Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

સીપી કચેરી કમ્‍પાઉન્‍ડમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનું ઓચીંતુ ચેકીંગઃ નંબર વગરના વાહનો અંગે તપાસ કરી

રાજકોટઃ શહેર પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવએ ચાર્જ સંભાળતાની સાથે જ તમામ અધિકારીઓ, કર્મચારીઓને  વફાદારી અને નિષ્‍ઠાથી ફરજ બજાવવા સુચન કર્યુ હતું. દરેક પોલીસ કર્મચારીઓ પોતાના વાહનોમાં ફરજીયાત નંબર પ્‍લેટ રાખે તે માટે પણ તેમણે ટકોર કરી હતી. ગઇકાલે પોલીસ કમિશનર કચેરી કમ્‍પાઉન્‍ડમાં આવા વાહનો નજરે પડતાં દંડની કાર્યવાહી કરાવવામાં આવી હતી. આજે સવારે શ્રી ભાર્ગવ પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્‍યા હતાં ત્‍યારે ચેમ્‍બરમાં જતાં પહેલા ઓચીંતા કમ્‍પાઉન્‍ડમાં લટાર મારી હતી અને પાર્ક થયેલા તમામ વાહનો ચેક કર્યા હતાં. ગઇકાલથી જ નંબર વગરના પોલીસના વાહનો સામે પણ કાર્યવાહીનો આરંભ થઇ ગયો હોઇ આજે આવા એક પણ વાહન નજરે ચડયા નહોતાં. કમ્‍પાઉન્‍ડમાં મળી ગયેલા કચેરીના કર્મચારીઓ સાથે પણ તેમણે ચર્ચા કરી હતી. (ફોટોઃ અશોક બગથરીયા)

 

(3:20 pm IST)