Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

ફાઇનાન્‍સ કંપનીમાં સીઝ થયેલી રીક્ષા સહિતના વાહનો બોગસ આર.સી. બુક બનાવી વેચવાનું કારસ્‍તાન : ત્રણ સંકજામાં

ઓરીજનલ દસ્‍તાવેજો મેળવે તો ખર્ચ વધી જાય, ભંગારમાં જવા દે તો નુકસાનીમાં જાય બન્‍ને વચ્‍ચેનો કમાણીનો રસ્‍તો બોગસ આર.સી. બુક બનાવાનો અપનાવ્‍યો : ક્રાઇમબ્રાંચે ૩૦ થી વધુ બોગસ અને ઓરીજનલ આર.સી. બુક કબ્‍જે : બોગસ દસ્‍તાવેજો પૂરા પાડતા બાબાભાઇ ઉર્ફે પ્રદીપ ઝાલા, અમીન આકબાણી અને આરીફ દોઢીયાની અટકાયત : બોગસ આર.સી. બુક મહેસાણાનો જયંતી પ્રજાપતી મોકલતો : બાબા ઉર્ફે પ્રદીપ ઝાલાને આરસી બુક દીઠ ૧૦૦૦ જ્‍યારે બોગસ દસ્‍તાવેજોના આધારે ભંગાર કરવાની રીક્ષા વેંચી દેતા અમીન અને આરીફને જેવા ગ્રાહક તેવો નફો ચાર થી દસ હજારનો મળતો

રાજકોટ,તા.૩ : ક્રાઇમબ્રાંચે બોગસ આરસી બુક (રજીસ્‍ટ્રેશન બુક) થકી રીક્ષા સહિતના ફાઇનાન્‍સ કંપનીએ સીઝ કરેલા વાહનો વેંચી મારવાનો કારસ્‍તાન ઝડપી લઇ રામનાથ પરા, ગરૂડની ગરબી પાસે રહેથા અમીન ગફારભાઇ આકબાણી અને દૂધ સાગર રોડ હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતા આરીફ હબીબભાઇ દોઢીયાને મોરબી રોડ પર આવેલા રીક્ષા લે-વેચના ડેલામાંથી ઝડપી  લીધા હતા.
 આ બારામાં ક્રાઇમ બ્રાંચે આઇ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૨, અને ૧૧૪ મુજબ છેતરપીંડી કરી બોગસ દસ્‍તાજેજો ઉભા કરવા બદલ  ગુન્‍હો નોંધ્‍યો છે. અમીન આકબાણી અને આરીફ દોઢીયાની ધરપકડ કરવામાં આવી છે જ્‍યારે બોગસ આરીસી બુક સહિતના દસ્‍તાવેજો ઉભા કરનાર બાબાભાઇ ઉર્ફે પ્રદીપ મોહનભાઇ ઝાલા રહે. સુંદરમ સીટી માધાપર ચોકડી પાસે ની શોધખોળ આદરી છે. ફાઇનાન્‍સ કંપનીના સીઝ કરેલા વાહનો ખરીદ્યા હતા જેની ૨૨ ઓરીજનલ આરસી બુક જ્‍યારે બોગસ ઉભી કરાયેલી ૯ આરસી બુક મોરબી રોડ પરના રીક્ષા લે-વેચના ડેલામાંથી કબ્‍જે કરવામાં આવી છે.
એ.એસ.આઇ.  સી.એમ. ચાવડા અને વિજયભાઇ મેતાની બાતમી પરથી મોરબી રોડ પરના ગીરીરાજ પાર્ટી પ્‍લોટ પાસેના ડેલામાં દરોડો પાડવામાં આવી આ કૌભાંડ ઝડપી લેવાયું હતું
પી.આઇ. જે.વી. ધોળા અને પી.એસ. આઇ. એમ. જે હુણે જણાવ્‍યું હતું કે, ફાઇનાન્‍સ કંપીનએ સીઝ કરેલા વાહનો ઓછી બોલી  લગાવી ઝડપાયેલા બંને ખરીદી લેતા હતા. જો આ વાહનોના ઓરીજનલ દસ્‍તાવેજો વાહન માલિકો પાસેથી મેળવે તો તેમાં ચડત હપ્‍તા સહિતની વિગતો બહાર આવી જાય અને આવા દસ્‍તાવેજો મેળવ્‍યા વગર ભંગારમાં વાહન તોડી નાખવાની શરતે ફાઇનાન્‍સ કંપની પાસેથી લઇ લે તો કંપની ‘‘નો ડયુ'' સર્ટીફીકેટ આપતી હોય છ.ે આ ખરીદારો  વાહનો સ્‍ક્રેપમાં જવા દે તો નુકસાનીમાં જાય અને ઓરીજનલ દસ્‍તાવેજો મેળવી વેચવા જાય તો પણ ‘‘સોના કરતા ઘડામણ મોંઘુ '' જેવો તાલ સજાર્ય. બંને બાબતોમાં નુકસાનીમાં જવાય. આના તોટા રૂપે જો બોગસ આરસી. બુક  (આશરે ૪૦૦૦ના ખર્ચે) બનાવી વેહેંચે તો વચ્‍ચેથી કમાણી તારવી શકાય.
આ કૌંભાડ બાબતે પી.આઇ. ધોળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ. જે. હુણ, એ.એસ.આઇ. સી.એમ. ચાવડા, પોલીસ હેડ કોન્‍સટેબલ ભાવીનભાઇ રતન, દિપકભાઇ ચૌહાણ, અને વિજય મહેતા તેમજ સહદેવસિંહ જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.  
દરમ્‍યાન ક્રાઇમ બ્રાંચે પાછળ થી બાબા ઉર્ફે પ્રદીપ ઝાલાની અટકાયત કરી પુછપરછ કરતા બોગસ આરસી બુક મહેસાણાનો જયંતી પ્રજાપતી તૈયાર કરીને મોકલતો હતો આ પેટે તે એક બુક દીઠ૩૦૦૦ વસૂલતો હતો. પોતાના ૧૦૦૦ ચડાવી અમીન આકબાણી અને આરીફ દોઢીયા પાસે થી ૪૦૦૦ રૂપિયા વસૂલતો હતો. રાજકોટની ત્રિપુટીએ અત્‍યાર સુધીમાં ૧૦૦ થી વધુ રીક્ષાઓ વેચી મારી હોવાનું પ્રાથમીક તબક્કે બહાર આવ્‍યું છે. અમીન આકબાણી અને આરીફ દોઢીયાને કંડમ -ભંગાર કરવાની રીક્ષા વેચાણથી જવો ગ્રાહક તેવો ૪ થી ૧૦,૦૦૦નો ફાયદો થતો હતો. મહેસાણાના જયંતી પ્રજાપતીને ઝડપી લેવા ક્રાઇમ બ્રાંચની ટૂકડીએ પ્રયાસો આદર્યા છે.

 

(4:13 pm IST)