Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

ઉઘરાણીના મામલે અપહરણ કરી મારકૂટ કરવાના ગુનામાં ૪ આરોપીઓનો છૂટકારો

રાજકોટ તા. ૩ : અપહરણના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો રાજકોટની ફોજદારી કોર્ટે ફરમાવેલ હતો.
રાજકોટ શહેરના ફરીયાદી રાજુબેન વા.ઓ. રતિલાલ દેવીપુજક રહે. મનોહરસિંહજીની વાડીની પાસે, માજોઠીનગર સામે, રીંગ રોડ, રાજકોટવાળાએ આરોપી (૧) દિલુભા ટપુભાઇ ગોહેલ (ર) વનુભા ઉર્ફે વનરાજસિંહ ટપુભા ગોહેલ (૩) હેમુભા જોરૂભા દરબાર (ગોહીલ) (૪) અશોકભાઇ દેવશીભાઇ પટેલની સામે ઇ.પી.કો. કલમ-૩૬૫, ૩૨૩, ૧૮૮, ૧૧૪ મુજબ બી-ડીવીઝન પોલીસ સ્‍ટેશન, રાજકોટ મુકામે ફરીયાદ દાખલ કરેલ હતી.
ફરીયાદ મુજબ બનાવની વિગત એવી કે ફરીયાદી રાજુબેન તથા તેના પતિ સાહેદ રતિલાલે એમ્‍બેસેડર ખરીદવા અથવા કોઇપણ કારણોસર ઉછીના રૂપિયા આરોપી નં. ૧ દિલુભા ટપુભા ગોહેલને આપેલા જે ઉછીના આપેલ રૂપિયાની લેતી-દેતી બાબતે ફરીયાદી રાજુબેન તથા તેના પતિ સાહેદ રતિલાલે ઉઘરાણી કરતા આરોપી નં. ૧ને સારૂં નહી લાગતા અન્‍ય આરોપીઓ આરોપી નં. ૧ સાથે મળી જઇને ચાલ તને પૈસા આપવા છે તેમ કહીને એમ્‍બેસેડર કારમાં ફરીયાદી તથા સાહેદને બેસાડી અમદાવાદ નેશનલ હાઇવે કુવાડવા ગામથી આગળ ફરીયાદીને ઉતારી પગમાં પાઇપ (લોખંડ)નો મારી મુંઢ ઇજા કરી સાહેદ રતિલાલને એમ્‍બેસેડરમાં અપહરણ કરી તમામ આરોપીઓ લઇ જઇ સાહેદ રતિલાલને ચોટીલા તાલુકાના આંકડીયા ગામે લઇ ગયેલ જ્‍યાં આરોપી હેમુભાના કબજામાંથી છુટીને જતા રહેવાના ગુનામાં આરોપીઓ વિરૂધ્‍ધ ઇ.પી.કો. કલમ-૩૬૫, ૩૨૩, ૧૮૮, ૧૧૪ મુજબ બી-ડીવીઝન પોલીસ સ્‍ટેશન, રાજકોટ મુકામે તા. ૨૨/૧૧/૨૦૦૧ના રોજ ફર્સ્‍ટ ગુના રજીસ્‍ટર નં. ૦૭૨૬/૨૦૦૧થી ફરીયાદ કરેલી અને તપાસના અંતે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ કરેલ હતી. સદરહું કેસ રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી. શ્રી એલ.ડી.વાઘની કોર્ટમાં ચાલી જતા આરોપીના એડવોકેટ મહેશ સી. ત્રિવેદીની દલીલો ધ્‍યાને લઇ ફરીયાદ પક્ષ પોતાનો કેસ આરોપી નં. ૧થી ૪ વિરૂધ્‍ધ પુરવાર કરી શકતા ન હોય આરોપી નં. ૧ થી ૪ની સામેના ઇ.પી.કો. કલમ-૩૬૫, ૩૨૩, ૧૮૮, ૧૧૪ મુજબના ગુનામાં નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ રાજકોટના એડી. સીનીયર સીવીલ જજ અને એડી.ચીફ જયુડી. મેજી. એલ.ડી.વાઘે ફરમાવેલ છે.
 આ કામમાં આરોપી નં. ૧ થી ૪ વતી રાજકોટના સીનીયર એડવોકેટ મહેશ સી. ત્રિવેદી, કિરીટ સાયમન, ધર્મેન્‍દ્ર જરીયા, કિશન જોષી, ઘનશ્‍યામ અકબરી, હર્ષ આર. ઘીયા, હર્ષ એમ. ત્રિવેદી રોકાયેલા હતા.(

 

(5:10 pm IST)