Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

નવા બાંધકામ સાઇટ પર બીજા માળેથી પડી જતાં બાળકનું મોત આદિવાસી મજૂર દંપતિએ બે વર્ષનો પુત્ર ગુમાવ્‍યો

કુવાડવા રોડ પર ખીજડાવાળા રોડ પર બનાવ

રાજકોટ તા. ૩: કુવાડવા રોડ પર ડી માર્ટ પાછળ મામા સાહેબના ખીજડાવાળા રોડ પર નવા બની રહેલા બિલ્‍ડીંગની સાઇટ પર બે વર્ષનો ટાબરીયો રમતો રમતો બીજા માળેથી પડી જતાં ઇજા થતાં મોત નિપજતાં મજૂર આદિવાસી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. આદિવાસી કાજુભાઇ બારીયા અને તેના પરિવારજનો નવા બાંધકામની સાઇટ પર રહી મજૂરી કરતાં હોઇ તેનો પુત્ર કિશન (ઉ.વ.૨) ગઇકાલે બીજા માળે રમતો રમતો પડી જતાં ઇજા થતાં મોત નિપજતાં બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:41 pm IST)