Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

કુવાડવા રોડની હોટેલ પાસે એડવોકેટ નણંદ પલ્લવીબેન પર ભાભી સોનલબેનનો હુમલો

૨૭મીએ સોનલબેન પોતાને પતિ નરેન્‍દ્રએ ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ સાથે સિવિલ હોસ્‍પિટલમાં સારવાર લીધી હતીઃ એ મનદુઃખ કારણભુત હોવાની શક્‍યતા

રાજકોટ તા. ૩: બેડીપરા સોળથંભી શેરી સૈફી કોલોની પાસે રહેતાં એડવોકેટ પલ્લવીબેન ઉમેશભાઇ સોલંકી (ઉ.વ.૪૧)  કુવાડવા રોડ આશ્રમ પાસે આવેલી ક્રોસરોડ હોટેલ નજીક હતાં ત્‍યારે તેના ભાભી સોનલબેન નરેન્‍દ્રભાઇ વકિલે હુમલો કરી ધોકાથી માર મારતાં પલ્લવીબેન સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ ગત ૨૭/૪ના સાંજે સાતેક વાગ્‍યે સોનલબેન નરેન્‍દ્રભાઇ વકિલ (દેવીપૂજક) (ઉ.૩૪) સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયા હતાં. ત્‍યારે તેણીએ પોતાને પતિ નરેન્‍દ્ર વકિલે મારકુટ કર્યાની રાવ કરતાં જે તે દિવસે બી-ડિવીઝનમાં જાણ થઇ હતી. ત્‍યારથી પતિ-પત્‍નિ વચ્‍ચે મનદુઃખ ચાલતું હોઇ એ કારણે ગત રાતે બધા કુવાડવા રોડ પર ભેગા થઇ જતાં નણંદ પલ્લવીબેન પર ભાભી સોનલબેને ધોકાથી હુમલો કર્યો હતો.

જો કે નરેન્‍દ્રભાઇ વકિલના સગા યોગીરાજભાઇએ આક્ષેપો સાથે કહ્યું હતું કે સોનલબેન બે દિવસ પહેલા પતિ નરેન્‍દ્રભાઇના ઘરેથી સંતાનોને લઇને નીકળી ગયા હતાં. ગત રાતે તે હોટેલમાં હોવાની જાણ થતાં પતિ નરેન્‍દ્રભાઇ વાત કરવા જતાં ઝઘડો થયો હતો. એ વખતે નણંદ પલ્લવીબેન પણ પહોંચતા તેના પર હુમલો થયો હતો.

(5:10 pm IST)