Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

ખેડુતો માટે ખાતરમાં સબસીડી અને ડુંગળીમાં સહાય આવકાર્યઃ જયેશ બોઘરા

રાજકોટ, તા., ૩: માર્કેટીંગ યાર્ડના ચેરમેન ડો. જયેશભાઇ બોઘરાએ ભાજપ સરકાર દ્વારા ખેડુતો દ્વારા ખરીદવામાં આવતા ડીએપી ખારની સબસીડીમાં રૂા.૮પ૦ નો વધારો તેમજ ડુંગળી પકવતા ખેડુતોઅને એક બોરીએ રૂપીયા ૧૦૦ ની સહાય આપવાના નિર્ણય આવકારતા જણાવેલ છે કે શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વવાળી કેન્‍દ્રની ભાજપ સરકાર દ્વારા દેશમા઼ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના નેતૃત્‍વમાં અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ રાજયમાં ખેડુતો માટે અનેકવિધ કલ્‍યાણકારી યોજનાઓ અમલમાં છે.
ખાતરના ભાવવધારાનો બોજ સીધો ખેડુતો ઉપરના આવે તે માટે ભાજપ સરકાર દ્વારા ખાતરમાં હાલ સીબસીડી રૂા. ૧૬પ૦ પ્રતિ બેગ હતી. તેમાં વધારો કરી રૂા. રપ૦૧ પ્રતિબેગ કરવામાં આવેલ છે. ત્‍યારે પ્રતિબેગ રૂા. ૮પ૦ની માતબર સબસીડીના વધારાથી રાજયના અનેક ખેડુતોને થશે તેમજ રાજયના ડુંગળી પકવતા ખેડુતોને પાકના પુરતા ભાવ મળતા ન હતા જેને કારણે ખેડુતોને આર્થિક મુશ્‍કેલીઓ ભોગવવી પડતી હતી. ત્‍યારે રાજયની ભાજપ સરકાર દ્વારા પ્‍તિ બોરી દીઠ રૂા. ૧૦૦ની સહાય ચુકવવામાં આવશે. ત્‍યારે એપીએમસીમાં કુલ મળીને ડુંગળીની ૪પ લાખ બોરીઓ વેચાણ માટે આવે તેવી સંભાવના હોય પ્રતિ બોરી દીઠ રૂા. ૧૦૦ની સહાયથી બહોળી સંખ્‍યામાં ખેડુતોને આનો લાભ મળશે તેમ જયેશ બોઘરાએ જણાવ્‍યું છે.

 

(3:42 pm IST)