Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

ભેળસેળ સામે જાગૃતિ સેમિનાર

રાજકોટ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ અને લોકવિજ્ઞાન કેન્‍દ્ર રાજકોટના સંયુકિત ઉપક્રમે ‘સશકત ગ્રાહક, સશકત સંગઠન' અંતર્ગત ખાદ્યપદાર્થોમાં ભેળસેળ-એ વિષય ઉપર યોજાયેલા સેમિનારને ખુલ્લો મુકતા રાજકોટ મ્‍યુ.કમિશ્‍નરની આરોગ્‍ય સમિતિના ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડીયાએ જણાવ્‍યુ હતુ કે, રાજકોટની જનતાની તંદુરસ્‍તી અને આરોગ્‍ય જળવાઇ રહે તથા બજારમાં ખરીદી વખતે તેમને ભેળસેળ મુકત ચિજવસ્‍તુઓ મળે તે નિヘતિ કરવા રાજકોટ મ્‍યુ.કોર્પોરેશન પ્રયત્‍નશીલ છે. લોકોએ જાગૃત બનવું જોઇએ અને બજારમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ થઇ છે કે નહીં તે ચકાસીને ખરીદી કરવી જોઇએ. તંત્ર ભેળસેળ સામે જે ઝુંબેશ ચલાવે છે તે ત્‍યારે જ સફળ થાય કે તેને લોકોનું સમર્થન મળી રહે. આ કાર્યક્રમના પ્રમુખસ્‍થાને મંડળના પ્રમુખ યશવંતભાઇ જનાણી ઉપસ્‍થિત રહેલ. મ્‍યુ.કોર્પોરેશનનાં નાયબ આરોગ્‍ય અધિકારી ડો.પંકજભાઇ રાઠોડ તથા મુખ્‍ય બેઝિક અધિકારી ડો.અમિતભાઇ પંચાલે ભેળસેળના કાયદા ઉપર અને ખાસ કરીને ફુડ સેફટી એકટ અંગે વિસ્‍તૃત માહિતી આપી હતી. લોકવિજ્ઞાન કેન્‍દ્રનાં નિયામક ડો.રમેશભાઇ ભાયાણીએ પ્રાસંગિક વકતૃવ્‍ય આપેલ. ડો.અનામિકા શાહે પણ લોકજાગૃતિ ઉપર ભાર મુકેલ. શરૂઆતમાં મંડળનાં મહામંત્રી રાજેશભાઇ ગોંડલીયાએ મહેમાનોનું સ્‍વાગત કર્યું હતું. જ્‍યારે કાર્યક્રમનું સંચાલન મુખ્‍ય સંયોજક એડવોકેટ હિંમતભાઇ લાબડિયા દ્વારા કરવામાં આવેલ. આભારવિધી ઉપપ્રમુખ મહેશભાઇ મહેતા દ્વારા કરવામાં આવેલ.

 

(3:39 pm IST)