Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

રેસકોર્ષ મેદાનમાં વેકેશન કાર્નિવલ : બાળકો માટે ગેઇમ ઝોન, ઘરગથ્‍થુ સહિતની વસ્‍તુઓ મળી શકશે

 રાજકોટ : અહીંના  રેસકોર્સ મેદાનમાં માઈક્રોકાઇન ઘરઘંટી પ્રસ્‍તુત થીમ્‍સ એન્‍ડ ડીમઝ ઈવેન્‍ટ આયોજિત વેકેશન કાર્નિવલ - ૨૦૨૨ નો પ્રારંભ થઈ ચૂકયો છે. ૩૦ એપ્રિલથી ૨૨મે સુધી ચાલનારા આ વેકેશન કાર્નિવલને કોરોનાના કપરા સમયબાદ 

આ ફેરનું ઉદધાટન  શહેર ભાજપ  પ્રમુખ કમલેશભાઈ મીરાણી, શાસકપક્ષના દંડક  સુરન્‍દ્રસિંહ વાળા, શાસક પક્ષના નેતા  વિનુભાઈ ધવા તેમજ ચંદુભાઈ પરમારના વરદ હસ્‍ત કરવામાં આવેલ હતો.બાળકોથી લઈને મોટેરાઓ પરિવાર સાથે રેસકોર્સ વેકેશન કાર્નિવલનો લાભ લઇ શકશે.   ઉપરાંત બાળકો માટે ગેઇમઝોન તેમજ ભૂત બંગલો ખાસ આકર્ષણનું કેન્‍દ્ર બનશે.ખાસ તો આ વર્ષે વેકેશન કાર્નિવલમાં ફક્‍ત ૬૦ રૂપિયામાં લોકો રાઇડ્‍સમાં બેસી શકશે.  અત્‍યાધુનિક વસ્‍તુઓનું પ્રદર્શન તેમજ   નામચીન કંપનીઓ પણ ફેરમાં ભાગ લઈ રહી છે.વેકેશન કાર્નિવલ ફેરની મુલાકાત બપોરે૪ વાગ્‍યાથી રાત્રીના ૧૧ વાગ્‍યા સુધી લઈ શકાશે.

આ ફેરમાં એફ એમ સી જી, ગિફ્‌ટ આર્ટિકલ, ધરગથ્‍થું ની વસ્‍તુઓ, હેલ્‍થ, ફિટનેસ તેમજ ફૂડસ્‍ટોલ અને અન્‍ય બીજી ઘણી પ્રકારની સેવાઓ ઉપલબ્‍ધ છે. તેમજ સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાશ.

આ આયોજનમાં  કળષ્‍ણસિંહ જાડેજા, હિતેશભાઈ દોશી, યશપાલસિંહ જાડેજા, સાગર ઠક્કર દ્વારા જોડાયા છે.

(3:56 pm IST)