Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

હાશ...મનપામાં હવે આધાર કાર્ડની કામગીરી થશે ઝડપી : વધુ ૧૦ કીટ ખરીદવા કાર્યવાહી

પંદર લાખનાં ખર્ચે સરકારની એજન્‍સી પાસેથી તંત્રએ સ્‍વ ખર્ચે લેવા પ્રક્રિયા હાથ ધરીઃ હાલ ૧૦ માંથી ૪ બંધ

રાજકોટ તા. ૩: મ્‍યુ. કોર્પોરેશન દ્વારા આધાર કાર્ડની કામગીરી ઝડપી કરવા વધુ ૧૦ કીટ સરકારની એજન્‍સી પાસેથી ખરીદવા પ્રક્રિયા હાથ ધરી છે.

દેશમાં આધારકાર્ડ એક આવશ્‍યક દસ્‍તાવેજ બની ગયું છે. આના વિના આધાર કાર્ડ માત્ર ઓળખનો પુરાવો નથી. પરંતુ ઘણા સરકારી અને બિન સરકારી લાભો માટે ફરજિયાત દસ્‍તાવેજ પણ છે. બાળકોના પ્રવેશથી લઇને સરકારી ફોર્મ ભરવા સુધી આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે ત્‍યારે મનપાનાં આધાર કર્ડ સેન્‍ટરમાં દરરોજ લોકોનો ઘસારો જોવા મળી રહયો છે. આધારકાર્ડ  કામગીરી ઝડપી થાય તે માટે  મ્‍યુ.કોર્પોરેશન દ્વારા પોતાને ખર્ચે સરકારની એજન્‍સી પાસેથી કાર્ડની ૧૦ કીટ ખરીદવા પ્રક્રિયા હાથ ધરી છે.

વધુમાં મનપાનાં સતાવાર સુત્રોમાંથી જણાવ્‍યા મુજબ મનપામાં હાલ ૧૦ માંથી ૪ કીટ બંધ છે. ૪ ઓપરેટરને ઉપરથી છુટા કરતા માત્ર ૬ કીટ ચાલુ છે. જીલ્લામાં પણ કામ થતુ ન હોય બહારગામના લોકો ખૂબ આવે છે એટલે નવી કીટ આવે એટલે રાહત થશે.

(4:08 pm IST)