Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

ગુરૂથી રવિ બાળકો અને યુવાઓ માટે વર્કશોપ

આર્ટ ઓફ લીવીંગ રાજકોટ ચેપ્‍ટર દ્વારા ઉત્‍કર્ષ યોગા અને મેઘા વર્કશોપનું આયોજન : બાળકોને વિવિધ રમતો સાથે સંગીતના સંગાથે યોગા - સુદર્શન ક્રિયા પણ કરાવાશે : નામ નોંધણી

રાજકોટ : આર્ટ ઓફ લીવીંગ સમાજમાં યોગા પ્રાણાયામ, ધ્‍યાન અને સત્‍સંગ દ્વારા તણાવમુકત, સ્‍વસ્‍થ અને સશકત ભારતના નિર્માણમાં યોગદાન આપે છે. ઈલેકટ્રીકલ ઉપકરણો અને ભણતરના ભારના કારણે બાળકો અને યુવાઓમાં પણ તણાવ જોવા મળે છે અને માનસિક સ્‍વાસ્‍થ્‍ય પર અસર પડે છે. આ બધાના નિવારણ માટે આર્ટ ઓફ લીવીંગના રાજકોટ ચેપ્‍ટર દ્વારા બાળકો અને યુવાઓ માટે વર્કશોપનું આયોજન કર્યુ છે.

આ વર્કશોપમાં રમતો રમાડવામાં આવશે અને સંગીતના સંગાથમાં યોગા અને સુદર્શન ક્રિયા પણ કરાવવામાં આવશે. મસ્‍તી અને મોજથી કરવામાં આવતી આ પ્રક્રિયાના કારણે બાળકોના એકાગ્રતા શકિત અને આત્‍મવિશ્વાસમાં વધારો થાય છે. તેઓ મુશ્‍કેલ પરિસ્‍થિતિઓનો તર્કપૂર્ણ અને કુશળ રીતે સામનો કરી શકે છે.

‘સ્‍નેહ નિર્જર' સવાની કિડની હોસ્‍પિટલની સામે, યુનિવર્સિટી રોડ ખાતે તા. ૫ થી ૮ (ગુરૂ થી રવિ) ઉત્‍કર્ષ યોગા (૮ થી ૧૩ વર્ષ) સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ તેમજ મેઘા યોગા (૧૩ થી ૧૮ વર્ષ) સાંજે ૫:૩૦ થી ૮:૩૦ કરાવવામાં આવશે. વર્કશોપના અંતિમ દિવસે બાળકો અને વાલીઓ સાથે મીટીંગ પણ રાખવામાં આવશે.

આ વર્કશોપમાં નામ નોંધાવવા માટે મો. ૯૯૨૪૫ ૪૬૩૫૮ / ૯૪૨૭૨ ૫૫૧૯૮ ઉપર સંપર્ક કરવો.

તસ્‍વીરમાં રીટાબેન જાની, માલાબેન પંજાબી, દિપકભાઈ પંજાબી, બ્રહ્મચારી કેતનજી અને ડો.કલ્‍પેશ ફલીયા નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(4:01 pm IST)