Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

વોર્ડ નં. ૫અને ૬માં ભાજપની ટીફીન બેઠક

 પ્રદેશ ભાજપની યોજનાનુસાર આગામી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત દર શનીવારે- રવીવારે તમામ વોર્ડના શકિતકેન્‍દ્રો ખાતે ટીફીન બેઠકનું આયોજન કરવામાં આવી રહયું છે તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ વોર્ડના શકિતકેન્‍દ્રો ખાતે ટીફીન બેઠક યોજાઈ રહી છે ત્‍યારે શહેર ના વોર્ડ નં.પ અને વોર્ડ નં.૬  માં ભાજપ દ્વારાં ટીફીન બેઠક યોજાઈ હતી. આ તકે વોર્ડ નં.પ માં રાજયના રાજયના મંત્રી અરવીંદ રૈયાણી અને વોર્ડ નં.૬ માં શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડએ ટીફીન બેઠક દરમ્‍યાન કાર્યકર્તાઓ સાથે વિવિધ સંગઠનાત્‍મક બાબતો વિશે ચર્ચા-વિચારણા- પરામર્શ, કરી આગામી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત કાર્યક્રમો વિશે માર્ગદર્શન પુરૂ પાડેલ. તેમજ  આજુબાજુના સ્‍થળો પર સ્‍વચ્‍છતા અભિયાન સહીતના કાર્યક્રમો યોજાયા હતા.આ તકે રમેશ અકબરી, રમેશ પરમાર, દિનેશ ઘીયાળ, ઘનશ્‍યામ કુંગશીયા, ભાવેશ દેથરીયા, દેવુબેન જાદવ, કલ્‍પનાબેન કિયાડા, રસીલાબેન સાકરીયા, પ્રીતીબેન પનારા, રત્‍નાભાઈ રબારી, દીનેશ ડાંગર, મુકેશ ધનસોતા, દુષ્‍યંત સંપટ, વીરમભાઈ રબારી, પોપટભાઈ ટોળીયા, પરાગ મહેતા સહીતના બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા

 

(3:54 pm IST)