Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

બાલભવન દ્વારા રંગપૂર્ણી અને ચિત્ર સ્‍પર્ધા તેમજ ચેસ ટુર્નામેન્‍ટ

 બાલભવન દ્વારા દર શનિવારે અવનવા કાર્યક્રમો અને સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ઇન્‍ડીયન ઓઇલના સહયોગથી પેટ્રોલ - ડીઝલ વિષયક રંગપૂર્ણી અને ચિત્ર સ્‍પર્ધાનું આયોજન કરાયુ હતુ. ૨૦૦ જેટલા બાળસભ્‍યોએ ભાગ લીધો હતો. જયારે મહેશભાઇ ચૌહાણના માર્ગદર્શન હેઠળ નોક આઉટ ચેસ ટુર્નામેન્‍ટ યોજવામાં આવતા ૬૦ બાળકોએ ભાગ લીધો હતો. રંગપૂરણી - ચિત્ર સ્‍પર્ધામાં બન્ને ગ્રુપમાં અમિતભાઇ જોષી અને તૃપ્‍તિબેન ચૌહાણે નિર્ણાયક તરીકે સેવા આપેલ. જેમાં રંગપૂર્ણીમાં વીર સુરતી પ્રથમ, રૂદ્રી દવે દ્વીતીય, કલ્‍પ પંચમીયા તૃતિય, સાન્‍વી પ્રજાપતિ ચતુર્થ અને માન્‍યતાબા જાડેજા પાંચમા સ્‍થાને વિજેતા બનેલ. જયારે ચિત્ર સ્‍પર્ધામાં દેવાંશી જોષી પ્રથમ, પ્રાપ્‍તિ ભીમાણી દ્વીતીય, પ્રિયાંશુ કેશરીયા તૃતીય, નુપુર કામલીયા ચતુર્થ અને શ્રેયા ચાવડા પાંચમા ક્રમાંકે વિજેતા જાહેર થયા હતા. એજ રીતે ચેસ ટુર્નામેન્‍ટમાં અન્‍ડર-૧૧ માં દર્શ ત્રિવેદી પ્રથમ, આદી બાવીશી દ્વીતીય, રોશની બુસા તૃતીય તેમજ અન્‍ડર -૧૬ માંં નમન પારેખ પ્રથમ, વેદાંત ગણાત્રા દ્વીતીય, શ્રેયા આશર તૃતિય વિજેતા જાહેર થયેલ. આઇ.ઓ.સી. ના મંડલ પ્રમુખ માનદ્દમંત્રી મનસુખભાઇ જોષીના હસ્‍તે વિજેતા બાળકોને ઇનામ અને તમામ સ્‍પર્ધકોને સર્ટીફીકેટ અપાયા હતા. ટ્રસ્‍ટી ડો. અલ્‍પનાબેન ત્રિવેદી (હેલીબેન) દ્વારા તમામ બાળકોને શુભેચ્‍છા પાઠવવામાં આવી હતી. બાલભવનના ઓફીસ સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ કિરીટભાઇ વ્‍યાસના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમનું સંચાલન ધર્મેન્‍દ્ર પંડયાએ કર્યુ હતુ.

 

(4:48 pm IST)