Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

સુચિત સોસાયટીઓ રેગ્‍યુલાઇઝ કરવા અંગે સંગઠનની મીટીંગ

રાજકોટ તા. ૩ : સુચિત ઔદ્યોગીક સોસાયટી રેગ્‍યુલર કરવા બાબતે સરકારનો પરીપત્ર હોવા છતા કામગીરી થતી ન હોય ચર્ચા વિચારણા કરવા એક મીટીંગ તા. ૭ ના શનિવારે સાંજે પ વાગ્‍યે હાર્દીક ટ્રેડીંગ, મારૂતી ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયા, નેશનલ હાઇવે, મુરલીધર વે-બ્રીજની બાજુમાં યોજવામાં આવી છે.

દરેક સુચિત સોસાયટીના હોદેદારો અથવા પ્‍લોટ હોલ્‍ડરે સોસાયટીની વિગતો સાથે ઉપસ્‍થિત રહેવા સુચિત સોસાયટી એસો.ના ગોવિંદભાઇ પટેલ (મો.૯૪૨૬૭ ૧૨૯૪૩), ધીરૂભાઇ સીયાણી (મો.૯૪૨૭૨ ૦૦૧૮૭), કલ્‍પેશભાઇ વીરડીયા (મો.૯૮૨૪૨ ૮૦૧૬૨), ભદ્રાયુભાઇ બાબીયા (મો.૯૪૨૬૯ ૨૭૮૭૯) ની યાદીમાં જણાવાયુ છે.

(4:01 pm IST)