Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

લક્ષ્મીનગર ખાતે અંડરબ્રીજ તો બન્‍યો પરંતુ પટેલ ઓઇલ મીલવાળા રસ્‍તે ટ્રાફિક જામનું શું ? ભકિતનગર રેલવે સ્‍ટેશનના ગેટ સુધી રોડ લંબાવવો જરૂરી

રાજકોટ મ્‍યુ. કોર્પોરેશન અને રેલવે સત્તાધીશોએ લક્ષ્મીનગર અંડરબ્રીજ બનાવી લોકોની પરેશાની હળવી કરી છે પરંતુ તે પછી જરૂરી કામકાજ હજુ સુધી શરૂ નહિ કરતા રોજેરોજ ટ્રાફિકજામની સમસ્‍યા ઉભી થઇ રહી છે જેના કારણે રોજના હજારો વાહનચાલકો મુશ્‍કેલીનો સામનો કરી રહ્યા છે. લક્ષ્મીનગર અંડરબ્રીજ ચાલુ થયા પછી પટેલ ઓઇલ મીલ કે અતુલ મોટર્સની પાછળના રસ્‍તે રોજેરોજ ટ્રાફિકજામના દ્રશ્‍યો જોવા મળી રહ્યા છે. ભકિતનગર રેલવે સ્‍ટેશનના ગેઇટ સુધી રોડ લંબાવાયો નથી જેના કારણે ટાગોર રોડ તેમજ આડા રોડ ઉપર ટ્રાફિકજામ જોવા મળે છે. વાહનો ચાલી શકતા નથી. જાગૃત નાગરિકોએ માંગણી કરી છે કે, સત્તાધીશોએ વ્‍હેલી તકે રોડનું કામકાજ ચાલુ કરવું જોઇએ. કે જેથી આ રસ્‍તે ચાલવામાં મુશ્‍કેલી ઉભી ન થાય. જાગૃત નાગરિકોએ જણાવ્‍યું છે કે, રાજકોટ મ્‍યુ. કોર્પોરેશનએ ચોમાસા પહેલા જ આ રોડનું નિર્માણ આગળ ધપાવવું જોઇએ અને વાહનચાલકોને રાહત આપવી જોઇએ. આ રોડ ઉપર પીક અવર્સમાં જબરો ટ્રાફિકજામ રહે છે. સત્તાધીશોએ વાહન ચાલકોની યાતના ધ્‍યાને લઇ વ્‍હેલી તકે ઘટતું કરવું જોઇએ.

 

(4:46 pm IST)