Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

જન્માષ્ટમીનો રંગ, વિવિધ જ્ઞાતિઓને સંગ : સમિતિમાં ૧૦ મહિલાઓ સહિત ૫૬ ઉપાધ્યક્ષો

ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા, માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા... :વલ્લભભાઇ દુધાત્રા, નરેન્દ્રસિંહ ઠાકુર, કિશોર રાઠોડ, દલસુખ જાગાણી, ચમન સિંધવ, રમેશ પરમાર, : હિમાંશુ પજવાણી, વિજય કારિયા, સુનિલ ટેકવાણી, આશિષ વાગડિયા, મહેશ ડોડિયા વગેરેનો સમાવેશ

રાજકોટ તા. ૩ : વિ.હિ.પ. પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો અને ખાસ કરીને શોભાયાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવે છે. હિન્દુ સમાજના આગેવાનો તથા તમામ જ્ઞાતિ, ધર્મ, પંથ આમ સમાજનો દરેકે દરેક વર્ગ આ મહોત્સવ સાથે જોડાય તેવા શુભ હેતુથી દર વર્ષે જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઉપાઘ્યક્ષોની જાહેરાત કરવામાં આવે છે. આ વરણીમાં સમાજમાં દરેક જ્ઞાતિને પ્રતિનિધિત્વ મળે અને સામાજીક સમરસ્તા સધાય તેવા શુભ હેતુથી આ નિમણુંક કરવામાં આવે છે. નિમણુંક પામેલા ઉપાઘ્યક્ષો પોતાના સમાજમાંથી મોટી સંખ્યામાં લોકોને જોડવાની પ્રેરણા પુરી પાડે, જરૃરી માર્ગદર્શન આપે તથા વિ.હિ.પ. સાથે એક સમન્વયના ભાગ રૃપે કાર્ય કરે અને એક સેતુરૃપી કામગીરી નિભાવે તેવો શુભ આશય છે. આ વખતે ૧૬ મહિલાઓ સહિત ૫૬ ઉપાધ્યક્ષો જાહેર કરવામાં આવ્યા છે.જેના ભાગ રૃપે જન્માષ્ટમી મહોત્સવ સમિતિ–ર૦રર ના ઉપાઘ્યક્ષોના નામ નીચે મુજબ છે. વલ્લભભાઈ દુધાત્રા, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, મહેશભાઈ ડોડીયા, બટુકભાઈ વાઘેલા, ચમનભાઈ પરમાર, પરેશભાઈ લીંબાસીયા, બ્રિજેશભાઈ નથવાણી, પરેશભાઈ રૃપારેલીયા, દિપકભાઈ ગમઢા, દલસુખભાઈ જાગાણી, રમેશભાઈ પરમાર, અશ્વિનભાઈ મોલીયા, આશીષભાઈ વાગડીયા, સુનિલભાઈ ટેકવાણી, રાજુભાઈ ઝુંઝા, જયેશભાઈ કારેઠા, અનિલભાઈ વણઝારા, લાલાભાઈ જોગરાણા, દિલીપભાઈ ગમારા, મંથનભાઈ ગોહેલ, દેવાંગભાઈ કુકાવા, અરવિંદભાઈ સોલંકી, હિમાંશુભાઈ પજવાણી (એડવોકેટ), પ્રવિણચંદ્ર વ્યાસ, ચંદ્રકાંતભાઈ આહુજા, સંજયભાઈ ગોસ્વામી, વિજયભાઈ મેથલીયા, સુરેશભાઈ કણસાગરા, વિજયભાઈ કારીયા, ચમનભાઈ સિંધવ, હરપાલસિંહ જાડેજા, રાજુભાઈ પીલય, અશોકભાઈ ગાંધી, વિનોદભાઈ લાઠીયા, અયુબભાઈ દોશી (જેડીએફ), કે. ડી. કારીયા, જીતુભાઈ દેસાઈ, રાજુભાઈ ઘેલાણી, કાંતાબેન કથીરીયા, નીલાબેન મલકાણ, આરતિબેન ઓઝા, જસ્મીનબેન પાઠક, ભાનુબેન બાબરીયા, જસુમતિબેન વસાણી, લીલાબા જાડેજા, નયનાબેન પેઢડીયા, નયનાબેન મકવાણા, નેહાબેન કનૈયા, લતાબેન ગોરસીયા, રીટાબેન રોકડ, નિતાબેન લુણાગરીયા, જયોતિબેન ટીલવા, જયોતિબેન ચંદારાણા, એકતાબેન રૃપારેલીયા વિગેરેની વરણી અને તેમના નામની જાહેરાત કરવામાં આવી છે. આ તમામ ઉપાઘ્યક્ષોના સહીયારા પ્રયાસો થકી જન્માષ્ટમી મહોત્સવને ચાર ચાંદ લાગે તેવા પ્રયાસો કરવામાં આવી રહયાં છે ઉપાઘ્યક્ષોની નિમણુંક થતા વિ.હિ.પ., બજરંગદળના કાર્યકરો તેમજ પરિવારજનોમાં હર્ષની લાગણી ફેલાઈ છે. આ વરણી બદલ ધર્માઘ્યક્ષ શ્રી નરેન્દ્રબાપુ તથા વિ.હિ.પ.ના માર્ગદર્શક મંડળના સર્વશ્રી નરેન્દ્રભાઈ દવે, માવજીભાઈ ડોડીયા, હસુભાઈ ભગદેવ, શાંતુભાઈ રૃપારેલીયા, હસુભાઈ ચંદારાણા, સમિતિના અઘ્યક્ષ ધર્મેશભાઈ પટેલ, યાત્રા સંયોજક રાજદિપસિંહ જાડેજા, સહસંયોજક તિર્થરાજસિંહ ગોહીલ, મનીષભાઈ બેચરા, મહામંત્રી નિતેશભાઈ કથીરીયા, સહમંત્રી રાહુલભાઈ જાની, સુશીલભાઈ પાંભર, કોષાઘ્યક્ષ વિનુભાઈ ટીલાવત, કાર્યાલય મંત્રી નાનજીભાઈ શાખ તથા સહમંત્રી જગદીશભાઈ અગ્રાવત વિગેરેએ આવકારેલ હોવાનું પ્રેસ મીડિયા ઇન્ચાર્જ પારસ શેઠ જણાવે છે.

(3:59 pm IST)