Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ઠેબચડા ગામ પાસે બાઇક સ્‍લીપ થતા ભાવેશભાઇ મોલીયાનું મોત

મિત્રની વાડીએ જતી વખતે બનાવ

રાજકોટ,તા. ૩ : મહિકા ગામથી ઠેબચડા ગામ તરફ જતા રોડ પર બાઇક સ્‍લીપ થતા મહિકા ગામના યુવાનનું મોત નિપજતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

મળતી વિગત મુજબ મહિલા ગામમાં રહેતા ભાવેશભાઇ છગનભાઇ મોલીયા (ઉવ.૩૨) ગઇ કાલે પોતાનું જીજે-૩જેઇ-૭૧૨૦ નંબરનું બાઇક લઇને મિત્રની વાડીએ જતા હતા. ત્‍યારે ઠેબચડા તરફ જતા રોડ પર અચાનક બાઇક સ્‍લીપ થતા ભાવેશભાઇ પડી જતા તેને માથા તથા શરીરે ઇજા થઇ હતી. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા.બાદ તેને ૧૦૮ મારફતે સારવાર માટે સિવિલ હોસ્‍પિટલે ખસેડાયા હતા. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજ્‍યુ હતું. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના એ.એસ.આઇ વી.બી.સુખાનંદી સહિતે સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

(11:42 am IST)