Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

પુજીત ટ્રસ્‍ટ દ્વારા જ્ઞાન પ્રબોધિની પરીક્ષા

 તાજેતરમાં કરણપરામાં આવેલ ચાણકય સ્‍કુલ ખાતે પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્‍ટ દ્વારા બે દાયકાથી વધારે સમયથી ચલાવવામાં આવતા શૈક્ષણીક પ્રોજેકટ જ્ઞાન પ્રબોધિની માં પ્રવેશ મેળવવા ગણીત, વિજ્ઞાન, અંગ્રેજી અને સમાજવિદ્યા એમ ૪ વિષયોની પરીક્ષા લેવામાં આવેલ. આર્થિક રીતે નબળા પરંતુ ભણવામાં હોશિયાર એવા સરકારી તથા ખાનગી સ્‍કુલોના ધોરણ સાતના વિદ્યાર્થીઓ કે જેમણે છ માસિક પરીક્ષામાં ૮પ ટકા કે તેથી વધુ માર્કસ મેળવેલ હોય તેઓ આ પરીક્ષા આપવા માટે લાયક ગણાય. આવા ૩૮૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ હતી. પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહીત કરવા ગુજરાત રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી તથા ટ્રસ્‍ટના ચેરમેન વિજયભાઇ રૂપાણી, મેયર ડો. પ્રદીપભાઇ ડવ, કલેકટર અરૂણ મહેશ બાબુ, સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન અતુલભાઇ પંડિત, પૂર્વ ચેરમેન નરેન્‍દ્રસિંહ ઠાકુર, પ્રદેશ ભાજપ મહિલા અગ્રણી શ્રીમતી બીનાબેન આચાર્ય, મોદી સ્‍કુલના સંચાલક રશ્‍મિકાંતભઇા મોદી, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, ડો. જૈમનભાઇ ઉપાધ્‍યાય, ડો. અનિમેષભાઇ ધ્રુવ તથા શ્રીમતી ડો. ગૌરવીબેન ધ્રુવ, ઉલ્‍કાબેન બક્ષી વગેરે મહાનુભાવો તથા ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી શ્રીમતી અંજલીબેન રૂપાણી હાજર રહ્યા હતાં. આ પરીક્ષામાં બેસ્‍ટ માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓમાંથી આશરે ટોપ ર૦ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે. આ વિદ્યાર્થીઓને ધો. ૮ થી શહેરની શ્રેષ્‍ઠ શાળાઓમાં એડમિશન આપશે. ધો.૧ર સુધીનું તમામ શૈક્ષણીક ખર્ચ જેવો કે સ્‍કુલ ફી, પુસ્‍તકો માર્ગદર્શીકાઓ યુનિફોર્મ બુટ-મોજા, દફતર તથા સ્‍કુલે આવવા જવા માટે સાઇકલ પણ આપવામાં આવશે. આ વિદ્યાર્થીઓ માટે ગ્રૂપ ટયુશનની વ્‍યવસ્‍થા પણ ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવશે.આ પ્રવેશ પરીક્ષાને સફળ બનાવવામાં ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી અંજલીબેન રૂપાણી, મહેશભાઇ ભટ્ટ તથા ડો.મેહુલભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ જ્ઞાન પ્રબોધિની પ્રોજેકટ કમીટી મેમ્‍બર જયેશભાઇ ભટ્ટ, ગીતાબેન તન્‍ના, હસુભાઇ ગણાત્રા, કાર્યકર્તાઓ હરેશભાઇ ચાંચિયા, કિશોરભાઇ ગમારા, દિલીપભાઇ મીરાણી, કનુભાઇ હિંડોચા, મહેશભાઇ પરમાર, કેતનભાઇ મેસવાણી, જયસુખભાઇ ડાભી, રાજુભાઇ શેઠ, રમેશભાઇ જોટાંગિયા, પરેશભાઇ હુંબલ, કોમલબેન હુંબલ, વિશાળગીરી ગોસ્‍વામી, વહીવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટ, સીટી ચાઇલ્‍ડલાઇન કો-ઓર્ડીનેટર જયદીપભાઇ ગોહેલ, રેલ્‍વે ચાઇલ્‍ડ કોર્ડનેટર નિરાલીબેન રાઠોડ, કર્મચારીઓ શીતલબા ઝાલા, ધાનીબેન મકવાણા, પ્રીતીબેન મહેતા, પ્રેમભાઇ જોશી, વલ્લભભાઇ વરચંદ, અંજનાબેન રત્‍નોત્તર, મંજુલાબેન ભાલાળા, વર્ષાબેન મકવાણા, દેવજીભાઇ પરમાર, દિપકભાઇ જોષી, હરદિપસિંહ ઝાલા, ધોળકીયા છાયાબેન, અમિતાબેન નારિયાણી સરધારા પુજાબેન, લાઠીયા,ધ્રુવીબેન પૂર્વ વિદ્યાર્થીઓ સંગીતાબેન રાઠોડ, નેહાબેન રાઠોડ, દિનેશભાઇ ખમ્‍વાર, સોંદિરવા નીલમબેન તથા અન્‍ય વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી. આ પરીક્ષાનું પરીણામ આગામી તા. ૧૬ મે ર૦રર, સોમવારે સવારે ૧૧ થી ટ્રસ્‍ટના મુખ્‍ય ભવન ‘કિલ્લોલ' મયુરનગર-૧, રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ઝોન કચેરી સામે, ભાવનગર રોડ, ખાતે જોઇ શકાશે. તેમ ભાવેનભાઇ ભટ્ટની યાદીમાં જણાવાયું છે.

 

(4:49 pm IST)