Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

ભીલવાસમાં ફ્રેન્‍ડ અરૂણા બાબત અરૂણ સાથે ચડભડ થયા બાદ રોહિત નેપાળી પર ત્રિકોણબાગ નજીક છરીથી હુમલો

ચોકીદારી કરતાં રોહિતે પેટ્રોલ પંપ પાસે અરૂણાને બાઇકમાં બેસવાનું કહેતાં અરૂણે એ મારી સાથે છે, તારી સાથે નહિ આવે તેવું કહી બોલાચાલી કરીઃ બાદમાં સમાધાન માટે ભેગા થયા ને જામી પડીઃ સીસીટીવી વાયરલઃ એ-ડિવીઝન પોલીસે ૬ શખ્‍સને પકડયારાજકોટ તા. ૩: ત્રિકોણબાગ નજીક જાહેર શોૈચાલય નજીક ચાની હોટેલ પાસે મોડી રાતે ચોકીદાર નેપાળી યુવાનને બે નેપાળી શખ્‍સોએ સાજે ગર્લફ્રેન્‍ડને બાઇકમાં બેસાડવા બાબતે મનદુઃખનું સમાધાન કરવા બોલાવી ગાળો દઇ ઢીકાપાટુનો માર મારતાં અને એક શખ્‍સે છરીથી હાથ-માથામા ઇજા કરતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયો હતો. મારામારીના સીસીટીવી ફૂટેજ સોશિયલ મિડીયામાં વાયરલ થયા હતાં.

જવાહર રોડ પર ગેલેક્‍સી હોટેલ સામે મારૂતિનંદન કોમ્‍પલેક્ષના સેલરમાં રહેતો અને ચોકીદારી કરતો રોહિત મોતીસીંગ વિશ્વકર્મા (નેપાળી) (ઉ.૨૩) રાતે સિવિલ હોસ્‍પિટલમાં ઘાયલ હાલતમાં દાખલ થતાં અને પોતાના પર હુમલો થયાનું કહેતાં હોસ્‍પિટલ ચોકીના વાલજીભાઇ નિનામો જાણ કરતાં એ-ડિવીઝનના હેડકોન્‍સ. આર. એલ. વાઘેલાએ હોસ્‍પિટલે પહોંચી રોહિતની ફરિયાદ પરથી અરૂણ સોની અને અનિલ સોની સામે ગુનો નોંધ્‍યો હતો.

રોહિતે જણાવ્‍યું હતું કે હું ચોકીદારી કરુ છું. સોમવારે રાતે સાડા નવેક વાગ્‍યે હું ભીલવાસના પેટ્રોલ પંપે મારી ગાડીમાં પેટ્રોલ પુરાવવા ગયો હતો. ત્‍યારે મારી ફ્રેન્‍ડ અરૂણા પરીયાર ઉભી હોઇ હું તેને જોઇ જતાં મેં તેને ગાડીમાં બેસી જવાનું કહ્યું હતું. પરંતુ અરૂણાએ ના પાડી હતી. એ પછી હું પેટ્રોલ પુરાવી બહાર નીકળતાં અરૂણ સોની આવી ગયો હતો અને કહેલું કે અરૂણા મારી સાથે આવી છે, એ તારી સાથે નહિ આવે. આ બાબતે અમારી વચ્‍ચે બોલાચાલી અને ઝપાઝપી થઇ હતી. ત્‍યારબાદ અરૂણ જતો રહ્યો હતો. થોડીવાર પછી મારા ફોનમાં અરૂણના મોટા ભાઇ અનિલનો ફોન આવ્‍યો હતો અને મને ત્રિકોણબાગે સમાધાન કરવા આવવાનું કહેતાં હું અને મારા ફઇનો દિકરો દિનેશ સંજયભાઇ ત્રમટઠા અને જય ગિરીશભાઇ વિશ્વકર્મા તથા યોગેશ ચોૈહાણ એમ ચાર જણા બે વાહનમાં રાતે સાડા અગિયારેક વાગ્‍યે ત્રિકોણબાગે ગયા હતાં.

અમે ખેતલાઆપા (મચ્‍છો ધણી) હોટેલ પાસે પહોંચ્‍યા ત્‍યારે અરૂણ, તેનો ભાઇ અનિલ સોની (રહે. બંને રામકૃષ્‍ણ આશ્રમ સામે રાજેશ્વરી કોમ્‍પલેક્ષ યાજ્ઞિક રોડ) તથાબીાજ ચાર પાંચ જણા ત્‍યાં ઉભા હતાં. મેં અરૂણને માથાકુટ બાબતે સમાધાન કરી માફી માગવાનું કહેતાં અરૂણે ગાળો દેવાનું ચાલુ કર્યુ હતું. એ પછી અરૂણ, અનિલ ઝપાઝપી કરવા માંડતા હુ઼, દિનેશ તેને ઝઘડો ન કરવા સમજાવતાં હતાં. પણ અરૂણે ધાતુનું પંચીયુ હાથમાં પહેરી મારા મોઢા પર ઘા માર્યો હતો અને નેફામાંથી છરી કાઢી મારા હાથમાં ઇજા કરી હતી. તેમજ માથામાં પણ મને છરી ઝીંકી દીધી હતી.

દિનેશ, જય, યોગેશ મને બચાવવા વચ્‍ચે પડયા હતાં. મને માથા, હાથમાં અને મોઢા પર ઇજા થઇ હોઇ જય હોસ્‍પિટલે લાવ્‍યો હતો. તેમ વધુમાં રોહિતે જણાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીઓને સકંજામાં લેવા તજવીજ કરી હતી. મારામારીના દ્રશ્‍યોના સીસીટીવી ફૂટેજ સોશિયલ મિડીયામાં વાયરલ થયા હતાં. પોલીસે જાહેરમાં બખેડો કરવા સબબ બંને પક્ષના છ શખ્‍સો રોહિત મોતીસિંગ વિશ્વકર્મા, દિનેશ સંજયભાઇ ટમટા, જય ગિરીશભાઇ વિશ્વકર્મા, યોગેશ વિનુભાઇ ચોૈહાણ, અનિલ પુરણભાઇ સોની અને અનિલ પુરણભાઇ સોનીને સકંજામાં લીધા હતાં.

(4:12 pm IST)