Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

૨૫ વર્ષ પહેલા ડુક્કરનું હૃદય માણસમાં ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કરનાર ડો.ધનીરામ બરૂઆને થઇ હતી જેલ !

ડો. બરૂઆને ૪૦ દિવસ જેલમાં રહેવું પડયું હતું : વર્ષ ૨૦૧૬માં બ્રેઈન સ્‍ટ્રોક બાદ ડો. ધનીરામ બરુઆ હવે સ્‍પષ્ટ રીતે બોલી શકતા નથી : તેમનો દાવો છે કે, જીનેટિકલી મોડિફાઇડ પિગનું હાર્ટ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ નવું નથી : વર્ષો પહેલા તેમના સંશોધન દ્વારા પિગ હાર્ટ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ માટે જે ટેકનિકનો ઉપયોગ કર્યો હતો તેના આધારે અમેરિકન ડોક્‍ટરોએ સિદ્ધિ મેળવી છે. : તાજેતરમાં યુનિવર્સિટી ઓફ મેરીલેન્‍ડ મેડિકલ સેન્‍ટરના ડોક્‍ટરોએ ડેવિડ બેનેટ નામના ૫૭ વર્ષીય વ્‍યક્‍તિને ડુક્કરનું હૃદય બેસાડ્‍યું : ડોક્‍ટરનો એવો પણ દાવો છે કે તેમના દ્વારા એવી દવા બનાવવામાં આવી છે, જેના ઇન્‍જેક્‍શનથી હવે હૃદયના દર્દીને કોઈપણ પ્રકારની સર્જરી કરાવવાની જરૂર નહીં પડે!

તાજેતરમાં, અમેરિકન ડોક્‍ટરોની એક ટીમે જીનેટિકલી મોડિફાઇડ ડુક્કરનું હૃદય ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કર્યું છે. એટલે કે સર્જરીના વિશ્વના ઈતિહાસમાં પ્રથમ વખત ડુક્કરનું હૃદય મનુષ્‍યમાં ઈમ્‍પ્‍લાન્‍ટ કરવામાં આવ્‍યું છે. દર્દીના શરીરમાં ડુક્કરનું હૃદય કેટલો સમય ધબકતું રહેશે? તેનો અંદાજ તબીબોને પણ નથી. પરંતુ એક વાત નિશ્ચિત છે કે શ્નઝ્રજીડહ્વજીક બાદ દર્દી પહેલા કરતાં વધારે સ્‍વસ્‍થ છે. પહેલા તેને વેન્‍ટીલેટર ઉપર રાખવામાં આવ્‍યો હતો. પરંતુ હવે વેન્‍ટિલેટર ઉપરથી દૂર કરવામાં આવ્‍યો છે. આ સંશોધન પુરવાર કરે છે કે શ્નપ્રઉક્રઋડજ્રજ્રાક્રત્‍ન જીનેટિકલી મોડીફાઈડ ડુક્કરના અંગ વ્‍યાપક રીતે ઉપયોગી બનશે. જોકે આ ઘટના ૨૫ વર્ષ પહેલા બની ચૂકી છે. નવાઇ લાગી ને? પણ આ હકીકત છે. હાર્ટ સિટી અને સિટી ઓફ હ્યુમન જીનોમ નામની મેડિકલ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ચલાવનાર આસામના સોનાપુર સ્‍થિત ડો.ધનીરામ બરુઆ એ આ મેડિકલ ચમત્‍કાર ૨૫ વર્ષ પહેલા કરી દેખાડ્‍યો હતો. જોકે, આ સાહસ કરવા બદલ તેને કોઈ શાબાસી નહીં સજા મળી હતી. જેના માટે તેઓને જેલ ની સજા થઇ હતી!

યુનિવર્સિટી ઓફ મેરીલેન્‍ડ મેડિકલ સેન્‍ટરના ડોક્‍ટરોનું કહેવું છે કે આ પ્રકારની સર્જરી વિશ્વમાં પ્રથમ વખત કરવામાં આવી છે અને એવો દાવો કરવામાં આવ્‍યો છે કે ડેવિડ બેનેટ નામનો ૫૭ વર્ષીય વ્‍યક્‍તિ જેને ડુક્કરનું હૃદય બેસાડ્‍યું હતું તે હવે સ્‍વસ્‍થ થઈ રહ્યો છે. અમેરિકન ડોકટરોએ પ્રથમ વખત પિગ હાર્ટ ટ્રાન્‍સપ્‍લાન્‍ટના આ દાવા વિશે પૂછતાં જ ડો. ધનીરામે નારાજગી વ્‍યક્‍ત કરી હતી. પરંતુ બીજી જ ક્ષણે થોડી ખુશી વ્‍યક્‍ત કરતાં ઇશારાથી જણાવ્‍યું હતું કે આખરે મેડિકલ સાયન્‍સના લોકોએ ૨૫ વર્ષ પછી સ્‍વીકાર્યું કે ભૂંડના અંગો માનવ શરીરમાં ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કરી શકાય છે. વર્ષ ૨૦૧૬માં બ્રેઈન સ્‍ટ્રોક બાદ ડો. ધનીરામ બરૂઆ હવે સ્‍પષ્ટ રીતે બોલી શકતા નથી. ડાલિમી બરૂઆ, જેમણે વર્ષોથી તેમની સાથે કામ કર્યું છે તેઓ તેમની અસ્‍પષ્ટ વાણીને સમજે છે અને તેમના સંશોધન પર તેમના પર થયેલા અત્‍યાચારો પર પોતાનો ગુસ્‍સો ટાંકે છે.

આસામના સોનાપુરમાં સ્‍થિત હાર્ટ સિટી અને સિટી ઓફ હ્યુમન જેનોમ નામની મેડિકલ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ચલાવતા ડો. બરુઆના જણાવ્‍યા અનુસાર અમેરિકન ડોક્‍ટરો દ્વારા જીનેટિકલી મોડિફાઇડ પિગનું હાર્ટ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ નવું નથી. તેમનો દાવો છે કે અમેરિકન ડોક્‍ટરોએ વર્ષો પહેલા તેમના સંશોધન દ્વારા પિગ હાર્ટ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ માટે જે ટેકનિકનો ઉપયોગ કર્યો હતો તેના આધારે આ સિદ્ધિ મેળવી છે. માનવ શરીરમાં પિગ હાર્ટ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ વિશે ડો. બરૂઆ એ એક સમાચાર માધ્‍યમને જણાવ્‍યું હતું કે, ‘મેં પહેલીવાર ૧ જાન્‍યુઆરી, ૧૯૯૭ના રોજ ૩૨ વર્ષના માણસના શરીરમાં ડુક્કરનું હૃદય ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કર્યું હતું. આ સર્જરી પહેલા, ૧૦૦ થી વધુ સંશોધન કરવામાં આવ્‍યું હતું અને તે સુનિヘતિ કરવામાં આવ્‍યું હતું કે માનવ શરીર ડુક્કરના ઘણા ભાગોને સ્‍વીકારે છે. તે સફળ સર્જરીનું પરિણામ હતું કે હૃદય ટ્રાન્‍સપ્‍લાન્‍ટ પછી દર્દી ૭ દિવસ સુધી જીવતો હતો. પરંતુ દર્દીને બહુવિધ ચેપ હોવાથી તેનો જીવ બચાવી શકાયો ન હતો. વાસ્‍તવમાં, દર્દીના હૃદયના નીચલા ચેમ્‍બરમાં એક છિદ્ર હતું, જેને વેન્‍ટ્રિક્‍યુલર સેપ્‍ટલ ડિફેક્‍ટ કહેવામાં આવે છે. જેના કારણે દર્દીને અનેક પ્રકારના ઈન્‍ફેક્‍શન થઈ ગયા હતા. ડો. ધનીરામ બરુઆએ હોંગકોંગના સર્જન ડો. જોનાથન હો કે-શિંગ સાથે મળીને સોનાપુરમાં તેમની હાર્ટ ઇન્‍સ્‍ટિટ્‍યૂટમાં આ શષાક્રિયા કરી હતી. લગભગ ૧૫ કલાકની આ સર્જરીમાં ડો. બરુઆએ પેશન્‍ટ પર ડુક્કરનું હાર્ટ અને ફેફસાં નાખ્‍યાં હતાં. પરંતુ દર્દીના મૃત્‍યુ બાદ આ ટ્રાન્‍સપ્‍લાન્‍ટને લઈને મોટો વિવાદ ઉભો થયો હતો. આ ઘટનાના સમાચાર સ્‍થાનિક મીડિયામાં ફેલાયા પછી, બંને ડોક્‍ટરોની હત્‍યાના ઇરાદા અને હ્યુમન ઓર્ગન ટ્રાન્‍સપ્‍લાન્‍ટેશન એક્‍ટ, ૧૯૯૪ હેઠળ દોષિત હત્‍યાની કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

 સ્‍કોટલેન્‍ડની રોયલ કોલેજ ઓફ ગ્‍લાસગોમાંથી કાર્ડિયો સર્જરીનો અભ્‍યાસ કરનાર ડો. ધનીરામજી ઘટનાને યાદ કરતાં કહે છે, ‘આજે સમગ્ર વિશ્વમાં પિગ હાર્ટ ટ્રાન્‍સપ્‍લાન્‍ટની ચર્ચા છે પણ મને તે સમયે જેલમાં ધકેલી દેવામાં આવ્‍યો હતો. સંસ્‍થામાં તોડફોડ કરવામાં આવી હતી. મારે ૪૦ દિવસ જેલમાં રહેવું પડ્‍યું. સરકારમાં કે મેડિકલ ક્ષેત્રે કામ કરતા કોઈએ પણ મને મદદ કરી નથી. આજે પણ તે કેસ મારી સામે ચાલી રહ્યો છે.'પ્રત્‍યારોપણ પહેલા એક ઈન્‍ટરવ્‍યુમાં ડો. ધનીરામ બરૂઆએ કહ્યું હતું કે, ‘મેં જર્મનીમાં ૯ સપ્‍ટેમ્‍બર ૧૯૯૫ના રોજ કહ્યું હતું કે ડુક્કર એકમાત્ર એવું પ્રાણી છે જે અંગ પ્રત્‍યારોપણ અને પ્રાયોગિક અભ્‍યાસ માટે પણ યોગ્‍ય છે. સાયન્‍ટિસ્‍ટ બે પ્રકારના હોય છે - મેડ સાયન્‍ટિસ્‍ટ અને રીયલ સાયન્‍ટિસ્‍ટ. વાસ્‍તવિક વૈજ્ઞાનિકો હંમેશા વિવાદાસ્‍પદ હોય છે. વિજ્ઞાન એક પૂર્વધારણાથી શરૂ થાય છે અને જયારે પૂર્વધારણા વાસ્‍તવિકતા બની જાય છે, ત્‍યારે વૈજ્ઞાનિક અને તેમનું કાર્ય વિવાદાસ્‍પદ બની જાય છે.ડો. ધનીરામ બરૂઆએ ગ્‍લાસગોમાં કાર્ડિયો સર્જરી કર્યા પછી યુ.કે., અબુ ધાબી સહિત અનેક દેશોમાં કામ કર્યું છે. તેઓ તત્‍કાલિન વડાપ્રધાન ઈન્‍દિરા ગાંધીના કહેવાથી ભારત પરત ફર્યા હતા. તેઓના કહેવા મુજબ તે દરમિયાન અહીંની સરકારે (એજીપી સરકાર) તેમની સાથે ખૂબ ખરાબ કર્યું. જોકે જેલમાંથી બહાર આવ્‍યા પછી પણ તેમણે સંશોધન ચાલુ રાખ્‍યું હતું. અત્‍યાર સુધી તેઓએ એવી ૨૩ દવાઓની શોધ કરી છે જેનો ઉપયોગ હૃદય, એચઆઈવી, ડાયાબિટીસ જેવા રોગોની સારવાર માટે કરવામાં આવે છે. ડો. ધનીરામજીનો એવો પણ દાવો છે કે તેમના દ્વારા એવી દવા બનાવવામાં આવી છે, જેના ઇન્‍જેક્‍શનથી હવે હૃદયના દર્દીને કોઈપણ પ્રકારની સર્જરી કરાવવાની જરૂર નહીં પડે.! તેઓ કહે છે, મેં તૈયાર કરેલી હૃદયની દવાથી માનવ શરીરમાં ડુક્કરનું હૃદય મૂકવાની જરૂર નહીં પડે. આ દવા ઈન્‍જેક્‍શનના રૂપમાં તૈયાર કરવામાં આવી છે જેથી હૃદયના દર્દીને હાર્ટ ટ્રાન્‍સપ્‍લાન્‍ટની કે અન્‍ય કોઈપણ પ્રકારની સર્જરીની જરૂર નહીં પડે.ે જો કે, ડો. ધનીરામ બરૂઆએ શોધેલી દવાઓના ક્‍લિનિકલ ટ્રાયલ અને સંબંધિત આરોગ્‍ય એજન્‍સીઓ પાસેથી મંજૂરી મેળવવા વિશે પૂછવામાં આવ્‍યું ત્‍યારે તેમણે સમાચાર માધ્‍યમોને આ વિશે વધુ કંઈ જણાવ્‍યું નહોતું.ડો. ધનીરામ બરૂઆ સાથે લાંબા સમયથી સહયોગી રહેલ મુંબઈના ભાભા એટોમિક રિસર્ચ સેન્‍ટરમાંથી પોસ્‍ટ-ડોક્‍ટરેટ કરનાર ડો. ગીતા કહે છે,  ‘આ દવાઓ લાંબા ગાળાના સંશોધન પછી તૈયાર કરવામાં આવે છે. આ માટે વ્‍યક્‍તિએ ઈન્‍ડિયન કાઉન્‍સિલ ઓફ મેડિકલ રિસર્ચ ( ICMR) સહિત અન્‍ય એજન્‍સીઓનો સંપર્ક કરવો પડે છે, પરંતુ આ તે એક લાંબી પ્રક્રિયાનો એક ભાગ છે જેના પછી પરવાનગી આપવામાં આવે છે. અમે કોરોના રસી પણ તૈયાર કરી હતી અને ICMRને પત્ર લખ્‍યો હતો પરંતુ અમને પરવાનગી મળી ન હતી અને રાહ જોવાનું કહેવામાં આવ્‍યું હતું. ડો. ધનીરામ બરૂઆ અને તેમની ટીમ તેમના ડઝનેક દર્દીઓના નામ ગણાવતા કહે છે કે તેમની દવાઓ લીધા પછી દેશ-વિદેશના ઘણા દર્દીઓ આજે સંપૂર્ણ સ્‍વસ્‍થ જીવન જીવી રહ્યા છે.

ડોક્‍ટરનો દાવો - એઈડ્‍સનો ઈલાજ શોધી કાઢ્‍યો ?

ડો. ધનીરામજી સાથે લાંબા સમયથી સહયોગી રહેલી ડો. ગીતા ના જણાવ્‍યા મુજબ ડો. ધનીરામજીએ એચઆઈવીની દવા પણ તૈયાર કરી છે જેમાં દર્દીએ ૧૦ દિવસનો કોર્સ કરવાનો હોય છે. દર્દીને દરરોજ એક ઈન્‍જેક્‍શન આપવામાં આવે છે. જેના પછી વ્‍યક્‍તિ એચઆઈવી ની દવા લીધા વિના સામાન્‍ય જીવન જીવી શકે છે. ૨૫ ટકા કેસમાં સારવાર બાદ દર્દીનો એચઆઈવી ટેસ્‍ટ રિપોર્ટ નેગેટિવ આવે છે.! તેમના લખેલા Its GTIDS, not AIDS પુસ્‍તકનું લોકાર્પણ કરતાં તેમણે દાવો કર્યો હતો કે તેમણે જનીન સ્‍તરે HIV/AIDS નો ઈલાજ શોધી કાઢ્‍યો છે અને દર્દીઓની પોતાની રીતે સારવાર પણ શરૂ કરી છે જેનું પરિણામ સકારાત્‍મક દેખાઈ રહ્યું છે. ડો. બરુઆના મતે જે બાળકો એચઆઈવી પોઝીટીવ માતા-પિતાના ઘરે જનમ્‍યા છે તેઓમાં એચઆઈવીના લક્ષણો દેખાતા નથી. જો કે, તેમને આ રોગ જનીન સ્‍તરે હોય છે. પરંતુ મોટાભાગના દર્દીઓનું પરિણામ નેગેટિવ આવે છે. મેં તેને પ્રથમ વખત શોધી કાઢ્‍યું અને તેનું નામ GTIDS રાખ્‍યું છે. મેં હંમેશા જનીન સ્‍તરે રોગોને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.

તો ભારતમાં ટ્રાન્‍સપ્‍લાન્‍ટ ટેક્‍નોલોજીનું સ્‍તર કંઇક અલગ હોત...

સુશ્રુત એક પ્રાચીન ભારતીય ચિકિત્‍સક અને સર્જન હતા જેમને સર્જરીના પિતો અને પ્‍લાસ્‍ટિક સર્જરીના પિતો અથવા મગજની સર્જરીના પિતો તરીકે ઓળખવામાં આવે છે. જેમણે સર્જિકલ પ્રક્રિયાઓની શોધ અને વિકાસ કર્યો હતો. જે ભૂમિએ સુશ્રુતને જન્‍મ આપ્‍યો તે ભૂમિએ ડો.ધનીરામ બરુઆને પણ જન્‍મ આપ્‍યો. જો કે, ગોરી ચામડીવાળા ભારતીયોએ ગોરી ચામડીવાળા પヘમિી લોકો પાસેથી માન્‍યતાની માંગણી કરીને તેમને બહિષ્‍કૃત કર્યા. રાજકીય પક્ષોએ તેમની રાજનીતિ રમી અને એક સંશોધક ડોક્‍ટર જેવું રત્‍ન ગુમાવ્‍યું. જો સરકાર ડો. બરુઆના પક્ષમાં મક્કમતાથી ઊભી રહી હોત, તો ભારતમાં ટ્રાન્‍સપ્‍લાન્‍ટ ટેક્‍નોલોજી અગાઉ ન જોઈ હોય તેવા સ્‍તરે પહોંચી શકી હોત.

માણસમાં ડુક્કરની કિડનીનું સફળતાપૂર્વક પ્રત્‍યાર્પણ કરાયું હતું !

ડો. બરૂઆના જણાવ્‍યા મુજબ હૃદયની સાથે સાથે ડુક્કર ના વધુ અંગો પણ સામેલ થઈ શકે છે કારણ કે ડુક્કર અને માનવ અંગો વચ્‍ચે ઘણી સમાનતાઓ છે. અગાઉ ઓક્‍ટોબર ૨૦૨૧ માં, એક માનવીને સફળતાપૂર્વક ડુક્કરની કિડની મળી હતી. આ ચમત્‍કાર અમેરિકન ડોક્‍ટરોએ પણ કરી બતાવ્‍યો હતો. કિડની ફેલ્‍યોરથી પીડાતા વિશ્વભરના લાખો લોકો માટે આ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ આશા સમાન બન્‍યું હતું. આ કમાલ ન્‍યૂયોર્ક સિટીના એનવાયયુ લેંગોન હેલ્‍થ મેડિકલ સેન્‍ટરના સર્જનો દ્વારા કરવામાં આવી હતી. જોકે સર્જનો લાંબા સમયથી આ દિશામાં કામ કરી રહ્યા હતા. ડોક્‍ટરોએ દાતા તરીકે આનુવંશિક રીતે સંશોધિત પિગની કિડનીનો ઉપયોગ કર્યો હતો. આ જનીન સંપાદન બાયોટેક ફર્મ રેવિવિકોર દ્વારા કરવામાં આવ્‍યું હતું, જે યુનાઈટેડ થેરાપ્‍યુટિક્‍સની પેટાકંપની છે.

ડો. ધનીરામ બરૂઆએ ગ્‍લાસગોમાં કાર્ડિયો સર્જરી કર્યા પછી યુ.કે., અબુ ધાબી સહિત અનેક દેશોમાં કામ કર્યું છે : તેઓએ આવી ૨૩ દવાઓની શોધ કરી છે જેનો ઉપયોગ હૃદય, એચઆઈવી, ડાયાબિટીસ જેવા રોગોની સારવાર માટે કરવામાં આવે છે.

(4:05 pm IST)