Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

ભારતમાં તથા વિદેશમાં શિક્ષણ અને સંશોધન માટે સ્‍કોલરશીપ આવી ગઇ

પી.એચ.ડી.કરતા વિદ્યાર્થીઓ કે પછી યુ.એસ.અને યુ.કે.માં ગ્રેજયુએશન અથવા તો રીસર્ચ કરતા ઉમેદવારો માટે શિષ્‍યવૃતિ ઉપલબ્‍ધ : બીઇ./બી.ટેક./એમ.ઇ./એમ.ટેક/એમ.એસ./એમ.એસ.(આર) થયેલા વિદ્યાર્થીઓ માટે IIT જમ્‍મુ ખાતે ઇન્‍ટર્નશીપ કરવાની તક

રાજકોટ તા.૩ : માહિતી, ટેકનોલોજી અને કોમ્‍પીટીશનના આજના ફાસ્‍ટ ફોરવર્ડ યુગમાં શિક્ષણનું મહત્‍વ સતત વધતું જાય છે. ભારતમાં તથા વિદેશમાં શિક્ષણ મેળવીને કે પછી ઉપયોગી સંશોધન કરીને માન-પ્રતિષ્‍ઠા મેળવવાની સાથે સાથે સમાજને પણ ઉપયોગી થઇ શકાય છ.ે હાલમાં શિક્ષણ તથા સંશોધન માટે સ્‍કોલરશીપ ઉપલબ્‍ધ છે જેની ઉપર એક નજર કરીએ તો

જ્જ ICAI ડોકટરલ સ્‍કોલરશીપ સ્‍કીમ ર૦રર અંતર્ગત પી.એચ.ડી.કરતા વિદ્યાર્થીઓ માટે ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટસ ઓફ ઇન્‍ડિયા દ્વારા સ્‍કોલરશીપ આપવામાં આવી રહી છે પસંદ થનાર ઉમેદવારોને માસિક પ૦ હજાર રૂપિયા તથા દર વર્ષે આકસ્‍મિક અનુદાન પેટે પ૦ હજાર રૂપિયા મળવાપાત્ર થશે. તારીખ ૩૧/૭/ર૦રર સુધીમાં માત્ર ઇ-મેઇલ દ્વારા અરજી કરી શકાય છે.

-અરજી કરવા માટેની પાત્રતા

જે ઉમેદવારો ICAI  ના સભ્‍ય હોય અને અરજીની છેલ્લી તારીખના દિવસે ૪૦ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા હોય, ઉપરાંત યુનિવર્સિટી અથવા તો કોલેજ/ઇન્‍સ્‍ટીટયુશનમાં ફુલ ટાઇમ કોર્ષના વિદ્યાર્થી હોય તેઓ અરજી પાત્ર છે.

-અરજી કરવા સંદર્ભેની લીંક

www.b4s.in/akila/CAS6

જ્જ ITI જમ્‍મુ ઇન્‍ટર્નશીપ પ્રોગ્રામ (એકસેલીરેટ સાયન્‍સ-વિજ્ઞાન) ર૦રર અંતર્ગત એકસેલીરેટ વિજ્ઞાન, SERB દ્વારા સ્‍વિકારવામાં આવેલ.

‘સોલાર થર્મલ એનર્જી કન્‍વર્ઝન' શીર્ષક હેઠળના વૃતિકા કાર્યક્રમ અંતર્ગત કામ કરવા માટે IIT જન્‍મુ દ્વારા ઇન્‍ટર્નશીપની તક આપવામાં આવી છે પસંદ થનાર ઉમેદવારોને વેરીએબલ એવોર્ડસ મળવાપાત્ર થશે. આ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૦/પ/ર૦રર છ.ે

-અરજી કરવા માટે પાત્રતા

જે ઉમેદવારો માન્‍યતા પ્રાપ્‍ત ટેકિનકલ યુનિવર્સિટી/ઇન્‍સ્‍ટીટયુટમાંથી ફુલ ટાઇમ કોર્ષ કરી રહ્યા છ.ે અને ઓછામાં ઓછા ૧૦ માંથી ૭ સીજીપીએ અથવા ૭૦ ટકા સાથે મિકેનિકલ/એનર્જી/ અથવા તો તેની સમક્‍ક્ષ સ્‍ટ્રીટમાં બી.ઇ./બી.ટેક./એમ.ઇ./એમ.ટેક/એમ.એસ/એમ.એસ.(આર) થયેલા હોય તેઓ અરજીપાત્ર છે.

- અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/IJA7

ઞ્જ ઓકસફર્ડ એન્‍ડ કેમ્‍બ્રીજ સોસાયટી ઓફ ઇન્‍ડિયા સ્‍કોલરશીપ (OCSI) યુ.કે. ર૦રર અંતર્ગત યુ.એસ.(અમેરીકા) અને યુ.કે. (બ્રિટન-લંડન)માં અંડર ગ્રેજયુએટ/સેકન્‍ડ અંડર ગ્રેજયુએટ/ગ્રેજયુએટ તથા રીસર્ચનુ શિક્ષણ લેવાના હેતુથી ભારતીય વિદ્યાર્થીઓ માટે એક પહલ કરવામાં આવી છે.પસંદ થનાર ઉમેદવારોને ર લાખ રૂપિયા સુધીનો લાભ મળવાપાત્ર થશે. તારીખ ૧પ/પ/ર૦રર સુધીમાં માત્ર ઇ-મેઇલ દ્વારા અરજી કરી શકાય છ.ે

-અરજી કરવા માટેની પાત્રતા

જે ઉમેદવારોની ઉંમર ૧ સપ્‍ટેમ્‍બર, ર૦રરના રોજ ૩૦ વર્ષથી ઓછી હોય અને આ સ્‍કીમ માટેની તમામ શૈક્ષણીક લાયકાતો ધરાવતા હોય તેઓ અરજીપાત્ર છે ઉપરાંત અરજી કરનાર ઉમેદવારોને યુનિવર્સિટીની નિયમિત -સામાન્‍ય શૈક્ષણીક પ્રક્રિયાઓના માધ્‍યમ દ્વારા કેમ્‍બ્રીજ યુનિવર્સિટી અથવા તો ઓકસફર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્‍યો હોવો જરૂરી છ.ે

-અરજી કરવા માટેની લીંક (ઇ-મેઇલ દ્વારા)

www.b4s.in/akila/OCS7

ઉચ્‍ચ શિક્ષણ સાથે ઉજજવળ ભવિષ્‍ય બનાવવા માટે હાલમાં ઉપયોગી સ્‍કોલરશીપ મળી રહી છે ત્‍યારે યોગ્‍ય લાયકાત, આત્‍મવિશ્વાસ સ્‍વપ્રયત્‍ન હકારાત્‍મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છુટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રદ્ધા રાખીને જલ્‍દીથી અરજી કરી દો. સાચી નિતીથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે સૌને ઓલ ધ બેસ્‍ટ.

(4:42 pm IST)