Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

મિલ્‍કત વેરા વળતર યોજનાના એક માસમાં દોઢ લાખ કરદાતાઓએ ૭૩.૭૩ કરોડ ઠાલવ્‍યા

સૌથી વધુ ૯૨ હજાર લોકોએ ઓનલાઇન મારફત ૪૪.૮૯ કરોડનો વેરો ભર્યો : ૩૧ મે સુધી ૧૫થી ૧૦ ટકા સુધી ડિસ્‍કાઉન્‍ટ : મનપાની તીજોરી છલોછલ

રાજકોટ તા.૩ : મહાનગર પાલિકા દ્વારા અગાઉના વરસોની માફક જ સને ૨૦૨૨-૨૩ના વર્ષમાં પણ એડવાન્‍સ મિલ્‍કત વેરાની રકમ ભરપાઇ કરનાર કરદાતાઓને વળતર આપવાની યોજના આજે તા.૭ એપ્રિલ ૨૦૨૨થી શરૂ થઇ છે ત્‍યારે તા.૩ મે સુધીમાં ૧,૪૨,૭૦૨ પ્રમાણિક કરદાતાઓએ રૂા.૭૨,૭૨,૫૨,૬૬૬ વેરો ભરી તંત્રની તિજોરીમાં ઠાલવી દીધા છે.
શહેરના પ્રમાણિક અને નિયમિત કરદાતાઓએ વેરા વળતર યોજનાના એક મહિનામાં ૭૨.૭૨ કરોડ જેટલો વેરો ભરી દીધો છે. જેમાં ઓનલાઇન મારફત ૯૨,૦૮૨  કરદાતાઓએ ૪૪.૮૯ કરોડનો વેરો ભર્યો છે. ઓનલાઇન વેરો સ્‍વીકારવાની પધ્‍ધતિને તંત્રને જબરી સફળતા મળી છે. જયારે સેન્‍ટ્રલ ઝોન સિવિક સેન્‍ટરમાં ૪૭૨૪ લોકોએ ૨.૮૪ કરોડ, ઇસ્‍ટ ઝોન સિવિક સેન્‍ટરમાં ૨૫૧૮ લોકોએ ૧.૩૩ કરોડ અને વેસ્‍ટ ઝોન સિવિક સેન્‍ટરમાં ૪૧૬૮ કરદાતાઓએ રૂા. ૪.૧૫ કરોડ સહિત અન્‍ય તમામ મળી કુલ ૧,૪૨,૭૦૨થી વધુ લોકોએ ૭૨,૭૨,૫૨,૬૬૬ વધુનો વેરો ભર્યો હતો.
સને ૨૦૨૨-૨૩ના વર્ષમાં તા.૩૧ મે સુધી એડવાન્‍સ મિલ્‍કત વેરો ભરનાર મિલ્‍કતધારકને ૧૦% વળતર તથા મહિલા મિલ્‍કત ધારકોને વધારાના ૫% વળતર એટલે કે ૧૫% અને તા.૩૦ જુન સુધી એડવાન્‍સ મિલ્‍કત વેરો ભરનાર મિલ્‍કત ધારકને ૫% અને મહિલા મિલ્‍કત ધારકને ૧૦% વળતર આપવાનું મંજુર કરાયેલ છે. આ બંને યોજનામાં ઓનલાઈન મિલ્‍કત વેરો ભરનાર મિલ્‍કતધારકને વિશેષ ૧% વળતર આપવામાં આવશે. આ ઉપરાંત સતત ત્રણ વર્ષથી આવી યોજનાનો દરમ્‍યાન સંપૂર્ણ વેરો ભરનાર કરદાતાઓને લોયાલીટી બોનસ પેટે વિશેષ ૧% આપવામાં આવશે. તેમજ ૪૦% થી વધારે ડીસેબિલીટી (શારીરિક અશકત) હોય અને તેમના જ નામે હોય તેવા રહેણાંક મિલ્‍કતોને વિશેષ ૫% વળતર આપવામાં આવશે.
આથી મહત્તમ સંખ્‍યામાં પ્રથમ કરદાતાઓ એડવાન્‍સ મિલ્‍કત વેરો ભરપાઇ કરી વળતરનો લાભ પ્રાપ્‍ત કરે તેવી જાહેર અપીલ છે. કરદાતાઓ રાજકોટ મહાનગર પાલિકાની ત્રણેય ઝોન ઓફીસ, તમામ સિટી સિવિક સેન્‍ટર, તમામ વોર્ડ ઓફીસ, આઇ.સી.આઇ.સી.આઇ બેંક ખાતે અને ઓનલાઇન મિલ્‍કત વેરો ભરપાઇ કરી શકાશે.(

 

(4:09 pm IST)