Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

કાલે ગણેશ ચોથના શુભ દિવસે ભક્‍તિનગર સર્કલ સ્‍થિત સુપ્રસિદ્ધ શ્રી ધારેશ્વર મંદીરે મહાઆરતી-લાડુ સ્‍પર્ધા

કોઈપણ ભાઈ-બહેનો ભાગ લઈ શકશે : સ્‍પર્ધકો માટે ચોખા ઘી ના લાડુ બનાવાયા : વિજેતાઓને રોકડ અને ભેટ અપાશે


રાજકોટ : કોરોનાની મહામારી બાદ રાજકોટમાં પ્રથમ વખત શ્રી ગણેશ ચોથ ના શુભ દિવસે સ્‍વરાજ ફાઉન્‍ડેશન સંચાલિત રાઇઝિંગ ઇન્‍ડિયા ગ્રુપ યસ ફ્રેન્‍ડ્‍સ કલબ અને ડિવાઇન ફાઉન્‍ડેશનના સંયુક્‍ત ઉપક્રમે આવતીકાલે તા. ૪ ના બુધવારે સાંજે ૬:૩૦ થી ૮ દરમ્‍યાન ભક્‍તિનગર સર્કલ નજીક આવેલ સુપ્રસિદ્ધ એવા શ્રી ધારેશ્વર મંદિરે ગણેશજીને પ્રિય એવા લાડુ મોદક સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.
આવતીકાલે ગણેશ ચોથ ના પવિત્ર દિવસે સૌપ્રથમ મહેમાનો દ્વારા ગણેશજીની મહાઆરતી કરવામાં આવશે ત્‍યારબાદ લાડુ સ્‍પર્ધાનો પ્રારંભ થશે સ્‍પર્ધામાં સ્‍પેશિયલ ચોખ્‍ખા ઘીના ચુરમાના લાડુ તેમજ સાથે દાળ પણ રહેશે.
આ સ્‍પર્ધામાં ભાગ લેનાર દરેક ને ભેટ આપવામાં આવશે તેમ જ વિજેતાઓને રોકડ અને ભેટ આપવામાં આવશે. આ સ્‍પર્ધામાં બહેનો પણ ભાગ લેશે.
આ સ્‍પર્ધામાં ભાગ લેવા માટે શ્રી અરિહંત શરાફી સહકારી મંડળી લિમિટેડ ઓફિસ નંબર ૨૦૪ ગુંદાવાડી હોસ્‍પિટલ પાસે કેનાલ રોડ ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા સર્વશ્રી હર્ષિલભાઈ શાહ, માણસુરભાઈ વાળા, અશ્વિનભાઈ પુજારા, પિયુષભાઈ ભટ્ટી, નિકુંજભાઈ પીઠવા, રોનકભાઈ મોદી, રવિભાઈ સુરાણી, જીતુભાઈ પંડ્‍યા, યસભાઈ વાળા, વિપુલભાઈ દેવમુરારી, લલીતભાઈ પાલા, ડેનીશભાઈ બોરીચા, જયદીપભાઇ વાંક, દેવાંગભાઇ ત્રિવેદી, નિકુંજભાઈ પીઠવા, રોનક ભાઈ મોદી, પૂર્વ કોર્પોરેટર બહાદુરભાઇ સિંધવ, વિપુલભાઈ રામાવત, આનંદભાઈ ઠક્કર, વિશાલભાઈ સોલંકી, પરેશભાઈ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. આ સ્‍પર્ધા અંગે વધુ માહિતી માટે મો.૯૬૨૪૮ ૯૧૨૬૮/ ૭૯૮૪૪ ૬૪૪૯૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

 

(3:37 pm IST)