Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

તિબ્‍બત સંઘ દ્વારા કાર્યક્રમો સંપન્ન

ભારત-તિબ્‍બત સંઘની યાદી મુજબ ભારત-તિબ્‍બત સંઘ દ્વારા ગુજરાત સ્‍થાપના દિવસ નિમીત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન પ્રદેશ મહિલા અધ્‍યક્ષ ડો. મૃણાલીનીબેન ઠાકર, ડો. રીનાબેન દવે, શ્રીમતી દિવ્‍યાબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ શાળા નં. ૬૬ ખાતે કરાયું હતું.  મહાનગરના મહામંત્રી રૂદ્વભાઇ ભટ્ટ, મહિલા વિભાગના મંત્રી શ્રીમતી શિલ્‍પાબેન કોટક, મહિલા વિભાગના ઉપાધ્‍યક્ષ લતાબેન ચૌહાણ, યુવા વિભાગના મંત્રી કુ. જહાન્‍વીબેન ચૌહાણ, કાર્યકર્તા વિનોદભાઇ ભટ્ટ ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે સંઘના અગ્રણીઓ તથા શાળાના આચાર્ય દ્વારા દિપ પ્રાગટય અને શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ભારત-તિબ્‍બત સંઘના અગ્રણીઓનું સ્‍વાગત કરાયું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્‍કૃતિક કાર્યક્રમ નૃત્‍ય રજુ કરાયું હતું. તેમજ રૂદ્વભાઇ ભટ્ટે પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું.  આ તકે ગુજરાત નકરાપૂર્તિ, નિબંધ લેખન, ચિત્ર સ્‍પર્ધા, વકતૃત્‍વ સ્‍પર્ધાનું આયોજન થયું હતું. શાળાના આચાર્ય શ્રીમતી નિલમબેન પરમાર, ઇન્‍ચાર્જ આચાર્ય શ્રીમતી શોફીયાબેન સુમા, દિપક વૈશ્‍નાણી, અનિલ ગુજરાતી, મુકેશ દાફડા, શ્રીમતી દિવ્‍યા પારીયા, શ્રીમતી મયુરીબેન વધેરાએ કાર્યક્રમની સફળતા માટે સહયોગ આપ્‍યો હતો. ભારત-તિબ્‍બત સંઘ દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્‍કાર અને પ્રમાણપત્રો અપાયા હતા અને જીલ્લા અધ્‍યક્ષ યોગીનભાઇ છનીયારા દ્વારા વિદ્યાર્થીઓને લીંબુ પાણીનું વિતરણ કરાયું હતું. લતાબેન ચૌહાણે આભારવિધી કરી હતી. ભારત-તિબ્‍બત સંઘના ગુજરાત પ્રાંત-અધ્‍યક્ષશ્રી ભાવેશભાઇ જોષી (બાપજી), ડો. વિજય પીઠડીયા, ડો. અર્જુન દવે, ડો. નિખીલ ભટ્ટ, ડો. જયસુભાઇ આર. મકવાણા, પી.ડી. ઠાકરએ શુભેચ્‍છા પાઠવી હતી. તેમ સહસંયોજક મિડીયા-આઇ.ટી.(ગુજરાત પ્રાંત), ભારત-તિબ્‍બત સંઘની યાદીમાં જણાવાયું છે. તે પ્રસંગની તસ્‍વીરી ઝલક.

 

(4:48 pm IST)