Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

વોર્ડ નં. ૨ અને ૮માં ભાજપની ટીફીન બેઠક

 પ્રદેશ ભાજપની યોજનાનુસાર આગામી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત દર શનીવારે- રવીવારે તમામ વોર્ડના શકિતકેન્‍દ્રો ખાતે ટીફીન બેઠકનું આયોજન કરવામાં આવી રહયું છે તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ વોર્ડના શકિતકેન્‍દ્રો ખાતે ટીફીન બેઠક યોજાઈ રહી છે ત્‍યારે શહેર ના વોર્ડ નં.ર અને વોર્ડ નં.૮  માં ભાજપ દ્વારાં ટીફીન બેઠક યોજાઈ હતી. આ તકે વોર્ડ નં.૮ માં રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી અને વોર્ડ નં.ર માં રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ ટીફીન બેઠક દરમ્‍યાન કાર્યકર્તાઓ સાથે વિવિધ સંગઠનાત્‍મક બાબતો વિશે ચર્ચા-વિચારણા- પરામર્શ, કરી આગામી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત કાર્યક્રમો વિશે માર્ગદર્શન પુરૂ પાડેલ. તેમજ  આજુબાજુના સ્‍થળો પર સ્‍વચ્‍છતા અભિયાન સહીતના કાર્યક્રમો યોજાયા હતા.આ તકે વોર્ડ નં.ર માં ... વોર્ડ નં. ૮ માં  શહેર ભાજપ મહામંત્રી નરેન્‍દ્રસિંહ ઠાકુર, વોર્ડપ્રભારી મનુભાઈ વઘાશીયા, વોર્ડપ્રમુખ રાજેન્‍દ્રસિહ ગોહિલ, વોર્ડ મહામંત્રી દશરથભાઈ વાળા, ભાવેશ ટોયટા, કોર્પોરેટર મનીષ રાડીયા, જયમીન ઠાકર,  દીપાબેન કાચા ઉપસ્‍થિત રહેલ તેમજ આ તકે નરેન્‍દ્રસિહ ઠાકુરએ પ્રાશંગિક ઉદબોધન કરેલ તેમજ વોર્ડ નં. ૮ માં અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ મંત્રી રઘુભાઈ ધોળકીયા, વોર્ડપ્રભારી નિતીન ભુત, વોર્ડપ્રમુખ તેજશ જોષી, વોર્ડ મહામંત્રી કાથડભાઈ ડાંગર, જયસુખ મારવીયા,મયુર પાંભર, શકિત રાઠોડ, દેવકરણ જોગરાણા, જસ્‍મીન મકવાણા, જયેન્‍દ્રસિહ સરવૈયા, પુર્વેશ ભટ્ટ, હસુભાઈ નાર, નરેન્‍દ્રસિહ ઝાલા, પ્રતાપભાઈ વોરા, લીનાબેન શુકલ, હર્ષીદાબેન પટેલ, રક્ષાબેન જોષી, આ તકે નિતીન ભુતએ પ્રાશંગિક પ્રવચન કરેલ.

 

(3:54 pm IST)