Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

શસ્ત્ર અને શાસ્ત્રનો સમન્‍વય એટલે ભગવાન પરશુરામજી

ભૂદેવોએ ઘરે પૂજન - અર્ચન અને મહાઆરતી - મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજી ભગવાન પરશુરામની ભકિતમાં લીન બની ધન્‍યતા અનુભવી : ડો.જૈમનભાઈ ઉપાધ્‍યાય, હરેશ જોષી, જયંત ઠાકર સહિતના બ્રહ્મ અગ્રણીઓએ શસ્ત્ર અને શાસ્ત્રનું પૂજન કર્યુ

રાજકોટ : શ્રી સૌરાષ્‍ટ્ર - કચ્‍છ સમસ્‍ત બ્રહ્મસમાજના પ્રવકતા જયંતભાઈ ઠાકર અને મીડીયા ઈન્‍ચાર્જ હરેશભાઈ જોષીની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયુ છે કે ભગવાન વિષ્‍ણુના છઠ્ઠા અવતાર અને આપણા આરાધ્‍ય દેવ ભગવાન શ્રી પરશુરામજીનો પ્રાગટય દિન એટલે કે ભગવાન પરશુરામજીનો જન્‍મોત્‍સવનું પાવન પર્વ છે અને બ્રહ્મતેજને વધુ બળવતર બનાવવાનો ગૌરવ દિવસ છે ત્‍યારે છેલ્લા ઘણા વર્ષોથી ભગવાન પરશુરામજીના જન્‍મોત્‍સવની પૂજન - અર્ચન અને મહાઆરતી સાથે ભવ્‍ય ઉજવણી કરવામાં આવે છે. તે અંતર્ગત આજે ભગવાન શ્રી પરશુરામજી જન્‍મોત્‍સવ અંતર્ગત ભૂદેવોએ જય પરશુરામના નાદ સાથે સૌરાષ્‍ટ્રભરમાં પરશુરામ જન્‍મોત્‍સવ ઉજવણીનો રંગેચંગ પ્રારંભ કર્યો હતો. ભૂદેવોએ ઘરે ષોડષોપચાર અને વૈદિક મંત્રોચ્‍ચાર સાથે પૂજન - અર્ચન મહાઆરતી અને મહાપ્રસાદના કાર્યક્રમો યોજી ભગવાન પરશુરામની ભકિતમાં લીન બની ધન્‍યતા - દિવ્‍યતા અનુભવી હતી.
આ તકે બ્રહ્મ અગ્રણીઓ પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્‍યાય, હરેશભાઈ જોષી, જયંતભાઈ ઠાકર સહિતના આગેવાનોએ શષા અને શાષાનું વેદોકત પૂજન કર્યુ હતું. આશાબેન ઉપાધ્‍યાય, હરેશભાઈ જોષી, જયંતભાઈ ઠાકરએ જણાવેલ કે શષા અને શાષાનો સમન્‍વય એટલે ભગવાન શ્રી પરશુરામજી ત્‍યારે પરશુરામ જન્‍મજયંતિની શુભેચ્‍છા પાઠવી હતી.

 

(4:52 pm IST)