Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

શ્રી ગણેશ ચોથ, ગણપતીની પ્રાર્થના

એક નામ મુજને સાંભર્યુ શ્રી ગૌરી પુત્રી શ્રી ગણેશ પાર્વતીના અંગથી ઉપજયો તાતણો ઉપદેશ માતા જેની પાર્વતીને પિતા શંકરદેવ નવખંડમાં જેની સ્‍થાપના કરે જુગ ભૂતળ સેવ શિંદુરે શણગાર સજયાને કંઠે પુષ્‍પના હાર આયુધફરશી કરધરીને હણ્‍યા અસુર અપાર.

પહેલા કરમાં જળકમંડળ બીજે મૌદિક આહાર ત્રીજા કરમાં ફરશી સાદીએ ચોથેરે જયમાળ ચાલો સહિયર દેરે જઇએ પૂજીયે ગણપતીરાય મોટા લીજે મોદિક લાડુ લાગીયે શંભુસુતને પાય એવા દેવ સાચા મુની વાચા કરે પુરી મનની આશ બે કરજોડી દુદે જન વૈષ્‍ણવ દાસ તણો જે દાસ ગણપતીના ૧ર નામનું પઠન કરવાથી મનોકામના પરીણામ આવે છે અને ૧ર નામ લેવાથી મન વાંછીત ફળ મળે છે પહેલું નામ વક્રતુંડ, બીજુ નામ એકદંત, ત્રીજુ નામ કાળી અને પીળી આંખવાળા, ચોથુ નામ ગજવક્રત્ર, પાંચમુ નામ લંબોદર, છઠ્ઠનામ વિકટ, સાતમુ નામ વિધ્રરાજ, આઠમુ નામ ધુમ્રવર્ણ, નવમુ નામ ભાવચંદ્ર, દશમુ નામ વિનાયક ગણેશ, અગીયારમુ નામ શ્રી ગણપતી અને બારમું નામ શ્રી ગજાનન, નામ લેવાથી વિધ્‍ન, ભય, થતા નથી અને દરેક કાર્ય સિધ્‍ધ થાય છે. (પ-ર૪)

હે ગજાનન ગણપતી દાદા ને નમસ્‍કારઃ

શાસ્ત્રીબટુક મહારાજ

કાળીપાટ સ્‍વામી નારાયણ

મંદિરના પુજારી, , મો. ૯૮૯૮ર ૬પ૯૮૦

(5:09 pm IST)