતોને આપના  પરિવાર સાથે જોડાવા ભાવભર્યું આમંત્રણ છે.  

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ નિમિત્તે સવારે ૮:૧૫ થી ૮:૩૫ નમસ્કાર મહામંત્રની સમુહ જપ  સાધના, સવારે ૮:૩૫ થી ૯ વાગ્યા સુધી સાશન પ્રભાવકોનું પ્રવચન, સવારે ૯ કલાકેથી રાષ્ટ્રસંત  પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા.નું લાઈવ ટેલીકાસ્ટ દ્વારા મોટી સ્ક્રિન ઉપર પ્રવચન, બપોરે ૩.૩૦ થી  ૪.૩૦ આગમ ઉપર ઓપન બુક પ્રતિયોગીતા, સાંજે ૯ કલાકે બહેનો તથા ભાઈઓ માટે પ્રતિક્રમણ  અને રાત્રે ૮:૧૫ થી ૯:૩૦ કલાકે ગમ્મત સાથે જ્ઞાન અલગ અલગ પ્રયોગો સાથે પર્યુષણ મહાપર્વ ઉજવાશે.   

પ્રભુ મહાવીર જન્મોત્સવ નિમિત્તે તા. ૦૮ ના રોજ માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોની  ઉછામણી ભાવ અને ભકિત સાથે ઉજવવામાં આવશે. આ ઉપરાંત Rajkot's Got Talent અંતર્ગત  વિવિધ ક્રિએટીવ કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવેલ છે. એમ પ્રમુખ જીમીભાઈ શાહની યાદી  જણાવે છે.(૯.૧૩)

પર્વાધિરાજ પર્વ પર્યુષણ દિન-પ્રથમ

ખેડૂત બાર મહિનાની અંદર સોમાસાના ચાર મહિના ખેતી ક્ષેત્રમાં કામ કરી પોતાની વાર્ષિક ઉપજ મેળવી લે છે. તે  જ રીતે શાસ્ત્રકાર મહર્ષિઓએ માનવ જાતનાં ઉદ્ધાર માટે મનુષ્યે જે ધર્મક્રિયા કરવી જોઇએ તે બતાવી છે. ચોમાસાના ચાર મહિનામાં પર્વાધિરાજનાં આઠ દિવસોએ ધર્મની મોસમ છે, પર્યુષણ પુણ્ય કમાઇની સિઝન છે.

પર્યુષણ શબ્દ સંસ્કૃતિ ભાષાનો સંયુકત શબ્દ છે. તેમાં 'પરિ' એટલે ચારે બાજુ સારી રીતે 'ઉષણ' એટલે ધર્મ આરાધના અને આત્મશુધ્ધિ માટે એક સાથે રહેવું તે પર્યુષણ (પરિ+ઉષણ) કહેવાય છે. પર્યુષણ એટલે પાપ શુધ્ધિ માટે આવેલી ગંગામાં આપણે સ્નાન કરી આત્માને પવિત્ર, શુધ્ધ અનેકર્મરહિત બનાવીએ. ઘણા બધા લોકો આઠ ઉપવાસ કરે છે.આપણાથી આઠ ઉપવાસ ન થાય તો પર્યુષણના પ્રથમ દિવસે ઉપવાસ કરવો જોઇએ.

સર્વ પર્વોમાં આ શ્રેષ્ઠ પર્વ છે.તેથી આ પર્વાધિરાજ પર્યુષણ પર્વ કહેવાય છે. દરેક વર્ષે દરેક ઉપાશ્રયોમાં બિરાજમાન સાધુ-સાધ્વીજી ભગવંતો પર્યુષણ પર્વમાં પાંચ કર્તવ્યો વ્યાખ્યાનમાં સમજાવે છે. (૧) અમારિ પ્રર્વતન (ર) સાધર્મિક વાત્સલ્ય (૩) ક્ષમાપના (૪) અઠ્ઠમ તપ (પ) ચૈત્ય પરિપાટી.

અમારિ પરર્વતન.

કતલ માટે લાવેલા જીવોને છોડાવવા વગેરે મારી એટલે હિંસા પોતે કરવી, કરાવવી. અમારિ એટલે હિંસા કરવી નહિ કરાવવી નહિ. આપણી ચારે બાજુ પશુ-પક્ષીઓના દર્દના પોકાર હશે તો આપણે શાંતિથી આરાધના કેવી રીતે કરી શકશું કોઇ ધર્મ માનવ પ્રત્યે પ્રેમ શીખવાડે છે તો કોઇ માનવ-પશુ પ્રત્યે પ્રેમ શીખવાડે છે. જયારે જૈન ધર્મ તમામ જીવો પ્રત્યે પ્રેમ શીખવાડે છે. લીલોતરી ત્યાગ, રાત્રિ ભોજન ત્યાગ આઠ દિવસ કરવું જોઇએ. બ્રહ્મચર્યનું પાલન પણ આઠેય દિવસ કરવું જોઇએ.

ચંપા શ્રાવિકાના ૬ મહિનાનાં ઉપવસાથી પ્રભાવિત થઇ અકબર બાદશાહે હીરસુરીશ્વરજી મહારાજાનાં ઉપદેશથી  સંપૂર્ણ રાજયમાં ૧ર દિવસ અમારી ઘોષણ કરાવી હતી. તેની પરંપરામાં આજે રાજસ્થાનમાં પાલી શહેરમાં પર્યુષણમાં જૈનેતર સુખડીયાઓ પણ ૯ દિવસ મિઠાઇની ભઠ્ઠી ચાલુ રાખતા નથી.

સાધર્મિક વાત્સલ્ય

સમાન ધર્મવાળો સાધર્મિક કહેવાય તેના પર પ્રેમ અને વાત્સલ્ય રાખવું જીવન સ્વયં મર્યાદિત આરાધના કરી શકે પણ અનેક સાધર્મિક અનેક ધર્મની આરાધના કરી કે શાસ્ત્રમાં કહ્યું છે કે એક બાજુ તમામ આરાધના મુકો અને એક બાજુ સાધર્મિક ભકિત મૂકો તો પણ બંને પલ્લા સરખા થાય છે.

પુણીયો શ્રાવક અને તેની પત્ની એકાંતરા ઉપવાસ કરી સાધર્મિક ભકિત કરતા હતા. કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના ઉપદેશથી કુમારપાળ મહારાજા દર વર્ષે એક કરોડ સોનામહોર સસાધર્મિક માટે ખર્ચતા હતા. આભૂ સંઘવી શ્રાવકે ૩૬૦ સાધર્મિકોને પોતાના જેવા લખપતિ બનાવ્યા હતા. તુંગીયા નગરીના શ્રાવકો નવા આવનાર સાધર્મિકને ઘરદીઢ ૧ સોનામહોર અને ૧ ઇંટ આપતા. તેથી નવો આવનાર સાધર્મિક ત્યાં સ્થિર થઇ જતો.

ક્ષમાપના

ક્ષમાપનાએ પર્વાધિરાજનો અમુલ્ય અવસર છે. પહેલા કર્તવ્યમાં બીજાને બચાવવાના છે. ત્રીજા કર્તવ્યમાં જાતની બચાવવાની છે આજે આપણા જીવે સહંકારના કારણે બીજા જીવો પ્રત્યે ક્રોધ કર્યો છે તો તેની માફી માગવાની છે. જેથી વેરની પરંપરા આગળ ચાલે નહિ. મૃગાવતી ભગવાન મહાવીર, ખંધક ઋષિ, ગજસુકુમાલ વગેરેને યાદ કરી ત્રીજું કર્તવ્ય બજાવવું જોઇએ.

અઠ્ઠમ તપ

પર્યુષણ મહાપર્વમાં ઓછામાં ઓછું અઠ્ઠમ તપ કરવું જોઇએ એક સાથે ત્રણ ઉપવાસ ન થાય તો છુટા છુટા ત્રણ ઉપવાસ કરવા જોઇએ. નાગકેતુ બાલકે અઠ્ઠમ તપ કર્યો હતો. તેના જીવનમાં દૈવી ચમત્કાર થયો હતો. ધરણેન્દ્ર દેવે તેને મદદ કરી હતી. જેમ અગ્નિથી સોનુ શુધ્ધ બને છે. તેમ તપથી આત્મા શુધ્ધ બને છે.

ચૈત્ય પરીપાટી

આત્મદર્શન કરવા માટે શહેરમાં રહેલા બધા દેરાસરોમાં દર્શન વાજતે-ગાજતે કરવા જોઇએ, જેથી આત્મદર્શન થાય.આંગી વગેરેની રચના કરાવવી જોઇએ. આ માટે આપણે વજ્રસ્વામીને યાંદ કરીએ છીએ.

હિમાંશુ બી. દેસાઇ

મો.૯૪ર૯૩ ૧પ૩ર૦

 

(3:12 pm IST)