Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

નાના મવા સર્કલ પાસે ક્‍વાર્ટરમાં રહેતો તન્‍વીર દારૂ સાથે પકડાયો

ક્રાઇમ બ્રાંચની ટીમે એક ડઝન બોટલ સાથે પકડયોઃમયુરનગરની મીનાને ૧૭ બોટલ સાથે પકડી

રાજકોટ તા. ૩: નાના મવા સર્કલ નજીક ગોવિંદ રત્‍ન બંગલોઝની સામે આરએમસી ક્‍વાર્ટરના ગેઇટ પાસેથી તન્‍વીર ઇમરાનભાઇ મહેતર (ઘાંચી) (ઉ.૨૦-રહે. આવાસ ક્‍વાર્ટર બ્‍લોક નં. ૯, રૂમ નં. ૧૬૩૭)ને રૂા. ૬૦૦૦ના ૧૨ બોટલ દારૂ સાથે ક્રાઇમ બ્રાંચે પકડી લીધો હતો.

ડીસીબીના કોન્‍સ. હિરેનભાઇ સોલંકી, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા અને ભગીરથસિંહ ચુડાસમાની બાતમી પરથી ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના પીઆઇ જે. વી. ધોળાની રાહબરીમાં પીએસઆઇ એ. બી. વોરા, જયુભા પરમાર, હરદેવસિંહ જાડેજા, હિતુભા ઝાલા, કોન્‍સ. સોકતભાઇ ખોરમ સહિતે આ કામગીરી કરી હતી. પકડાયેલો તન્‍વીર છુટક વેપાર કરે છે. દારૂ ક્‍યાંથી લાવ્‍યો? કોને આપવાનો હતો? તેની વિશેષ તપાસ થઇ રહી છે.

જ્‍યારે અન્‍ય દરોડામાં ભાવનગર રોડ રાજમોતી મીલ પાસે મયુરનગર-૧માં રહેતી મીના વિજય રાઠોડ (ઉ.૨૮)ને રૂા. ૧૭ના ૫૧૦૦ બોટલ દારૂ ડીસીબીના પીસીબી એ.આર. વરૂ, મહેશભાઇ ચાવડા સહિતે પકડી લીધો હતો.

(3:46 pm IST)