Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

નવરંગ દ્વારા દેશી ફળના બે લાખ રોપા વિનામૂલ્‍યે અપાશે

ચોમાસામાં ગામડે-ગામડે અભિયાન ચાલશેઃ સહયોગ આપવા વી.ડી. બાલાની અપીલ

રાજકોટ : ભારતીય વન-નીતિ મુજબ કુલ જમીનના ૩૩% જમીના ૩૩% વિસ્‍તારમાં વૃક્ષો હોવા જોઇએ. પરંતુ ગુજરાતમાં કુલ વિસ્‍તારના ૧૦% જ જંગલો છે. જંગલો વધારવા માટે સરકાર પાસે હવે જમીન નથી. પરંતુ ૯૦ % લોકો જયાં રહે છે. ત્‍યાં લોકો પોતાની રીતે વૃક્ષો વાવતા થાય તે ખુબ જ જરૂરી છે. નવરંગ દ્વારા એક વર્ષમાં દેશીકુળના બે લાખ રોપાનું નિઃશુલ્‍ક વિતરણ થશે.
આ ધ્‍યેયથી મે ર૦૦પમાં હિંગોળગઢ અભયારણ્‍યની આજુબાજુના ૧૦ ગામમાં મારા તરફથી વિદ્યાર્થીઓને વિનામૂલ્‍યે રોપા આપેલ. તેમ વી.ડી. બાલાએ જણાવ્‍યું હતું.
એક વિદ્યાર્થી એક વૃક્ષ વાવે તેવું આયોજન કરેલ (હું ત્‍યારે હિંગોળગઢ અભયાણ્‍યમાં સર્વિસ કરતો રોપામાં લીંબુ, જામફળ, સીતાફળ, આંબળા, દાડમ, બોરસી, બિલી, રાવણા, પીપળ, ઉમરા, વાંસ, નિલગીરી આસોપાલવ, દેશી આંબા, કરંજ, મીઠી આંબલી શેતુર વગેરે હતા. પછીના વર્ષોમાં રોપા -વિતરણમાં ગામોનો વધારો થતો વર્ષ-ર૦૧પ થી ૧૦૦ ગામમાં ગામ દીઠ ૧૦૦૦ રોપા ચોમાસાની ઋતુમાં વિનામૂલ્‍યે આપું છું.
શ્રી બાલા કહે છે કે, મોટાભાગે આ કામગીરીમાં મારૂ ફંડ હોય છે, ર૦ર૧ માં કુલ ૧૧૦ ગામમાં ગામ દીઠ ૧૦૦૦ રોપા વિનામૂલ્‍યે પહોંચડેલ જેમાં લોકો તરફથી આર્થિક સહયોગ મળેલ. આવતા ચોમાસામાં (ર૦રર) ર૦૦ ગામમાં ગામ દીઠ ઉપર જણાવેલ ૧૦૦૦ રોપાઓ વિનામૂલ્‍યે પહોંચાડવાની નેમ છે. સાથે તાલુકા મથકે કલમી ફળાઉ રોપા રાહત દરેક આપવા છે, આંગણે વાવો શાકભાજી કાર્યક્રમ અંતર્ગત ૧ર જાતના શાકભાજીના બિયારણો પ રૂ ના પેકેટ હિસાબે ર૦૦ ગામોમાં વિતરણ કરવું છે અને સીંગપુર ચેરીના પ૦૦૦ રોપા રાહત દરેક આપવાના છે.
ઝાઝા હાથ રળિયામણા એ કહેવત મુજબ આ પવિત્ર કાર્યમાં આપ સૌના આર્થિક સહયોગની જરૂર છે. ગામડે એક રોપો પહોંચાડવાનો ખર્ચ ૧૦ રૂપિયા આવે છે આ રોપાઓ ફળિયામાં કે પોતાની વાડીમાં લોકો વાવે છે એટલે કે માલિકીની જમીન માં વૃક્ષો વાવવામાં આવે છે.
એક વ્‍યકિત ઓછામાં ઓછો એક રોપો વાવીને ઉછેરે તે સૌથી સારી બાબત છે તેમ ું દ્રઢ પણે માનુ છું અને તે પ્રકારે આયોજન કરૂં છું. તેમ કહી શ્રી બાલા જણાવે છે કે, ચોમાસામાં સૌરાષ્‍ટ્રના પ૦ તાલુકાઓ અને જિલ્લા મથકે ર૦૧૩ થી હું કલમી રોપાઓનું રાહતદરે વિતરણ કરુ છું. જેમાં આંબા, ચીકુ, બિજોરાં લીંબુ, જામફળ, સિંગાપુર-ચેરી અને નાળિયેરી મુખ્‍ય છે.  ફળાઉ રોપા રાહત દરેક વિતરણ મારા તરફથી હોય છે (મેં મારા પુત્રના લગ્ન સાદાઇથી કરી, પૈસા બચાવીને તે આ કાર્યમાં વાપરું છું.
ર૦૦પ થી ર૦ર૧ સુધીમાં છ લાખ (૬,૦૦,૦૦૦) રોપાનું વિતરણ કરેલ છે. ચોમાસામાં તાલુકા મથકે રાહતદરે રોપા વિતરણ કરવા જવાનું હોય, રોપા પહોંચાડવા વાહન ભાડા માટે આર્થિક મદદ ની જરૂર છે. વૃક્ષ વાવતેરના આ મહાયજ્ઞમાં વધુમાં વધુ લોકો આર્થિક સહયોગ આતે પે ખુબ જરૂરી છે. આપનો આર્થિક સહયોગ નીચે આપે તે બેન્‍ક ખાતામાં જમા કરાવી શકો  છો. બેન્‍કની વિગત : ખાતાનું નામઃ નવરંગ નેચર નિધિ A/c. No.: 72630 100008749 બેન્‍કઃ બેન્‍ક ઓફ બરોડા, શાખા : આજી, ભકિતનગર-રાજકોટ IFSC:BARBODBAJIX (5th digit is ZERO)
‘‘ધરતી એ માં છે, ચાલો વૃક્ષો વાવી માતાને હરિયાળી ચૂંદડી ઓઢાડી ઋણ અદા કરીએ.''
વધારે વિગતો માટે  વી.ડી. બાલા (નિવૃત્ત રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસર) પ્રમુખ, નવરંગ નેચર કલબ રાજકોટ મો. ૯૪ર૭પ ૬૩૮૯૮ નો સંપર્ક થઇ શકે છે

 

(3:48 pm IST)