Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

2 જૂનથી રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સૌરાષ્ટ્ર્ર પ્રિમિયર લિગ સીઝન–2 નો જામશે જંગ

કુલ પાંચ ટીમમાં હાલાર હીરો, ઝાલાવાડ રોયલ્સ, કચ્છ વોરિયર, ગોહિલવાડ ગ્લેન્ડિયેટર અને સોરઠ લાયન્સનો સમાવેશ: ફાઈનલ સહિત કુલ 11 મેચ રમાશે:કુલ 9 મેચ રાત્રી પ્રકાશમાં અને 2 મેચ દિવસનાં સમયે રમાશે

મુંબઈ :આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટ ચાલી રહી છે. જે 29 મેનાં રોજ ફાઈનલ રમાયા બાદ તે પુરી થશે. પરંતુ સૌરાષ્ટ્ર્રના ક્રિકેટરસીકો માટે બીજી જૂનથી ફરી વખત ક્રિકેટની સીઝન શરૂ થઈ રહી છે. સૌરાષ્ટ્ર્ર ક્રિકેટ એસોસિએશ દ્વારા સૌરાષ્ટ્ર્ર પ્રિમિયર લિગ સીઝન–2ની જાહેરાત કરવામાં આવી છે. આ ટૂર્નામેન્ટ બીજી જૂનથી 11મી જૂન સુધી ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાશે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ સિઝનમાં સોરઠ લાયન્સ ચેમ્પિયન બની હતી.

આ અંગે SCAનાં સેક્રેટરી હિમાંશુભાઇ શાહે જણાવ્યુ હતુ કે, 2019માં પ્રથમ સિઝન રમાઇ હતી અને ત્યાર બાદ હવે સિઝન–2ની જાહેરાત કરવામાં આવી છે.  સૌરાષ્ટ્ર્ર પ્રિમિયર લિગ સીઝન–2માં પાંચ ટીમ ભાગ લેવાની છે. જેમાં હાલાર હીરો, ઝાલાવાડ રોયલ્સ, કચ્છ વોરિયર, ગોહિલવાડ ગ્લેન્ડિયેટર અને સોરઠ લાયન્સનો સમાવેશ થાય છે. આ ટૂર્નામેન્ટમાં ફાઈનલ સહિત કુલ 11 મેચ રમાશે. જે પૈકીનાં કુલ 9 મેચ રાત્રી પ્રકાશમાં અને 2 મેચ દિવસનાં સમયે રમાશે

 

સૌરાષ્ટ્ર્ર પ્રિમિયર લિગ સીઝન–2નું સમયપત્રક

2 જૂન સોરઠ લાયન્સ-ઝાલાવડ રોયલ્સ

3 જૂન હાલાર હીરોઝ-કચ્છ વોરિયર્સ

4 જૂન ઝાલાવાડ રોયલ્સ-ગોહિલવાડ ગ્લેડિયેટર્સ

5 જૂન હાલાર હીરોઝ-ઝાલાવાડ રોયલ્સ

કચ્છ વોરિયર્સ-સોરઠ લાયન્સ

6 જૂન ગોહિલવાડ ગ્લેડિયેટર્સ-સોરઠ લાયન્સ

7 જૂન કચ્છ વોરિયર્સ-ઝાલાવાડ રોયલ્સ

8 જૂન ગોહિલવાડ ગ્લેડિયેટર્સ-કચ્છ વોરિયર્સ

સોરઠ લાયન્સ-ઝાલાવડ રોયલ્સ

10 જૂન ગોહિલવાડ ગ્લેડિયેટર્સ-હાલાર હીરોઝ

11 જૂન ફાઇનલ મેચ

   
 
   
(8:18 pm IST)