Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

ભગવતીપરામાં પત્તા ટીચતા ૧૦ પકડાયા

બી-ડિવીઝન પીઆઇ એમ. સી. વાળા અને પીએસઆઇ એચ. એમ. જાડેજાની ટીમનો દરોડોઃ હેડકોન્‍સ. કેતનભાઇ નિકોલા અને પી. ડી. ખાંબરાની બાતમી

રાજકોટ તા. ૩: ભગવતીપરા આઝમ ચોકમાં જાહેરમાં જૂગર રમાતો હોવાની બાતમી પરથી બી-ડિવીઝન પોલીસે દરોડો પાડી ૧૦ શખ્‍સોને પકડી લઇ રૂા. ૨૫૪૫૦ની રોકડ તથા ગંજીપાના કબ્‍જે કર્યા છે.
પોલીસે ભગવતીપરાના ઇમ્‍તિયાઝ સુલેમાનભાઇ જુણેજા, અશરફ સિદ્દીકભાઇ ભટ્ટી, સંજય લાલજીભાઇ પરમાર, મોહસીન મજીદભાઇ સોરા, સોહિલ રફિકભાઇ સોરા, સોહિલ મજીદભાઇ સોરા, ધર્મેશ બાબુભાઇ ચોહાણ, રિયાઝ રજાકહુશેન ઉર્ફ પપ્‍પુભાઇ કાદરી, ઇમરાન દાઉદભાઇ સમા અને ધરમનગર આવાસ ક્‍વાર્ટરના અમીન જહુરભાઇ શીશાંગીયાને તીનપત્તીનો જૂગાર રમતાં પકડી લઇ ગંજીપાના તથા રોકડા ૨૫૪૫૦ કબ્‍જે કર્યા હતાં.
પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા અને એસીપી એસ. આર. ટંડેલની સુચના મુજબ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. કેતનભાઇ કે. નિકોલા, પી. ડી. ખાંભરાને મળેલી બાતમી પરથી પીઆઇ એમ. સી. વાળાની રાહબરીમાં પીએસઆઇ એચ. એમ. જાડેજા, એએસઆઇ એસ. એમ. માડમ, એમ. સી. મકવાણા, એલ. બી. હાડગડા, કોન્‍સ. હેમેન્‍દ્રભાઇ વાધીયા, મિતેશભાઇ આડેસરા, વિશ્વજીતસિંહ ઝાલા અને મહેશભાઇ ખાંભલીયાએ આ કામગીરી કરી હતી.

 

(3:40 pm IST)