Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

સામાકાંઠના વિસ્તારોમાં નવા હોકર્સ : ઝોન બનાવો : દેવુબેન જાદવ

મનપાના પદાધિકારીઓને રજુઆત કરતા માર્કેટ સમિતિના ચેરમેન : પેડક રોડ પર વાજપાઇ ઓડીટોરીયમ સામે આધુનિક હોકર્સ બનાવવા માંગ

રાજકોટ, તા. ૩ : વોર્ડ નં.૬ના કોર્પોરેટર અને માર્કેટ સમિતિના ચેરમેન દેવુબેન જાદવ એક યાદીમાં જણાવે છે કે, શહેરના રેકડી રાખી ધંધો કરતા શેરી ફેરિયાઓને રોજગાર મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા જુદાજુદા વોર્ડમાં હોકર્સ ઝોન બનાવવામાં આવે છે. ઈસ્ટ ઝોન હેઠળના વોર્ડમાં નવા હોકર્સ ઝોન બનાવવા તેમજ વોર્ડ નં.૪ માં એટલ બિહારી વાજપાઈ ઓડીટોરીયમ સામે આવેલ જરૃરી સુવિધા સાથે આધુનિક હોકર્સ ઝોન બનાવવા મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને મ્યુની.કમિશનર  અમિત અરોરાને રજૂઆત કરવામાં આવેલ. 

અગાઉ ફેરિયાઓ રોડ પર કે ફૂટપાથ પર ઉભા રહી પોતાનો ધંધો કરતા જેને કારણે ટ્રાફિકની સમસ્યાઓ ઉભી થતી. મહાનગરપાલિકા દ્વારા ૧૦૦ જેટલા હોકર્સ ઝોન બનાવવામાં આવેલ છે. હોકર્સ ઝોન બનતા ટ્રાફિકની સમસ્યામાં પણ રાહત થયેલ છે. તેમ, યાદીના અંતમાં દેવબેને જણાવેલ.

(3:47 pm IST)