Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

આવતીકાલે ગણેશ ચતુર્થીના દિવસે મહાઆરતી-લાડુ સ્‍પર્ધાનું આયોજન

સ્‍વરાજ ફાઉન્‍ડેશન રાઇઝીંગ ગૃપ દ્વારા

રાજકોટ, તા., ૩: કોરોના મહામારી બાદ રાજકોટમાં પ્રથમ વખત શ્રી ગણેશ ચોથના શુભ દિવસે સ્‍વરાજ ફાઉન્‍ડેશન સંચાલીત રાઇઝીંગ ઇન્‍ડીયા ગ્રુપ, યશ ફ્રેન્‍ડસ કલબ તથા ડિવાઇન ફાઉન્‍ડેશનના સંયુકત ઉપક્રમે તા.૪-પ-ર૦રર બુધવારના રોજ સમય સાંજે ૬.૩૦ થી ૮ કલાકે ધારેશ્વર મંદિર ભકિતનગર સર્કલ રાજકોટ ખાતે ગણેશજીને પ્રિય લાડુ (મોદક) સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.આ સ્‍પર્ધામાં ભાગ લેવા ઇચ્‍છુક સ્‍પર્ધકો માટે રજીસ્‍ટ્રેશન માટેનું સ્‍થળ શ્રી અરીહંત શરાફી સહકારી મંડલી લી. ઓફીસ નં. ર૦૪ ગુંદાવાડી હોસ્‍પીટલ પાસે કેનાલ રોડ પર રાખવામાં આવેલ છે. સૌ પ્રથમ આમંત્રીત મહેમાનો દ્વારા ગણેશજીની મહાઆરતી કરવામાં આવશે. ત્‍યાર બાદ  સ્‍પર્ધા આરંભ કરવામાં આવશે. સ્‍પર્ધામાં સ્‍પેશીયલ ચોખ્‍ખા ઘીના ચુરમાના લાડુ તેમજ સાથે દાળ રહેશે. સદરહું સ્‍પર્ધામાં ભાગ લેનારને ભેટ આપવામાં આવશે તેમજ પ્રથમ ૧ થી ૧૦ વિજેતાઓને અલગ અલગ રીતે રોકડ તેમજ અન્‍ય ગીફટથી સન્‍માનીત કરવામાં આવશે સાથે બહેનો દ્વારા પણ બહોળી સંખ્‍યામાં ભાગ લેવામાં આવી રહયો છે. આ સંપુર્ણ આયોજનમાં હર્ષિલભાઇ શાહ, માણસુરભાઇ વાળા, અશ્વીનભાઇ પુજારા, પીયુશભાઇ ભટ્ટી, નિકુંજભાઇ પીઠવા, રોનાકભાઇ મોદી, રવીભાઇ સુરાણી, જીતુભાઇ પંડયા, યશભાઇ વાળા, વિપુલભાઇ દેવમુરારી, લલીતભાઇ પાલા, ડેનીશભાઇ બોચીચા, જયદીપભાઇ વાંક, દેવાંગભાઇ ત્રિવેદી, નિકુંજભાઇ પીઠવા, રોનાકભાઇ મોદી વગેરે જહેમત ઉઠાવી રહયા છે. વધુ માહીતી માટે ૯૬ર૪૮  ૯૧૨૬૮, ૭૯૮૪૪ ૬૪૪૯૯ ઉપર સંપર્ક કરવા અનુરોધ છે. 

(4:24 pm IST)