Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

૧.૩૧ લાખના ગાંજાના કેસમાં ફરાર હીરી ઉર્ફ હીરકી ઉર્ફ રૂબીનાને એસઓજીએ પકડી

પાણસીણાના ગુનામાં ફરાર હતી

 

 સુરેન્‍દ્રનગરના પાણશીણાના ગુનામાં  ૨૦૨૦થી ફરાર હીરી ઉર્ફ હિરકી ઉર્ફ રૂબીના તોૈફીકભાઇ સમા (રહે. રાણીટાવર પાસે વૃંદાવન સોસાયટી આવાસ ક્‍વાર્ટર બ્‍લોક નં. ૧/૯૬૪)ને શહેર એસઓજીના એએસઆઇ રવિભાઇ વાંક, હેડકોન્‍સ. મોહિતસિંહ જાડેજા, કૃષ્‍ણદેવસિંહ જાડેજા અને કોન્‍સ. રણછોડભાઇ આલની બાતમી પરથી પીઆઇ જે. ડી. ઝાલાની રાહબરીમાં પીએસઆઇ ડી. બી. ખેર, ઇન્‍દ્રસિંહ જાડેજા, હાર્દિકસિંહ પરમાર, કોન્‍સ. નેહલબેન સહિતે પકડી લઇ પાણસીણા પોલીસને સોંપી હતી. પાણસીણા પોલીસે જે તે વખતે ૧,૩૧,૪૦૦નો ગાંજો પકડયો હતો. તેમાં હીરી ઉર્ફ હિરકી ઉર્ફ રૂબીનાનું નામ ખુલ્‍યુ હતું. ત્‍યારથી તે સતત ફરાર હતી.

(3:54 pm IST)