Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

પત્રકાર હેમેન ભટ્ટ ૪૪ લાખ પગલા ચાલ્‍યા, આ માટે રૂા.૧૦ હજારનો એવોર્ડ મળ્‍યો!!

જીવન ચલને કા નામ, ચલતે રહો સુબહ શામ

રાજકોટ  : ‘જીવન ચલને કા નામ ચલતે રહો સુબહ શામ' આ પંક્‍તિ ને રાજકોટના પત્રકાર હેમેન ભટ્ટે  પૂરેપૂરી રીતે અપનાવી છે, સવાર-સાંજ જ્‍યારે જેટલુ  ચાલવાનું મળે ત્‍યારે તે ચાલે છે, એટલું જ નહીં આને કારણે તેમને રૂપિયા ૧૦,૦૦૦ થી વધુ નો રિવોર્ડ પણ મળ્‍યો છે.ઘણા લોકો ચાલતા હોયછે. ચાલવાથી પૈસા થોડા મળે? હાજી ચાલવાથી પૈસા મળે છે, પણ મોબાઈલ ફોન સાથે રાખવો પડે એમ જણાવતાં હેમેન ભટ્ટેકહ્યું છે કે, મોબાઈલ ફોનમાં એક એપ્‍લિકેશન એવી આવે છે, જે તમને ચાલવાના પણ પૈસા આપે છે,

હેમેન ભટ્ટ અત્‍યાર સુધીમાં ૪૪ લાખ થી વધુ પગલા ચાલીને રૂપિયા ૧૦, ૨૫૬નો રિવોર્ડ જીત્‍યો હતો જોકે તેમાંથી તેમણે ૨૩૦ રૂપિયા વાપર્યા હોવાથી અત્‍યારે તેમના ખાતામાં ૧૦૦૪૩ જેવી રકમ છે, જો કે જે રકમ જમા થાય તે રકમ આપણને હાથમાં મળતી નથી પરંતુ એપ્‍લિકેશન ની બજારમાં તમે જે વસ્‍તુ ઇચ્‍છો તે ૨૦થી ૨૫ ટકા વળતર ના ભાવે મળતી મળી રહે છે.

હેમેન ભટ્ટ કહે છે કે,  તેઓ નવેમ્‍બર ૨૦૧૮ માં ફૂલછાબ -ેસમાંથી નિવળત્ત થયા પછી નિયમિતપણે તેઓ ચાલતા રહે છે, તેમનું કહેવું છે કે ચાલતા રહેવાથી તંદુરસ્‍તી જળવાઈ રહે છે એ મે અનુભવેલું છે.

એસ એસ જી એ એપ્‍લિકેશન તમારા ચાલવાના બધા જ પગલાં તો નોંધે જ છે, સાથોસાથ તમારા શરીરમાંથી કેલેરી કેટલી બળી છે એની નોંધ રાખે છે અને તમે કેટલા કિલોમીટર ચાલ્‍યા એ પણ બતાવે છે, અઠવાડિયા મુજબ અને મહિના મુજબ એ તમારી કેલેરીની અને કિલોમીટરની નોંધ આપે છે.

આ મુજબ હેમેન ભટ્ટ લગભગ ૪૦ માસમાં ૪૪લાખ થી વધુ પગલાં ચાલ્‍યા છે,

આ એપ્‍લિકેશન મુજબ હેમેન ભટ્ટ સૌથી વધુ માર્ચ માસમાં ૨લાખ ૧હજાર ૬૫૭ પગલા ચાલ્‍યા છે જે કિલોમીટરમાં ૧૪૬ . ૭૦ કિલોમીટર થાય છે આને કારણે ૭૦૭૮ કેલેરી બળી છે, આ પછી એ-લિ માસમાં હેમેન ભટ્ટ ૧૮,૨૨૨૨ પગલા ચાલ્‍યા હતા જે કિલોમીટરમાં ૧૩૨.૫૬ થાય છે, આને કારણે ૭૦૭૮ કેલેરી બળી છે  ફેબ્રુઆરી માસમાં તેઓ ૧,૪૧,૬૮૨ પગલા ચાલ્‍યા હતા જે ૧૦૩.૦૯ કિલોમીટર થયું હતું જ્‍યારે  ૪૯૭૪ કેલેરી બળી હતી, જ્‍યારે જાન્‍યુઆરી ૨૦૨૨ મા હેમેન ભટ્ટ ૧,૨૯,૪૮૭ પગલા ચાલ્‍યા હતાં  તે ૯૪.૨૯ કિલોમીટર થયું હતું અને ૪૫૪૬ કેલેરી બળી હતી.

આ રીતે આ એપ્‍લિકેશન સારી જાણકારી આપતી હોવાથી અન્‍ય લોકો પણ તેનો ઉપયોગ કરી શકે તે હેતુથી હેમેન ભટ્ટે (મો.૯૪૨૬૯ ૦૭૫૯૯) આ માહિતી આપી છે તમે તમારા મોબાઇલમાં ઇન્‍ટરનેટ પર એસ એસ જી લખશો એટલે એપ્‍લિકેશન આવશે, તે ડાઉનલોડ કરવી પડશે એમ તેમણે જણાવ્‍યું છે.

(5:10 pm IST)